હાથમાં પૂજાની થાળી, કરવા ચૌથની પૂજા કરવાં અનિલ કપૂરનાં ઘરે પહોંચી શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ કર્યો કરવા ચોથનો ઉપવાસ

શિલ્પા શેટ્ટીનાં કરવા ચૌથ લૂકની દર સાલ ચર્ચા થતી હોય છે. દર વર્ષે તે આ વ્રત કરે છે અને ફોટોગ્રાફર્સ સામે પોઝ પણ આપે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરવા ચૌથ (Karva chauth)નો તહેવાર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. બોલિવૂડની ઘણી એક્ટ્રેસિસ તેમનાં પતિની લાંબી ઉંમર માટે આ વ્રત રાખે છે. દર વર્ષની જેમ આ વખતે પણ અનિલ કપૂર (Anil Kapoor)નાં ઘરે કરવા ચોથની પૂજા અને સેલિબ્રેશનનાં ઘરે એક્ટ્રેસીસ શામેલ થઇ. શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પણ સજી ધજીને હાથમાં પૂજાની થાળી લઇ અનિલ કપૂરનાં ઘરે ગઇ હતી. જ્યાં ફોટોગ્રાફર્સની ભીડ નજીક આવતા તે ઘબરાઇ ગઇ હતી. અને તેણે કહ્યું હતું પ્લીઝ નજીક ન આવતાં. શિલ્પાનો આ વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

  શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં ફેન્સ કરવા ચોથ પર દર વર્ષે તેની તસવીરોનો ઇન્તેઝાર કરતાં રહે છે. આ વખતે શિલ્પા શેટ્ટીએ કરવા ચોથ માટે લાલ રંગની સાડીમાં ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી હતી જેમ ફોટોગ્રાફર્સની નજર શિલ્પા પર પડી તો તેઓ તેનાં ફોટો ક્લિક કરવાં નજીક જવાં લાગ્યાં. તો, થાળી સંભાળતા શિલ્પા શેટ્ટીએ કહ્યું કે, રુકો.. નજીક ન આવતા. .વીડિયોને વૂંપલાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.
  જોકે, શિલ્પાએ ફોટોગ્રાફર્સને નિરાશ નહોતા કર્યાં. તેઓ જેમ અનિલ કપૂરનાં બંગલામાં એન્ટ્રી કરે છે ત્યારે ગેટ પર ઉભા રહી ફોટો ક્લિક કરાવે છે. આ દરમિયાન શિલ્પા હાથમાં ચૂડો, સેથામાં સિંદૂર, ગળામાં મંગલસૂત્ર ફ્લોન્ટ કરતી નજર આવે છે. માથા પર લાગેલી લાંલ બીન્દી તેનાં ટ્રેડિશનલ લૂકને સંપૂર્ણ કરે છે.

  આ પણ વાંચો- Taarak Mehta Ka Ooltah Chashmah: 'જેઠાલાલ'ના આ ડાયલૉગે ઊભો કર્યો વિવાદ
  શિલ્પાએ તેનાં હાથમાં મહેંદી પણ લગાવી હતી. તેનાં હાથમાં શગૂનની મેંહીદનાં ટપકું હતું. શિલ્પાનો આ લૂક ચર્ચામાં છે.
  શિલ્પા શેટ્ટીનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે હંગામા 2ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા તે લાંબા વર્ષોનાં ગેપ બાદ બિગ સ્ક્રિન પર પાછી જોવા મળશે. આ ઉપરાંત તેની પાસે નિક્કમા ફિલ્મ પણ છે.
  Published by:Margi Pandya
  First published: