શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રાના 44માં બર્થડે પર આ અંદાજમાં આપી સરપ્રાઇઝ પાર્ટી

News18 Gujarati
Updated: September 10, 2019, 11:30 AM IST
શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રાના 44માં બર્થડે પર આ અંદાજમાં આપી સરપ્રાઇઝ પાર્ટી
શિલ્પા શેટ્ટીએ તેના પતિ રાજ કુંદ્રાના 44માં જન્મદિવસ પર ખાસ ઉજવણી કરી.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેના પતિ રાજ કુંદ્રાના 44માં જન્મદિવસ પર ખાસ ઉજવણી કરી. આ સાથે શિલ્પાએ તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર પોસ્ટની શુભેચ્છા પાઠવી છે.

  • Share this:
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ તેમના 'સુપરહીરો' પતિ રાજકુંદ્રાના 44 માં જન્મદિવસ નિમિત્તે અભિનંદન આપ્યા. શિલ્પાએ આ વીડિયોનો કોલાજ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તેણી, તેના પતિ અને પુત્રના ફોટા શેર કર્યા છે. કેપ્શનમાં તેણે લખ્યું છે, "હેપી બર્થડે માય કૂકી, યૂ આર કિંગ ઓફ માય હાર્ટ, માય ડ્રીમ એન્ડ લવ ઓફ માય લાઇફ."

તેમણે વધુમાં કહ્યું, "તમે સર્વશ્રેષ્ઠ પિતા, પુત્ર, ભાઈ અને પતિ છો .. અને હું એક ભાગ્યશાળી સ્ત્રી છું. ભગવાન તમારા તમામ સપના પૂરા કરે, કારણ કે તમે દરેક સુખના હકદાર છો." શિલ્પાએ વર્ષ 2009માં રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતા. મે 2012માં શિલ્પાએ પુત્ર વિયાન રાજ કુંદ્રાને જન્મ આપ્યો.
રાજ કુંદ્રાએ પણ કોમેન્ટ બૉક્સમાં શિલ્પાની આ સુંદર પોસ્ટ પર ટિપ્પણી કરવા બદલ તેમનો આભાર માન્યો છે. રાજ કુંદ્રાએ ટિપ્પણી કરી, "આ બદલ આભાર .. બસ કર પગલી રુલાયેગી ક્યા?" રાજની આ ટિપ્પણીને સોશ્યલ મીડિયા યૂઝર્સ ખૂબ જ પસંદ કરે છે.

Raj Kundra
શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા માટે એક ખાસ પાર્ટીનું પણ આયોજન કર્યું હતું, જેનો વીડિયો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ચાહકો સાથે શેર કર્યો હતો. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી રાજ કુંદ્રા અને શિલ્પાની બહેન શમિતા જોવા મળી રહી છે.વીડિયોમાં રાજ આ સેલિબ્રેશન જોઇને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો છે. શિલ્પા શેટ્ટી દરેક તહેવાર ખૂબ જ સુંદર રીતે ઉજવે છે. તાજેતરમાં જ તેમણે ગણેશ ઉત્સવ પર પણ જબરદસ્ત અંદાજમાં ઉજવ્યો હતો. તેની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
First published: September 10, 2019
વધુ વાંચો
अगली ख़बर