મુંબઈ. અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ (Mumbai Crime Branch)એ ધરપકડ કરી લીધી છે. અશ્લીલ ફિલ્મો (Pornographically Films) બનાવી અને કેટલીક એપના માધ્યમથી પબ્લિશ કરવાના મામલામાં રાજ કુંદ્રાની ધરપકડ (Raj Kundra Arrested) કરવામાં આવી છે. આ વર્ષે ફે્બ્રુઆરીમાં તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમની પર અશ્લીલ વીડિયો રેકોર્ડ કરવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ મામલાની તપાસ શરૂ થઈ હતી. પ્રારંભિક તપાસમાં દોષી હોવાનું સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. તેની સાથે જ રાજ કુંદ્રાનું નામ હવે વધુ એક વિવાદ સાથે જોડાઈ ગયું છે. મૂળે, વિવાદો સાથે તેમનો જૂનો સંબંધ રહ્યો છે. ત્યાં સુધી કે સટ્ટાબાજીના કારણે આઇપીએલથી પણ આજીવન પ્રતિબંધ લાગેલો છે.
#WATCH | Actress Shilpa Shetty's husband & businessman Raj Kundra appeared before the Property Cell of Mumbai Police's Crime Branch, where he was arrested in a case relating to 'creation of pornographic films & publishing them through some apps' pic.twitter.com/mtlM4pYCc3
મૂળે, 2009માં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી મોરિશિયસની એક કંપનીની મદદથી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના માલિક બન્યા. આ ટીમે આઇપીએલ (IPL)નું પહેલું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. જૂન 2013માં આ ટીમને એ સમયે આંચકો લાગ્યો જ્યારે રાજ કુંદ્રાની સટ્ટાબાજીના આરોપમાં દિલ્હી પોલીસને ધરપકડ કરી લીધી. સ્પોટ ફિક્સિંગ મામલામાં તેમનું નામ ઘણું ઉછળ્યું હતું.
રાજસ્થાન રોયલ્સ ટીમના પણ કેટલાક ખેલાડીઓની આ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. ફાસ્ટ બોલર એસ. શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજિત ચંદેલા પણ પોલીસની પકડમાં આવી ગયા હતા. રાજ કુંદ્રાએ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેમણે સટ્ટાબાજી કરી હતી. ત્યારબાદ તેમની ટીમ પર બે વર્ષ સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જ્યારે 2015માં રાજ કુંદ્રા પર આઇપીએલમાં આજીવન પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર