Home /News /entertainment /શિલ્પા શેટ્ટીએ ફેન્સને તેના પોઝિટિવ રહેવાનું કારણ જણાવ્યું, પોસ્ટ વાયરલ થઈ
શિલ્પા શેટ્ટીએ ફેન્સને તેના પોઝિટિવ રહેવાનું કારણ જણાવ્યું, પોસ્ટ વાયરલ થઈ
શિલ્પા શેટ્ટી હેલ્થને લઈને લોકોને જાગૃત કરતી રહે છે. (તસવીર- Instagram/theshilpashetty)
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એકદમ સંતુલિત જીવન જીવે છે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ખૂબ ધ્યાન આપે છે. આ જ કારણ છે કે, તે મુશ્કેલ સમયમાં પોતાની જાતને પોઝિટિવ રાખવામાં સફળ રહી છે.
નવી દિલ્હી: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) તેના ફેન્સને સ્વાસ્થ્ય અંગે અનેક વાર સોશિયલ મીડિયાના મારફતે જ્ઞાન આપતી રહે છે. શિલ્પાનો પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા છે, મુશ્કેલ સમયમાં પોતાની જાતને કેવી રીતે પોઝિટિવ રહેવાની રીત તેના કરતા વધારે કોઈ ન સમજાવી શકે. શિલ્પા યોગ અને સંતુલિત જીવનમાં માને છે અને ઘણી વખત માનસિક સ્વાસ્થ્ય (Mental health) વિશે વાત કરે છે. તે ફરીથી લોકોને પોઝિટિવ બનવાનું શીખવી રહી છે અને કહે છે કે, તેઓ પોતાને કેવી રીતે મજબૂત બનાવી શકે છે.
એક ફોટો શેર કરતી વખતે શિલ્પાએ લખ્યું, 'તમારો દિવસ અથવા કોઈપણ નવું કામ પોઝિટિવ વિચારસરણી અને ઈરાદાથી શરૂ કરો. તમારા રસ્તામાં આવતી સારી વસ્તુઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરો, જેથી તમે તેમાં વધારો કરી શકો. શંકા અથવા ડરને બદલે પોઝિટિવતા પર ધ્યાન કેન્દ્રિત કરવાની આદત બનાવો. તમારા મનને નેગેટિવ વિચારો તરફ લઈ જાય તેવી કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત ન કરો. સારા બનો, સારું કરો, તો જ તમને સારા પરિણામ મળશે.
શિલ્પા શેટ્ટી અત્યારે ડાન્સ રીયાલીટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 જજ કરી રહી છે, તસવીર- Instagram/theshilpashetty
તસવીરમાં શિલ્પા આંખો બંધ કરીને ધ્યાન મુદ્રામાં બેઠી છે. તેણે થોડા કલાકો પહેલા ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી હતી, જેના પર 75 હજારથી વધુ લાઈક્સ આવી છે. તમને જણાવી દઈએ કે, શિલ્પા પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદથી સમાચારોમાં છે. તેણે થોડા સમય માટે પોતાની જાતને લોકોથી દૂર કરી હતી. હાલમાં, તે જજ તરીકે ડાન્સ શો 'સુપર ડાન્સર 4' સાથે જોડાયેલી છે.
શિલ્પા સોશિયલ મીડિયા દ્વારા તેની બહેન શમિતા શેટ્ટીને સપોર્ટ કરવા માટે વિનંતી કરી રહી છે, જે રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી'નો ભાગ છે. તેમણે લોકોને શમિતાને મત આપવા અપીલ પણ કરી છે. મહત્વનું છે કે, શોમાં શમિતા અને રાકેશ બાપટની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ છે. શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેના ફોટા અને વીડિયો દ્વારા તેના જીવનની ઝલક આપતી રહે છે.
ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવીજોવા માટે અહીં ક્લિક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર