છલકાયું શિલ્પાનું દર્દ- કારણ વગર જ ફિલ્મમાંથી કાઢી મૂકતા હતા પ્રોડ્યુસર

News18 Gujarati
Updated: May 20, 2019, 11:40 AM IST
છલકાયું શિલ્પાનું દર્દ- કારણ વગર જ ફિલ્મમાંથી કાઢી મૂકતા હતા પ્રોડ્યુસર
શિલ્પા શેટ્ટી

શિલ્પાએ તેના કરિયર દરમિયાન આવેલી મુશ્કેલીઓ અંગે ખુલીને વાત કરી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: હાલમાં જ Human Of Bombayએ શિલ્પા શેટ્ટીની કહાણી શેર કરી. જેમાં શિલ્પાએ તેના કરિયર દરમિયાન આવેલી મુશ્કેલીઓ અંગે ખુલીને વાત કરી. વર્ષ 1993માં આવેલી 'બાજીગર'થી ડેબ્યૂ કરનારી શિલ્પા 90ના દાયકાની ટોપ અભિનેત્રીઓમાંથી એક હતી. તેણે જણાવ્યું કે, બોલિવૂડ તેના જીવનમાં બાયચાન્સ આવ્યું. મેં મજાકમાં એક ફેશન શોમાં ભાગ લીધો હતો. હું એક ફોટોગ્રાફરને મળી હતી, તે મારી તસવીરો લેવા માગતો હતો. કન્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા મારા માટે આ મોટો ચાન્સ હતો. મને એટલી આશા નહોતી, પરંતુ તસવીર શાનદાર નીકળી. આ તસવીરોને લીધે મોડલિંગનો માર્ગ ખુલ્યો. ટૂંક સમયમાં મને મારી પહેલી ફિલ્મની ઓફર મળી. તે પછી મેં ક્યારેય પાછળ વળીને જોયું નથી. હું આગળ વધી રહી હતી.

શિલ્પાએ જણાવ્યું કે, સફર એટલું સરળ નથી હોતું. હું 17 વર્ષની હતી, જ્યારે મેં ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. મેં દુનિયા જોઇ નહોતી અને જીવનને પણ સમજ્યો નહોતો. સફળતા સાથે તમને જજ કરવા લાગે છે. દરેક નાની વસ્તુ પર ધ્યાન આપવામાં આવે છે. હું આના માટે તૈયાર નહોતી. હિંદી મારા માટે સૌથી મોટી સમસ્યા હતી. મને હિંદી બોલતાં આવડતું નહોતું અને કેમેરાની સામે જતાં ડર લાગતો હતો.

વર્ષ 2007માં આવેલી 'અપને' બાદ કોઇ ફિલ્મમાં નજરે ન પડેલી શિલ્પા કહે છે કે, એક એવો સમય આવી ગયો હતો જ્યારે મારી ફિલ્મ્સ ફ્લોપ થઇ રહી હતી. હું બહુ પ્રયાસ કરી રહી હતી, પરંતુ એવું લાગી રહ્યું હતું કે હું પાછળ છૂટી રહી છું. એક પળ ફેમ અને બીજી પળે ભુલાવી દેવું સરળ નથી હોતું. ઘણા પ્રોડ્યુસર એવા હતા જે કારણ વગર મને ફિલ્મમાંથી કાઢી રહ્યાં હતાં. લાગી રહ્યું હતું કે સમગ્ર દુનિયા મારી વિરુદ્ધ છે. પરંતુ મારે પ્રયાસ કરવાનો હતો.

આ પણ વાંચો: માઇકલ જેક્સનની બાયોપિક શા માટે કરવા માંગે છે ટાઇગર શ્રોફ, કર્યો ખુલાસો

તે કહે છે કે, કંઇક નવું કરવા માટે મેં 'બિગ બ્રધર' શોમાં ભાગ લીધો. આ શોએ સારી અસર છોડી. મારી સાથે ભારતીય હોવાને લીધે ભેદભાવ થયો. વંશીય ટિપ્પણીઓ કરવામાં આવી, પરંતુ હું હારી નહોતી શકતી. હું પ્રયાસ કરતી રહી. પોતાના માટે ઊભી રહી. મારા જીવનમાં ઘણા ઉતાર-ચડાવ રહ્યાં. જીવનમાં અમુક મુશ્કેલ સમય રહ્યો. પરંતુ અમુક કમાલની એચિવમેન્ટ પણ રહ્યું. મેં એચિવમેન્ટ્સની દરેક પળ એન્જોય કરી. તેણે મને બનાવી જે આજે હું છું. એક મજબૂત, આત્મનિર્ભર મહિલા, પ્રાઉડ એક્ટર, પત્ની અને માતા.
First published: May 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading