Home /News /entertainment /Shilpa Shetty: શું તમે જોઈ છે અભિનેત્રીની નવી મર્સિડીઝ કાર ! જોઈને તમે પણ કહેશો - વાહ!

Shilpa Shetty: શું તમે જોઈ છે અભિનેત્રીની નવી મર્સિડીઝ કાર ! જોઈને તમે પણ કહેશો - વાહ!

શિલ્પાની નવી કારની કિંમત 2.28 કરોડ રૂપિયા

Shilpa Shetty Spotted New Mercedes AMG G63 SUV: શિલ્પા શેટ્ટી તાજેતરમાં લક્ઝરી કાર Mercedes-AMG G63માં જોવા મળી હતી. તેમની આ કારની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ જણાવવામાં આવી રહી છે. જાણો વિગત… આ દિવસોમાં શિલ્પા શેટ્ટી ફરી એકવાર પોતાની નવી લક્ઝરી કાર Mercedes-AMG G63ને લઈને ચર્ચામાં છે.

વધુ જુઓ ...
    Shilpa Shetty's New Car: શિલ્પા શેટ્ટી બોલિવૂડની સૌથી ચર્ચિત અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે અવારનવાર છવાયેલી રહે છે. આ દિવસોમાં શિલ્પા શેટ્ટી ફરી એકવાર પોતાની નવી લક્ઝરી કાર Mercedes-AMG G63ને લઈને ચર્ચામાં છે.

    હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી Mercedes-AMG G63 SUVમાં જોવા મળી હતી. રિપોર્ટ્સ અનુસાર, આ SUV કારની કિંમત લગભગ 2.28 કરોડ રૂપિયા છે. આ કાર વાસ્તવમાં શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની હોવાની ચર્ચા થાય છે.

    સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ રોઝ ગોલ્ડ રંગની મર્સિડીઝ-એએમજી જી63માં જતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ શિલ્પા શેટ્ટીએ પોતાની નવી લક્ઝરી વેનિટી વેનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વેનિટી વેન શિલ્પા શેટ્ટીએ તેના જન્મદિવસ પર ખરીદી હતી.

    આ પણ વાંચો: 25 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે રાજુ શ્રીવાસ્તવ માટે પ્રાર્થના સભા, દિલ્હીથી આજે પરત ફરશે તેમના પત્ની

    શિલ્પા શેટ્ટી રિયલ લાઈફમાં જેટલી એક્ટિવ છે એટલી જ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. તે તેના ફેન્સને તેના જીવન વિશે અપડેટ કરતી રહે છે. પછી તે તેમના ઘરનું કોઈ ફંક્શન હોય કે પછી તેમના દ્વારા ખરીદેલી કોઈ નવી વસ્તુ હોય.

    શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં જોવા મળશે OTT પ્લેટફોર્મ પર

    શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં OTT ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે દિગ્દર્શક રોહિત શેટ્ટીની સીરિઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં જોવા મળશે. આ સિરીઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

    તમને જણાવી દઈએ કે, આ સિરીઝના શૂટિંગ દરમિયાન શિલ્પા શેટ્ટીના પગમાં ફ્રેક્ચર થયું હતું. શિલ્પાએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ અંગેનો એક ફોટો શેર કર્યો છે. તે ફોટાના કેપ્શનમાં, તેણીએ લખ્યું કે "6 અઠવાડિયા માટે આરામ કરીશ, પરંતુ હું જલ્દીથી વધુ મજબૂત અને સ્વસ્થ થઈશ, દુઆ મેં યાદ રખના, પ્રાર્થના હંમેશા કામ કરે છે.”
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Bollywood actor, Bollywood News in Gujarati, Raj kundra and shilpa shetty, Shilpa Shetty, બોલીવુડ

    विज्ञापन
    विज्ञापन