શિલ્પા શેટ્ટીની સગી બહેન Bigg Bossમાં જતા 'Super Dancer'ના શેટ પર મળી નવી બહેન

તસવીર- Instagram/sonytvofficial

રાજ કુન્દ્રા વિવાદ (Raj Kundra Controversy) વચ્ચે શિલ્પા શેટ્ટી શો(Shilpa Shetty) 'સુપર ડાન્સર ચેપ્ટર 4' (Super Dancer Chapter 4)ના સેટ પર પરત ફરી છે. તે રક્ષાબંધન(Raksha Bandhan)ના ખાસ એપિસોડમાં જોવા મળી હતી.

  • Share this:
    નવી દિલ્હી: જીવનની મુશ્કેલીઓ વચ્ચે શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)એ આગળ વધવાનો નિર્ણય કર્યો છે. પતિ રાજ કુન્દ્રા(Raj Kundra)ની ધરપકડ બાદ તે ખૂબ જ પરેશાન હતી. હવે તેણે પોતાની રીતે મુશ્કેલીઓનો સામનો કરવાનો નિર્ણય કર્યો છે. તે ખુશીની વાત છે કે તે ફરીથી 'સુપર ડાન્સર ચેપ્ટર 4' (Super Dancer Chapter 4) માં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે. 22 ઓગસ્ટના આજના એપિસોડમાં ગીતા કપૂરે (Geeta Kapoor)તેને એક ખાસ સરપ્રાઈઝ પણ આપી છે.

    શોમાં દરેક વ્યક્તિ તેના ચહેરા પર સ્મિત લાવવા માટે સખત પ્રયાસ કરતી જોવા મળી હતી. સોની ટીવીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ગીતા કપૂરની સ્ટાઇલ ખાસ દેખાય છે. તેણે શોના હોસ્ટ અને તેના ભાઈ પરિતોષને રાખડી બાંધી હતી. તેમણે કહ્યું કે, આપણે રક્ષાબંધન પર ભાઈઓને જ રાખડી કેમ બાંધીએ. શિલ્પાએ પણ મને દરેક મુશ્કેલીમાં મદદ કરી છે. મને ઘણી રીતે પ્રેરણા આપી છે. છેલ્લા 3 વર્ષમાં મારો અને તમારો સંબંધ વધ્યો છે અને ચોથી સિઝનમાં તેની પુષ્ટિ થઈ છે. હું તેને થોડી વધુ મજબૂત બનાવવા માંગુ છું.






    ગીતા કપૂરની વાત સાંભળીને દરેક ભાવુક થઈ ગયા. શિલ્પા શેટ્ટીની પણ આંખોમાં આંસુ હતાં. વીડિયોમાં ગીતા માતા શિલ્પાને ઇશારા સાથે સ્ટેજ પર આવવાનું કહે છે. બંને સ્ટેજ પર એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. પહેલા ગીતાએ શિલ્પાના કાંડા પર રાખડી બાંધી, પછી શિલ્પાએ તેના કાંડા પર રાખડી બાંધી અને કહ્યું, 'ગીતા જાણે છે કે હું ક્યારેય તેનો સાથ નહીં છોડું અને તે બોલે કે ના બોલે, તે ક્યારેય મારો સાથ નહીં છોડે.'
    Published by:kuldipsinh barot
    First published: