એન્ટરટેઇનમેન્ડ ડેસ્ક: કોરોના વાયરસ (coronavirus)થી લડવા માટે હવે વેક્સીનેશન શરૂ થઇ ગઇ છે. નવાં વર્ષમાંલોકોને આ ગિફ્ટ મળી છે. ભારતમાં પણ તેની હલચલ તેજ થઇ ગઇ છે. આપણે ગોપી કિશન, આંખે, બેવફા સનમ, ખુદા ગવાહ જેવી હિટ ફિલ્મોથી તેની પ્રતિભાનું પ્રદર્શન કરનારી એક્ટ્રેસ શિલ્પા શિરોડકર (Shilpa Shirodkar) પહેલી ભારતીયત એક્ટ્રેસ છે. જેને હાલમાં જ વેક્સીન (Corona Vaccine) લગાવી છે. શિલ્પા આમ તો મોટા પડદાથી લાંબા સમયથી ગૂમ છે પણ સોશિયલ મીડિયા પર તે ઘણી જ એક્ટિવ રહે છે. વેક્સીનેશન બાદ તેણે તેનો અનુભવ પણ શેર કર્યો છે.
શિલ્પા શિરોડકર (Shilpa Shirodkar)એ તેની તસવીરોની સાથે આ માહિતી તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અને જણાવ્યું છે કે, કેવો અનુભવ થઇ રહ્યો છે. શિલ્પાનાં ચહેરા પર માસ્ક લાગેલું છે અને સાથે જ બાજુ પર નાની પટ્ટી બાંધેલી છે. આ સવીર શેર કરતાં તેણે લખ્યું છે કે, 'વેક્સીનેટેડ અને સુરક્ષિત... આ ન્યૂ નોર્મલ છે.. 201 હું આવી રહી છું.'
શિલ્પાની આ તસવીર સોશિયલ મીડિયા પર જોત જોતામાં વાયરલ થઇ રહી છે. શિલ્પા ઉપરાંત અત્યાર સુધીમાં કોઇ જ ભારતીય એક્ટ્રેસે વેક્સીન નથી લગાવી. શિલ્પાએ દુબઇમાં વેક્સીન લગાવી છે. તે લગ્નનાં થોડા સમય સુધી ઇન્ડિયામાં હતી બાદમાં તે દુબઇ ચાલી ગઇ હતી. તેણે તેનાં એક ઇન્ટરવ્યૂમાં જણાલ્યું હતું કે તેણે વર્ષ 2000માં લગ્ન કર્યા હતાં. જે બાદ તે અને તેનો પતિ પાંચ વર્ષ સુધી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનમાં રહ્યાં બાદમાં તે તેનાં પતિ અને પરિવારની સાથે દુબઇ ચાલી ગઇ હતી.
આ પણ વાંચો- નોરા ફતેહીને જ્યારે કાસ્ટિંગ ડિરેક્ટરે ઘરે બોલાવીને કરી હતી બેઇજ્જત, કહી હતી ટેલેન્ટલેસ
શિલ્પા શિરોડકર જલદી જ બિગ સ્ક્રિન પર વાપસી કરી રહી છે. ફિલ્મોમાં કમબેક અંગે એક્ટ્રેસે કહ્યું કે, મારા સમયથી લઇ અત્યાર સુધીમાં ઘણું બધુ બદલાઇ ગયુ છે. હવે લોકો વધુ પ્રોફેશનલ થઇ ગયા છે. તેણે કહ્યું કે, હું મારા કરિઅરનાં જે સ્ટેજ પર છઉં ત્યાં રોમેન્ટિક લીડ કેરેક્ટર પ્લે કરવાં અંગે વિચારી નથી શકતી.
Published by:Margi Pandya
First published:January 08, 2021, 10:47 am