SHILPA SHETTYનાં બાળકો અને રાજ કુન્દ્રા સહિત આખા પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

PHOTO: ShilpaShetty/ Instagram

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કર્યો છે જેમાં તેણે તેનાં આખા પરિવાર અંગે વાત કરી છે. તેનો આખો પરિવાર પતિ રાજ કુન્દ્રા અને બંને બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે તેનો પોતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ અને ટીવીની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તેનાં પરિવારનાં સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો છે. તેનો પતિ રાજ કુન્દ્રા બંને બાળકો વિઆન અને સમિશાનો પણ કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ખુદ શિલ્પા શેટ્ટીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

    શિલ્પાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે, 'છેલ્લા 10 દિવસ મારા પરિવાર માટે મારા માટે ઘણાં અઘરા રહ્યાં. મારા સાસુ સસરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ સમિશા, વિઆન રાજ, મારી માતા અને છેલ્લે રાજ સૌ કોઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૌ કોઇ પોત પોતાનાં રૂમમાં કોરોનાની ગાઇડલાઇન ફોલો કરતાં ઇસોલેશનમાં હતાં. તેઓ ડોક્ટરની સલાહ મુજબ જ દવાઓ લઇ રહ્યાં હતાં.

    અમારા પરિવારનાં બે હાઉસ સ્ટાફ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હતાં. તેઓ પણ હાલમાં ડોક્ટરી સલાહ મુજબ દવાઓ લઇ રહ્યાં છે. જોકે, ભગવાનની દયાથી સૌ કોઇ સારી રીતે રિકવર થઇ રહ્યાં છે. મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. સૌ કોઇ કોરોના ગાઇડલાઇન અને પ્રોટોકોલ ફોલો કરી રહ્યાં છે. અમે BMC અને અધિકારીઓનો દિલથી આભાર માનીયે છીએ તેમણે અમારી તુરંત મદદ કરી અને અમારી સમસ્યાનું સમાધાન તેઓ લાવ્યા..'




    હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં બધા બોલિવૂડ સ્ટાર્સ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કેટલાંક તેમાંથી ઉભરી ગયા છે તો કેટલાંક હજુ પણ ક્રિટિકલ સ્થિતિમાં છે. ટીવી એક્ટર અનિરુદ્ધ દવે હાલમાં ICUમાં છે સૌ કોઇ તેનાં જલ્દી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે તો ઘણાં ટીવી અને ફિલ્મ સ્ટાર્સ કોરોનાથી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.
    Published by:Margi Pandya
    First published: