Home /News /entertainment /Raj kundra case: મીડિયા પર ભડકી શિલ્પા શેટ્ટી, બોમ્બે હાઇકોર્ટમાં 29 લોકો વિરુદ્ધ કર્યો કેસ
Raj kundra case: મીડિયા પર ભડકી શિલ્પા શેટ્ટી, બોમ્બે હાઇકોર્ટમાં 29 લોકો વિરુદ્ધ કર્યો કેસ
(Instagram @rajkundra9)
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ 29 મીડિયા કર્મીઓ અને મીડિયા ઘર વિરુદ્ધ પોર્નોગ્રાફી કેસમાં 'ખોટી રિપોર્ટિગ' કરવાં અને તેમની છબી ખાબ કરવાં' માટે મુંબઇ હાઇકોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કર્યો છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)એ 29 મીડિયા કર્મીઓ અને મીડિયા હાઉસ વિરુદ્ધ પોર્નોગ્રાફી કેસમાં 'ખોટી રિપોર્ટિંગ કરવાં અને તેમની છબિ ખરાબ કરવાં' માટે બોમ્બે હાઇકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. જમાં તેનો પતિ રાજ કુન્દ્રા આરોપી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ આ કેસની સુનાવણી કાલે થશે.
આપને જણાવી દઇએ કે, ક્રાઇમ બ્રાન્ચની ટીમે અશ્લીલ પિલ્મ બનાવવા અને તેને એપ્સનાં માધ્યમથી પ્રસારિત કરવાનાં કેસમાં સોમવારે (19 જુલાઇ)ની રાત્રે રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે ઘણી જ સ્ફૂર્તિથી તપાસમાં લાગેલી છે. રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસ (Raj Kundra Pornography case)માં મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત નવાં નવાં ખુલાસા કરી રહી છે. તો 27 જુલાઇનાં રાજ કુન્દ્રા (Raj Kundra)ને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં જેલ મોકલવામાં આવ્યો છે.
Printshot Twitter
હાલમાં જ ન્યૂઝ એજન્સી ANI દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે, મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે, પોર્નો ગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીને હજુ સુધી ક્લિન ચિટ મળી નથી. તમામ સંભાવના અને એંગલની તપાસ ચાલુ છે. ફોરેન્સિક એડિટર નિયુક્ત કરવામાં આવ્યાં છે. અને તે આ કેસમાં તમામ ખાતાની લેણદેણની તપાસ કરી રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર