'Hungama 2' નાં પ્રમોશનમાં બોલ્ડ ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ SHILPA SHETTY, યૂઝર્સે કહ્યું- 'આટલું કમાય છે, તો પણ...'

(Photo- viralbhayani)

હંગામા 2 (Hungama 2)નાં પ્રમોશનમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) બરગંડી કલરનું ક્રોપ ટોપ અને લોન્ગ બ્રાઉન કલરનું લેધર સ્કર્ટ પહેરીને પોંચી હતી. આ ફિલ્મનાં પ્રમોશન દરમિયાન તેણે ઘણો જ રિવિલિંગ ડ્રેસ પહેર્યો હતો જે માટે તે ટ્રોલ થઇ રહી છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી ફિટ અને બોલ્ડ એક્ટ્રેસમાંથી એક છે. વધતી ઉંમરનો તેનાં ચહેરા પર કોઇ અસર થતો નથી. આ દિવસોમાં શિલ્પા શેટ્ટી તેની અપકમિંગ ફિલ્મ 'હંગામા 2' (Hungama 2) અંગે ચર્ચામાં છે. લાંબા સમય બાદ શિલ્પા શેટ્ટી મોટા પડદા પર વાપસી કરી રહી છે. 'હંગમા 2'માં શિલ્પાની સાથે જાવેદ જાફરીનો દીકરો મીઝાન જાફરી (Meezaan Jaafery), પરેશ રાવલ અને પ્રણીતા સુભાષ પણ નજર આવે છે.એવામાં જ્યારે હાલમાં જ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty Troll) 'હંગામા 2'નાં પ્રમોશન માટે પહોંચી તો સૌ કોઇની નજર તેમનાં પર ટકી ગઇ. તે ખુબજ બોલ્ડ અને ગ્લેમરસ લૂકમાં નજર આવી રહી છે.

    આ પણ વાંચો-દિલીપ કુમારને અંતિમ વિદાય આપતા સમયે પાર્થિવદેહને ગળે લગાવી ખુબ રડ્યા સાયરા બાનો

    'હંગામા 2'નાં પ્રમોશનમાં પહોંચી શિલ્પા શેટ્ટી અહીં બરગંડી કલરનું ક્રોપ ટોપ અને લોન્ગ બ્રાઉન કલરનું લેધર સ્કર્ટ પહેરીને પોંચી હતી. આ ફિલ્મનાં પ્રમોશન દરમિયાન તેણે ઘણો જ રિવિલિંગ ડ્રેસ પહેર્યો હતો જે માટે તે ટ્રોલ થઇ રહી છે.ઘણાં લોકોએ તો શિલ્પા શેટ્ટીની સરખામણી કિમ કાર્દિશિયન સાથે થઇ રહી છે. યૂઝ્સ કમેન્ટ કરતાં શિલ્પા શેટ્ટીને બોલિવૂડની કિમ કાર્દિશિયન કહી રહ્યાં છે.




    એક યૂઝરે શિલ્પા શેટ્ટીનાં લૂક પર કમેન્ટ કરતાં લખ્યું કે, 'બોલિવૂડની કિમ કાર્દિશિયન.' અન્ય એકે લખ્યં કે, 'બ્લાઉઝ પહેરવાનું ભૂલી ગઇ.' એક યૂઝરે કપડાં પર કમેન્ટ કરતાં લખ્યું કે, 'આટલો પૈસો હોવા છતાં પણ આ લોકો વગર કપડે કેમ ફરે છે,' તો કેલાંક યૂઝર્સ મીઝાન જાફરીની સાથે મઝાક કરવા અંગે શિલ્પા શેટ્ટીને ટ્રોલ કરી રહ્યાં છે.

    (Photo- viralbhayani)


    પ્રમોશન ઇવેન્ટ દરમિયાન શિલ્પા મીઝાન જાફરી સાથે મજાક કરતી નજર આવી રહી છે. જે કેટલાંક યૂઝર્સને પંસદ નથી. અને તેણે એક્ટ્રેસને ઘમંડી સુધી કહી દીધુ છે. તો માસ્ક ન પહેરવા પર શિલ્પા ટ્રોલ કરી રહી છે. 'હંગામા-2' શિલ્પા શેટ્ટી- અક્ષય કુમારની ફિલ્મ 'મે ખેલાડી તૂ અનાડી' સાથે ચુરા કે દિલ મેરા ગોરિયા ચલી..'નું રિમેક કરી લીધું છે. જે હાલમાં જ રિલીઝ થઇ છે.
    Published by:Margi Pandya
    First published: