એન્ટરેઇનમેન્ટ ડેસ્ક: શિલ્પા શેટ્ટીનાં (Shilpa Shetty) પતિ રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra Pornography Case) 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા હજુ પણ જેલમાં છે. પોર્ન ફિલ્મો બનાવવા અને તેને પ્રસારિત કરવાનો આરોપ તેનાં પર છે. આ મામલે શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra Arrest) ધરપકડ થતા શિલ્પા શેટ્ટીએ ઘણી જ બદનામી સહન કરવી પડી છે. ત્યારે હવે શિલ્પાનાં નિકટનાં મિત્રોનું કહેવું છે કે, આ આખી ઘટનાથી આઘાતમાં રહેલી શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાથી અલગ રહેવાનું વિચારી રહી છે.
પોતાની કમાણીથી બાળકોને સાચવશે શિલ્પા વેબ પોર્ટલ કોઇમોઇનાં અહેવાલ પ્રમાણે, શિલ્પા શેટ્ટીના ખાસ નિકટના મિત્રોએ એક્ટ્રેસના અંગત જીવન અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક મિત્રે કહ્યું હતું કે રાજ કુંદ્રાની મુશ્કેલીઓનો અહીં જ સમાપ્ત થતી નથી. આ મુશ્કેલીઓ દિવસે દિવસે વધે તેમ છે. રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીમાં ફસાયેલો છે. એ વાત જાણીને શિલ્પા શેટ્ટી આઘાતમાં હતી. તેને નહોતી ખબર કે તેનાં બધા ડાયમંડ અને ડુપ્લેક્સ પોર્ન બિઝનેસમાંથી આવ્યાં છે. આ મિત્રનું ત્યાં સુધી કહેવું છે કે, શિલ્પા હવે પતિની સંપત્તિથી બાળકોને દૂર રાખવા માગે છે. તે કુંદ્રાની સંપત્તિને (Raj Kundra Net Worth) અડવાં પણ તૈયાર નથી. શિલ્પા રિયાલિટી શોમાં જજ બની અને તેનાં એન્ડોર્સમેન્ટથી પૂરતી કમાણી કરી શકે છે.
ફરી ફિલ્મોમાં કામ કરવાની છે ઇચ્છા વધુમાં શિલ્પા શેટ્ટીએ 'હંગામા 2' તથા 'નિકમ્મા' બાદ ફિલ્મમાં (Shilpa Shetty Movies)કામ કરવાની પોતાની ઈચ્છા જાહેર કરી છે. અનુરાગ બસુ તથા પ્રિયદર્શને શિલ્પાને તેમની ફિલ્મમાં રોલ આપવાનું વચન આપ્યું છે. રાજ કુંદ્રા હજુ પણ જેલમાં રહે તોપણ શિલ્પા શેટ્ટીને પોતાની લાઇફસ્ટાઇલ મેઇનટેન કરવી સહેજ પણ મુશ્કેલી પડે તેમ નથી. જોકે હજુ સુધી શિલ્પા શેટ્ટી તરફથી રાજ કુન્દ્રા કે તેનાંથી અલગ થવા મામલે કોઇ જ અધિકૃત સ્ટેટમેન્ટ આવ્યું નથી. હવે તે આવનારા દિવસોમાં જ માલૂમ થશે કે, શિલ્પા પતિ રાજ સાથે રહે છે કે પછી તેનાંથી અલગ થાય છે.
પોલીસ સામે જ રાજ સાથે ઝઘડી પડી હતી શિલ્પા શેટ્ટી ગત મહિને 19 જુલાઇનાં રોજ રાજ કુન્દ્રાની ધરપકડ થઇ હતી. જે બાદ 23 જુલાઈના રોજ જ્યારે ક્રાઇમ બ્રાંચ જુહુ સ્થિત શિલ્પાના ઘરે રાજ કુન્દ્રાને લઇને આવી હતી. ત્યાં રાજને ચાર દિવસ બાદ જોઇને અને પોર્નોગ્રાફીનો બિઝનેસ કરતો હોવાની વાત સામે આવતા જ એક્ટ્રેસ રાજને જોઈ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી અને પોલીસની હાજરીમાં જ તેની સાથે ઝઘડી પડી હતી. જોર જોરથી બૂમો પાડવા લાગી હતી. એટલું જ નહીં તે ધ્રુસકે ધ્રુસકે રડી પણ પડી હતી. તેણે રાજને જોઈને કહ્યું હતું કે આ કેસે પરિવારની બદનામી કરી નાખી છે, અનેક એન્ડોર્સમેન્ટ, બિઝનેસ ડીલ્સ કેન્સલ થઈ ગઈ છે. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ શિલ્પાને શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. થોડીવાર બાદ શિલ્પા શાંત થઈ હતી અને પછી તેણે પતિને સાથ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે રાજ પોર્ન કન્ટેન્ટ બનાવતો નથી. હોટશોટ્સ એપ સાથે તેને કંઈ જ લેવાદેવા નથી. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે પોર્ન તથા ઇરોટિક બંને અલગ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર