SHILPA SHETTY નો પરિવાર થયો કોરોના ફ્રી, બંગલો કરાવ્યો સેનિટાઇઝ, VIDEO

SHILPA SHETTY નો પરિવાર થયો કોરોના ફ્રી, બંગલો કરાવ્યો સેનિટાઇઝ, VIDEO
શિલ્પા શેટ્ટીએ ઘર કરાવ્યું સેનિટાઇઝ

શિલ્પાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘર સેનિટાઇઝનો વીડિયો શેર કર્યો હતો. સાથે જ તેણે લખ્યું હતું કે, 'સેનિટાઇઝેન પોસ્ટ કોવિડ રિકવરી.' વીડિયોમાં PPE કિટમાં બે વ્યક્તિ નજર આવે છે. તો ઘરને સેનિટાઇઝ કરી રહ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની સુંદર એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ગત કેટલાંક દિવસોથી ખરાબ સમયમાંથી પસાર થઇ હતી. તેનો આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો હતો. અહીં સુધી કે તેની સવા વર્ષની દીકરી શમિષા અને 9 વર્ષનો દીકરો વિયાન પણ વાયરસનો શિકાર થયો હતો.

    શિલ્પાએ થોડા સમય પહેલાં જ સોશિયલ મીડિયા પર આ વાતની માહિતી આપી હતી તેનાં સીવાય બાકી આખો પરિવાર કોરોના સંક્રમિત થયો હતો. જોકે એક્ટ્રેસનો આખો પરિવાર હવે સ્વસ્થ છે. એવામાં એક્ટ્રેસે શનિવારે તેનો આખો બંગલો સેનિટાઇઝ કરાવ્યો છે. જેનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે.





    શિલ્પાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘર સેનિટાઇઝનો વીડિયો શેર કર્યો હતો. સાથે જ તેણે લખ્યું હતું કે, 'સેનિટાઇઝેન પોસ્ટ કોવિડ રિકવરી.' વીડિયોમાં PPE કિટમાં બે વ્યક્તિ નજર આવે છે. તો ઘરને સેનિટાઇઝ કરી રહ્યો છે. હાલમાં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ દિવસ ઉજવ્યો હતો. જોકે દર વખતની જેમ આ વર્ષે વિયાનનાં જન્મ દિવસે શાનદાર બર્થ ડે પાર્ટી ન હતી.




    કોરોના વાયરસને કારણે એક્ટ્રેસે દીકરાનાં જન્મ દિવસ પરિવાર સાથે જ ઉજવ્યો હતો. આ ખાસ સમયે શિલ્પા અને રાજે દીકરાને ખાસ ગિફ્ટમાં બ્લેક કલરનું ફરી ડોગ આપ્યું હતું. આ શાનદાર ગિફ્ટ મળવા પર વિયાનનું રિએક્શન જોવા લાયક હતું. આ વીડિયો શેર કરતાં એક્ટ્રેસે લખ્યું, 'વિયાન ઘણાં સમયથી અમારી પાસે નવાં પેટની માંગણી કરતો હતો. અમે તેને કહ્યું હતું કે, તે 10 વર્ષનો થશે ત્યારે તેને નવું પેટ અપાવીશું. પણ તેણે એક વર્ષ પહેલાં જ આ મેળવી લીધુ છે.'
    Published by:Margi Pandya
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ