Home /News /entertainment /

RAJ KUNDRAની ધરપકડ બાદ પહેલી વખત બોલી SHILPA SHETTY- ગત કેટલાંક દિવસ મુશ્કેલી ભરેલા..

RAJ KUNDRAની ધરપકડ બાદ પહેલી વખત બોલી SHILPA SHETTY- ગત કેટલાંક દિવસ મુશ્કેલી ભરેલા..

રાજની ધરપકડ બાદ શિલ્પાનું પહેલું નિવેદન

શિલ્પા શેટ્ટીએ તેનાં નિવેદનમાં કહ્યું છે કે, 'હા, ગત કેટલાંક દિવસો મારા માટે ઘણાં મુશ્કેલી ભરેલાં છે. મારી ઉપર મીડિયા અને મારા શુભચિંતકો તરફથી ઘણાં આરોપો, અફવાઓ અને તોહમત લાગી છે. ઘણાં લોકો મને ટ્રોલ કરી રહ્યાં છે

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)એ પોર્ન ફિલ્મોથી જોડાયેલા કેસમાં નામ સામે આવ્યા બાદ પહેલી વખત તેના તરફથી કંઇક નિવેદન આવ્યું છે. શિલ્પાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે. શિલ્પાએ લખ્યું છે કે, ગત કેટલાંક દિવસો ઘણાં મુશ્કેલી ભરેલાં છે. પણ તેણે હજુ સુધી આ મામલે ચુપ્પી તોડી નથી. આપને જણાવી દઇએ કે, ગત મહિને રાજ કુન્દ્રાને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે અશ્લીલ ફિલ્મો બનાવવાનાં અને તેને કેટલાંક એપ પર પ્રકાશિત કરવાનાં કેસમાં ધરપકડ કરી છે. રાજ હાલમાં પોલીસ હિરાસતમાં છે.  શિલ્પા શેટ્ટીએ તેનાં નિવેદનમાં કહ્યું છે કે, 'હા, ગત કેટલાંક દિવસો મારા માટે ઘણાં મુશ્કેલી ભરેલાં છે. મારી ઉપર મીડિયા અને મારા શુભચિંતકો તરફથી ઘણાં આરોપો, અફવાઓ અને તોહમત લાગી છે. ઘણાં લોકો મને ટ્રોલ કરી રહ્યાં છે અને ગણાં લોકોને ન ફક્ત મારી ઉપર પણ મારા પરિવાર પર પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. મારું નિવેદન છે કે મે હજુ આની પર અત્યાર સુધીમાં કોઇ જ નિવેદન આપ્યું નથી.'

  આ પણ વાંચો- PHOTOS: બોલિવૂડને તે એક્ટ્રેસ વીશે જાણો, જેઓ તેમનાં પતિને કારણે થયા છે TROLL

  શિલ્પાએ વધુમાં કહ્યું કે, 'હું આગળ પણ આ કેસમાં કંઇપણ કહેવાથી દૂર રહેવાનું પસંદ કરીશ. હું આ મામલે કંઇપણ કહેવાની નથી. તેથી કૃપ્યા મારા તરફથી ખોટા નિવેદનબાજી આપવાનાં બંધ કરો. એક સેલિબ્રિટીનાં રૂપે મે 'ક્યારેય ફરિયાદ ન કરો, ક્યારેય સમજાવો' ની પોતાની ફઇલોસોફી અપાવતા એટલું જ કહેવાં ઇચ્છુ છુ કે, મને દેશની ન્યાયપાલિકા અને મુંબઇ પોલીસ દ્વારા થઇ રેહલી તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે. '

  'એક પરિવારનાં રૂપમાં અમે તમામ ઉપલબ્ધ કાયદાઓનો ઉપાયોનો સહારો લીધો છે. પણ અત્યાર સુધી હું આપનાંથી વિનમ્રતાપૂર્વક અનુરોધ કરી રહી છુ.. વિશેષ કરીને એક માતાનાં રૂપમાં.. મારા બાળકો ખાતર અમારી અંગતતાનું સન્માન કરો. અને આપ સૌને અનુરોધ છે કે, આપ કોઇપણ વાતની સત્યતાની પુષ્ટિ કર્યા વગર અડધી-અધુરી જાણકારી પર ટિપ્પણી કરતાં બચો.'

  આ પણ વાંચો- SHWETA TIWARI: થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળ્યો બોલ્ડ અવતાર, VIRAL PHOTOS

  'હું એક ગૌરવાન્વિત કાયદાનું પાલન કરનારો ભારતીય નાગરિક છુ અને ગત 29 વર્ષોથી એક મેહનતી પ્રોફેશનલ છું. લોકોએ મારા પર વિશ્વાસ મુક્યો છે. અને મે ક્યારેય પણ કોઇને નિરાશ નથી કર્યાં. તેથી સૌને મહત્વપૂર્ણ વાત, હું આપ સૌન અનુરોધ કરુ છુ કે, આ સમયે મારા પરિવાર અને અંગતતાનાં 'મારા અધિકાર'  નું સન્માન કરો. અમે મીડિયા ટ્રાયલ ડિઝર્વ નથી કરતાં. કૃપ્યા કાયદાને તેનું કામ કરવાં દો.  સત્યમેવ જયતે! સકારાત્મકતા અને કૃતજ્ઞતાની સાથે, શિલ્પા શેટ્ટી કુન્દ્રા'
  Published by:Margi Pandya
  First published:

  Tags: False news, Raj Kundra, Shilpa Shetty, Shilpa shetty on Raj Kundra

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन