SHILPA SHETTYએ ફગાવી 10 કરોડની ઓફર, કારણ વાંચીને તમે પણ કહેશો, વાહ..!
SHILPA SHETTYએ ફગાવી 10 કરોડની ઓફર, કારણ વાંચીને તમે પણ કહેશો, વાહ..!
File Photo
શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra) 46 વર્ષની ઉંમરમાં ગજબની ફિટ છે પણ શું તમે જાણો છો તેની ફિટનેસનું રહસ્ય. તેને કારણે શિલ્પા શેટ્ટીને એક એડવર્ટાઇઝમેન્ટ માટે 10 કરોડ રૂપિયા ઓફર (Shilpa Shetty Offered Rs 10 Crore Endorsement) મળી હતી. જેને શિલ્પાએ ફગાવી દીધી છે?
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra) બોલિવૂડની તે એક્ટ્રેસીસમાંથી એક છે જેને તેની ઉંમરને જાણે બાંધી દીધી છે. 46ની ઉંમરે પણ શિલ્પા શેટ્ટીની ફિટનેસ 26ની હોય તેવી છે. આ ફિટનેસ માટે એક્ટ્રેસ યોગ પર હમેશા ભાર આપે છે. પણ શું આપ જાણો છો કે, તેની આ ફિટનેસને કારણે શિલ્પા શેટ્ટીને એક એડવર્ટાઇઝમેન્ટ (Shilpa Shetty offered Rs 10 crore endorsement)ઓફર થઇ હતી. જે માટે તેને 10 કરોડ રૂપિયા મળવાનાં હતાં. પણ શિલ્પાએ આ ઓફર ફગાવી દીધી હતી. જો તમે તેનું કારણ જાણશો તો શિલ્પા શેટ્ટીનાં વખાણ કરતા રોકાશો નહીં.
વર્ષ 2019માં એક વિશેષ બ્રાન્ડે શિલ્પાને સ્લિમિંગ પિલ્સની એડ માટે ઓફર કરી હતી. આ એડ માટે તેને 10 કરોડ રૂપિયાની ભારે રકમ ઓફર થઇ હતી. પણ શિલ્પાએ આ ઓફર ફગાવી દીધી હતી. શિલ્પાએ આ ઓફરને રિજેક્ટ કર્યા બાદ ઇન્ટરનેટ પર આગની જેમ આ ખબર ફેલાઇ હતી. શિલ્પાએ આ ઓફર એટલે ફગાવી હતી કારણ કે શિલ્પાને આ પ્રકારની પિલ્સથી ફિટનેસ મેળવવી જરાં પણ યોગ્ય લાગ્યું ન હતું. આવી ખોટી રીતની વસ્તુઓનો પ્રચાર કરવાં તે નહતોી ઇચ્છતી.
જ્યારે આ ખબર અચાનક વાયરલ થઇ તો શિલ્પાએ એક નિવેદન જાહેર કર્યું હતું કે, આખરે તેને આ ઓફર કેમ રિજેક્ટ કરી. શિલ્પાએ તેનાં નિવેદનમાં કહ્યું કે, સ્લિમિંગ પિલ્સ ઇન્સ્ટંટ રિઝલ્ટની વાત કરે છે. અને આ પ્રકારની વસ્તુઓ દરરોજનાં જીવનમાં ફિટનેસ નાં અનુશાસન અને મહત્વને ઓછુ કેર છે.
શિલ્પા હાલમાં ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર 4'માં જજ છે. હાલમાં તેનો આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો હતો. આ દરમિયાન શોની પેનલમાં તે નજર નહોતી આવતી. પણ હવે શિલ્પા ફરી શો પર પરત ફરી છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર