અભિનેતા જિતેન્દ્ર વિરુદ્ધ શિમલામાં 47 વર્ષ જૂના રેપ કેસમાં ફરિયાદ રદ

News18 Gujarati
Updated: May 21, 2019, 12:50 PM IST
અભિનેતા જિતેન્દ્ર વિરુદ્ધ શિમલામાં 47 વર્ષ જૂના રેપ કેસમાં ફરિયાદ રદ
કોર્ટે જીતેન્દ્રની કાકાની દીકરી પ્રાર્થીની દલીલોને ન્યાયસંગત જાણી ઉપરોક્ત નિર્ણય લીધો છે

કોર્ટે જીતેન્દ્રની કાકાની દીકરી પ્રાર્થીની દલીલોને ન્યાયસંગત જાણી ઉપરોક્ત નિર્ણય લીધો છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: 77 વર્ષીય બોલિવૂડ એક્ટર જિતેન્દ્ર માટે રાહતનાં સમાચાર છે. 47 વર્ષ જુના રેપ કેસમાં તેમનાં વિરુદ્ધ હિમાચલ હાઇકોર્ટને રદ કરા દીધો છે. મામલો હિમાચલનાં પાટનગર શિમલા સાથે જોડાયેલો છે. માહિતી પ્રમાણે,  16 ફેબ્રુઆરી, 2018નાં શિમલાનાં મહિલા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ પ્રાથમિક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. FIRમાં એક્ટરની કાકાની દીકરીએ આરોપ લગાવ્યો હતો કે 47 વર્ષ પહેલાં શિમલામાં  એક હોટલમાં તેનું યૌન ઉત્પીડન થયુ હતું. જિતેન્દ્રએ હાઇકોર્ટ સમક્ષ અજી કરી FIR રદ કરવા મદદ માંગી હતી.

જિતેન્દ્રની દલીલ છે કે, આ આખો મામલો બ્લેકમેલ કરવાનાં ઇરાદે જ દાખલ કરવામાં આવ્યો છે. 47 વર્ષ બાદ દાખલ કેસમાં મોડું પડવાનાં કારણો પર પણ કોઇ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી. જિતેન્દ્રએ કહ્યું કે, FIRમાં શિમલામાં ફિલ્મની શૂટિંગનાં નામે હોટલનો ઉલ્લેખ પણ નથી. બે સહ એક્ટરનાં નામનો પણ ઉલ્લેખ નથી. આ આરોપો ખોટા છે. કોર્ટે આ દલિલ બાદ પ્રાર્થીની દલીલોને ન્યાય સંગત જાણીને આ નિર્ણય લીધો છે.

પ્રાર્થીની ફરિયાદ-

પ્રાર્થીએ હિમાચલ DGPને લખેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, જાન્યુઆરી 1971ની વાત છે જ્યારે હું 18 વર્ષની હતી અને જિતેન્દ્ર 28 વર્ષનાં હતાં. તે તેમનાં બે સહયોગી એક્ટર્સ અને ડ્રાઇવરની સાથે આવ્યા હતાં. અને કારમાં મને  દિલ્હીથી શિમલા લઇ ગયા હતાં. જ્યારે અમે શિમલા પહોચ્યા તો સીધા મને હોટલ લઇ ગયા. જિતેન્દ્રએ કહ્યું કે, તે બહાર ફરવા જઇ રહ્યાં છે અને પાછા આવી જશે. હું થાકી ગઇ હતી અને સુવા જતી રહી. મોડી રાત્રે જિતેન્દ્ર પરત આવ્યા તો હું સુઇ રહી હતી. તેમણે મારી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો. તેણે દારુ પીધો હતો. તે દરમિયાન તેમણે મારી સાથે જબરદસ્તી કરી હતી.
First published: May 21, 2019, 12:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading