શિલ્પા શેટ્ટીએ સંજય બાબાની સાથે સુપર ડાન્સરના સ્ટેજ પર કર્યો અદભૂત ડાન્સ, જુઓ વાયરલ વીડિયો
શિલ્પા શેટ્ટીએ સંજય બાબાની સાથે સુપર ડાન્સરના સ્ટેજ પર કર્યો અદભૂત ડાન્સ, જુઓ વાયરલ વીડિયો
શિલ્પા શેટ્ટી અને સંજય દત્તએ સ્ટેજ પર કર્યો જોરદાર ડાન્સ, (તસવીર- @sonytvofficial/Instagram video grab)
વીડિયોમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સંજય દત્તની (Sanjay dutt)ની સાથે શાનદાર ડાન્સ કરતા અને ઠુમકાઓ મારતી જોવા મળી હતી. બંન્નેએ એક સાથે મુવીમાં પણ કામ કર્યું છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ડાન્સ રિયાલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 4' (Super Dancer Chapter 4) સાથે જજ તરીકે જોડાયેલી છે. રાજ કુન્દ્રાના કેસ બાદ તેણે થોડા સમય માટે શોમાંથી બ્રેક લીધો હતો. આ પછી, શિલ્પા ગયા મહિને સુપર ડાન્સર ચેપ્ટર 4માં જજ તરીકે પરત આવી. તે પહેલાની જેમ શોમાં ધમાલ મચાવતી જોવા મળે છે. તાજેતરમાં તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શિલ્પા સંજય દત્ત (Sanjay Dutt)સાથે સ્ટેજ પર ધૂમ મચાવી રહી છે.
સંજય દત્ત સ્પેશિયલ એપિસોડ આ શનિવાર અને રવિવારે 'સુપર ડાન્સર ચેપ્ટર 4' માં ટેલિકાસ્ટ થશે. શોના નિર્માતાઓએ સોની ટીવીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ગુરુવારે શોનો પ્રોમો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તમે શિલ્પા શેટ્ટીને સંજય દત્ત સાથે ડાન્સ કરતા જોઈ શકો છો. બંનેની જોડી પહેલા જ મોટા પડદા પર ધૂમ મચાવી ચૂકી છે. સ્ટેજ પર બંનેની ડાન્સ કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી છે. બંનેના ડાન્સને કારણે દર્શકો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે.
શોના સ્પર્ધકો સંચિત અને વર્તિકાએ 'આઈલા રે લાડકી મસ્ત મસ્ત' પર શાનદાર પ્રદર્શન કર્યો. સંજય દત્તને પણ આ બંનેનો ડાન્સ ખુબ જ ગમ્યો હતો. તેણે બંન્નેની જોરદાર પ્રશંસા કરી હતી. આ ગીત શિલ્પા શેટ્ટી અને સંજય દત્તની ફિલ્મ 'જંગ'નું છે. આ ગીતો સાંભળીને પ્રેક્ષકો તે જમાનાની ફિલ્મોની યાદો તાજી કરી રહ્યા છે.
શિલ્પા શેટ્ટી તેના પતિના કારણે જીવનના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે છેલ્લા કેટલાક સમયથી ટ્રોલર્સનું નિશાન બની હતી. તેના પતિ રાજ કુન્દ્રાને કારણે તેણે થોડા સમય માટે સોશિયલ મીડિયાથી પણ અંતર રાખ્યું હતું. ગણપતિ બાપ્પાને ઘરે લાવ્યા બાદ પણ તેને ટ્રોલ કરવામાં આવી હતી. કેટલાક લોકોએ તેને સોશિયલ મીડિયા પર પૂછ્યું, 'રાજ કુન્દ્રા ક્યારે આવી રહ્યા છે'.