Home /News /entertainment /

હાઇકોર્ટ જજની દીકરી છે 'બિગ બોસ 11'ની વિનર શિલ્પા શિંદે

હાઇકોર્ટ જજની દીકરી છે 'બિગ બોસ 11'ની વિનર શિલ્પા શિંદે

શિલ્પાનાં પિતાનું નિધન વર્ષ 2013માં થયુ હતું. શિલ્પાની માતા ગીતા શિંદે હાઉસ વાઇફ છે

શિલ્પાનાં પિતાનું નિધન વર્ષ 2013માં થયુ હતું. શિલ્પાની માતા ગીતા શિંદે હાઉસ વાઇફ છે

    મુંબઇ: 'ભાબી જી ઘર પર હૈ'થી પ્રખ્યાત થયેલી શિલ્પા શિંદેએ 'બિગ બોસ'નાં 11માં સિઝનનો ખિતાબ તમારા નામ પર કરી ચુકી છે. શિલ્પાનાં નટખટ અંદાજ અને ઘરમાં સૌનું ખ્યાલ રાખવાનો તેનો સ્વભાવ અને દરેક વાતમાં જતુ કરવાની ભાવના દર્શકોને ખુબ પસંદ આવી છે. ઘરની અંદર શિલ્પાનાં કટ્ટર વિરોધી માનવામાં આવતા વિકાસ ગુપ્તા પહેલાં જ માની ગયા હતા કે શિલ્પા આ શો જીતી રહી છે.  વિકાસે ઘરની અંદર ઘણી વખત આ જાહેર કર્યુ કે શિલ્પા તેમની પસંદીદા પ્લેયર છે.

    શિલ્પાનાં પિતા હાઇકોર્ટનાં જજ હતા
    શિલ્પાનો જન્મ 28 ઓગષઅટ 1977નાં રોજ મુંબઇમાં થયો હતો. ચાર ભાઇ બહેનોમાં તે ત્રીજા નંબર પર આવે છે આ ઉપરાંત તેનાં તમામ ભાઇ-બહેનનાં લગ્ન થઇ ચુક્યા છે. તેનાં પિતા હાઇકોર્ટમાં જજ હતાં. તેમનું નિધન વર્ષ 2013માં થયુ હતું. શિલ્પાની માતા ગીતા શિંદે હાઉસ વાઇફ છે.



    શિલ્પાની એક બહેન USમાં છે
    શિલ્પાની એક બહેન શુભા મુંબઇમાં રહે છે તો અન્ય એક બહેન અર્ચનાનાં લગ્ન બાદ તે યૂએસ સેટલ થઇ ગઇ છે. તેનો ભાઇ આશુતોષ તેનાં કરતાં નાનો છે અને તે યસ બેંકમાં સીનિયર મેનેજર છે.

    પિતાની યાદમાં છુંદાવ્યુ છે હાથ પર ટેટૂ
    શિલ્પાએ બિગબોસનાં ઘરમાં તેનાં ત્રણ મહિના એવી રીતે વિતાવ્યા જેવી રીતે તે રિઅલ લાઇફમાં છે. નટખટ પણ શાંત સ્વભાવ સાથે જ બધાનું ધ્યાન રાખવાવાળી શિલ્પા શિંદેએ તેનાં પિતાની યાદમાં તેનાં હાથ પર ટેટૂ પણ છુંદાવ્યું છે.

    પિતાથી ગ્રેજ્યુએશનની વાત છુપાવવાનો છે વસવસો
    શિલ્પાને હમેંશા તે વાતનો રંજ હતો કે તેણે તેનાં પિતાથી તેનાં ગ્રેજ્યુએશનની વાત છુપાવી છે. તેણે ક્યારેય તેનાં પિતાને નહોતું કહ્યું કે તે ગ્રેજ્યુએટ નથી. આ વાતનો ખુલાસો તેણે બિગ બોસનાં ઘરમાં જ કર્યો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Father, Shilpa Shinde

    આગામી સમાચાર