શિલ્પા શેટ્ટીએ ડબલ માસ્ક પહેરી કાંચમાંથી કર્યો પતિ રાજને પ્રેમ, બોલી- કોરોનામાં પ્રેમ...

@theshilpashetty/Instagram

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ તેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે એક વખત ફરી લોકોને મહામારીમાંથી જલ્દી ઠીક થવા માટે સકારાત્મક રહેવાની સલાહ આપે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના કાળમાં સામાન્ય લોકો જ નહીં સેલિબ્રિટીઝ પણ સોશિયલ ડિસ્ટન્સ મેઇનટેઇન કરીને જીવી રહ્યાં છે. તેનું તાજુ ઉદહારણ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ આપ્યું છે. શિલ્પા શેટ્ટીનો આખો પરિવાર કોરોના સંક્રમિત થયાનાં સમાચાર સોશિયલ મીડિયા (Social Media) પર તેને આપ્યાં હતાં. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, આખો પરિવાર કોવિડની ચપેટમાં આવી ગયો છે. હવે એવાં હાલ છે કે તે ઘરે રહેલાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ને ફક્ત નિહાળી શકે છે તેની તસવીર પણ તેને શેર કરી છે.

  શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ની આ તસવીર તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેણે ફરી એક વખત લોકોને કહ્યું છે કે, કેવી રીતે મહામારીથી જલદી ઠીક થવા માટે સકારાત્મક રહેવું જરૂરી છે. કારણ કે આ મહામારીથી સૌ કોઇ જલ્દી જ બહાર આવવાં ઇચ્છે છે.

  તસવીરમાં એક્ટ્રેસ ડબલ માસ્ક લગાવી પતિ રાજ કુન્દ્રાની સાથે નજર આવી રહી છે. આ તસવીરમાં શિલ્પા અને રાજ કુન્દ્રા કાંચની આરપારથી પ્રેમ કરી રહ્યાં છે. માસ્ક લગાવી શિલ્પા પ્રેમથી પતિને નિહારતી નજર આવે છે.

  તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'કોરોનાનાં માહોલમાં પ્રેમ.. કોરોના પ્રેમ છે..' આ સાથે જ તે વધુમાં લખે છે કે, 'આપ સૌની પ્રાર્થના અને શુભેચ્છા માટે ધન્યવાદ.'  તસવીર પર સોશિયલ મીડિયા યૂઝર્સ ઉપરાંત સેલિબ્રિટીઝ પણ કમેન્ટ કરી સૌનાં જલ્દી ઠીક થવાની કામના કરી રહ્યાં છે. શિલ્પાની આ તસવીર પર ફેન્સ ખુબજ પ્રેમ લુટાંવી રહ્યાં છે.

  બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનાં ઘરે પણ કોરોનાએ દસ્તક દીધી છે. ઘરમાં તેને છોડીને સૌ કોઇ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ઘરનાં બે હાઉસ સ્ટાફ, સાસુ સસરા, તેની માતા, દીકરો વિયાન, દીકરી સમીશા અને તેનો પતિ રાજ કુન્દ્રા પણ કોરોનાની ચપેટમાં છે. શિલ્પાએ આ માહિતી પોતે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આપી હતી.

  આપને જણાવી દઇએ કે, બોલિવૂડનાં ઘણાં સ્ટાર્સ અત્યાર સુધી સંક્રમિત થઇ ચુક્યા છે. કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર, અક્ષય કુમાર, કેટરિના કૈફ, વિક્કી કૌશલ જેવાં સ્ટાર્સ પહેલાં જ કોરોનાની કહેરનો ભોગ બની ગયા છે. હાલમાં આ તમામ સિતારાઓએ કોરોનાને માત આપી દીધી છે અને તેઓ સ્વસ્થ છે.
  Published by:Margi Pandya
  First published: