જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે આ એક્ટર, લિડ એક્ટર્સ પાસે માંગી મદદ

જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે આ એક્ટર, લિડ એક્ટર્સ પાસે માંગી મદદ
શિવ કુમારની હાલત ગંભીર

CINTAAએ બોલિવૂડના ખ્યાતનામ કલાકારને કહ્યું છે કે શિવકુમારને મદદ કરો. કરો. એસોસિએશને સલમાન ખાન, અનિલ કપૂર, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન અને સની દેઓલને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં શિવકુમાર વર્માની હાલત વર્ણવીને ટેગ કર્યા છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વર્ષ 2020 બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ઘણું જ મુશ્કેલસભર રહ્યું છે. ઘણા કલાકારોએ તેમની નોકરી ગુમાવી દીધી તો ઘણા કલાકારો આર્થિક મુશ્કેલી સામે લડી રહ્યા છે. શિવકુમાર વર્મા આવા જ એક અભિનેતા છે. એક્ટર ઓર સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) ના સભ્ય શિવકુમાર વર્મા ક્રોનિક ઓબસ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીઝ (CODP) સામે લડી રહ્યા છે. આ એક પ્રકારનો ફેફસાંનો રોગ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવકુમારની હાલત નાજુક છે અને તે વેન્ટિલેટર સપોર્ટ પર છે. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે શિવકુમાર અને તેના પરિવારને સારવાર પોસાય તેમ નથી.

  CINTAAએ બોલિવૂડના ખ્યાતનામ કલાકારને કહ્યું છે કે શિવકુમારને મદદ કરો. એસોસિએશને સલમાન ખાન, અનિલ કપૂર, અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન અને સની દેઓલને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં શિવકુમાર વર્માની હાલત વર્ણવીને ટેગ કર્યા છે. તેમજ શિવકુમારની બેંક વિગતો સામાન્ય લોકોને આપવામાં આવી છે જેથી તેમની મદદ કરી શકાય.  તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, મદદ માટે અરજન્ટ કોલ. CINTAAના સભ્ય શિવકુમાર વર્મા CODP સામે લડી રહ્યા છે અને તેને કોરના હોવાની પણ શંકા છે. તેમને હોસ્પિટલના ખર્ચ માટે તાત્કાલિક ભંડોળની જરૂર છે. અમે વિનંતી કરીએ છીએ કે કૃપા કરી તમે જે મદદ કરી શકો તે કરો.  આ પોસ્ટ એસોસિએશન દ્વારા એક નહીં ઘણી વખત કરવામાં આવી છે અને દરેક વખતે વિવિધ સેલેબ્સને ટેગ કરવામાં આવ્યા છે. CINTAAના અમિત બહલે એક ન્યૂઝ વેબસાઇટ સાથેની વાતચીતમાં કહ્યું કે શિવકુમાર વર્મા એસોસિએશનના સક્રિય સભ્ય છે. CINTAAએ તેની હાલતની જાણ થતાં તેણે અભિનેતાના ખાતામાં 50 હજાર રૂપિયા મૂક્યાં છે. વર્માને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર માટે 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થશે. શિવ કુમારની પુત્રીએ CINTAAને મદદ માટે વિનંતી કરી છે.
  Published by:Margi Pandya
  First published:December 03, 2020, 18:40 pm

  ટૉપ ન્યૂઝ