શિલ્પા શેટ્ટી ઘણા દાયકાઓથી બોલિવૂડમાં કામ કરી રહી છે અને આજે પણ કામ હોય કે ફેશન, નવી તમામ એક્ટ્રેસને તેણી બરાબરની ટક્કર આપી રહી છે! શિલ્પા હાલમાં એક ઈવેન્ટમાં બોલ્ડ કપડામાં જોવા મળી હતી પરંતુ નેટિઝન્સને તે પસંદ ના આવતા શિલ્પા સતત સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે.
ઉર્ફી જાવેદ પોતાના કપડાં અને ફેશનને લઈને ખૂબ જ એક્સપેરિમેન્ટલ અને બોલ્ડ છે અને એવામાં બોલિવૂડ અને ટીવીની પણ ઘણી એક્ટ્રેસ જો હદથી વધારે બોલ્ડ કપડાં પહેરે તો તેમની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી દેવામાં આવે છે. આ હસીનાઓમાંથી એક નામ છે શિલ્પા શેટ્ટીનું પણ છે, જેના લેટેસ્ટ લુકના કારણે લોકો તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે.
શિલ્પાનો આ લુક ખૂબ જ બોલ્ડ હતો પરંતુ શિલ્પાની બોલ્ડનેસ નેટિઝન્સને કંઈ ખાસ પસંદ નથી આવી અને સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ શિલ્પાએ એવું તો શું પહેર્યુ હતું જેના કારણે એક્ટ્રેસને જોતા જ લોકોને ઉર્ફીની યાદ આવી ગઈ.
જણાવી દઈએ કે, શિલ્પાને થોડા સમય પહેલા, બિગ ઈમ્પેક્ટ એવોર્ડમાં જોવામાં આવી હતી. અહીં શિલ્પાનો બોલ્ડ લુક જોઈને સૌ કોઈના હોશ ઉડી ગયા હતાં. જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટીએ આ એવોર્ડ નાઇટ્સ માટે ખૂબ જ રિવીલિંગ વ્હાઇટ પેન્ટસૂટ પહેર્યુ હતું. કોટની નીચે શિલ્પાએ કશું પહેરેલું નહતું! જેના કારણે તેણીનો લુક ખૂબ જ બોલ્ડ દેખાઈ રહ્યો હતો.
શિલ્પા શેટ્ટીના આ લુકનો વીડિયો જેવો જ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો, એક્ટ્રેસને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર શિલ્પાને સંસ્કારોના પાઠ ભણાવવાનું પણ શરુ કરી દીધું હતું. ત્યારે ઘણા યુઝરે તો શિલ્પાને 'ઉર્ફી પાર્ટ 2'નું ટાઈટલ પણ આપી દીધું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર