દીકરી શમીષા માટે ગીત ગાતો નજર આવ્યો શિલ્પાનો પતિ રાજ કુન્દ્રા, જુઓ VIDEO

દીકરી શમીષા માટે ગીત ગાતો નજર આવ્યો શિલ્પાનો પતિ રાજ કુન્દ્રા

સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીએ તેની દીકરી શમીષા અને પતિ રાજ કુન્દ્રાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં આપ જોઇ શકો છો કે, જેમ રાજ કુન્દ્રા ગાય છે તેની સામે શમીષા પણ જવાબ આપે છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વર્ષ 2021ની શરૂઆત થઇ ગઇ છે. સૌ કોઇ પોત પોતાની રીતે આ નવ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા અને સમગ્ર શેટ્ટી અને કુન્દ્રા પરિવારની સાથે ગોવામાં વેકેશન મનાવી રહી છે. આ સમયે શિલ્પા તેનાં પરિવારની સાથે છે અને દીકરી સમીશા અને પતિ રાજ કુન્દ્રાનો એક વીડિયો શેર કર્યો છે.

  આ વીડિયોમાં સમીશા તેની રીતે કંઇ ગાતી નજર આવે છે. વીડિયોનો સૌથી મજેદાર પાર્ટ છે કે તેમાં શમીષાની સાથે સાથે રાજ કુન્દ્રા પણ ગાય છે. પણ દીકરીને પિતા રાજનું ગાવું પસંદ નથી આવતું. અને તે રાજ પર ગુસ્સે થઇ જાય છે. વીડિયો શેર કરતાં લખ્યુ છે કે, 2021માં સિંગિંગ, હેપ્પી ન્યૂયર.. મારી રાજકુમારી.. જીવન અને પરી સમીષા શેટ્ટી કુન્દ્રા..અને શમીષાને તેનાં પિતાનું સિંગિંગ ગમ્યું નથઈ. રાજનો આ વીડિયો ફેન્સને ખુબજ પસંદ આવ્યો છે.
  એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને રાજ ગોવામાં તેનાં પરિવારની સાથએ મસ્તી કરી રહ્યાં છે. શિલ્પાએ સંપૂર્ણ પરિવારની સાથે ક્રિસમસની ઉજવણી કરી છે અને સંપૂર્ણ પરિવારની સાથે 2021નું સ્વાગત કરી રહ્યાં છે.

  આપને જણાવી દઇએ કે, 2020માં શિલ્પા શેટ્ટીએ સરોગસીથી શમીષાને જન્મ આપ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શિલ્પા બોલિવૂડમાં કમબેક કરવા તૈયાર છે. તે ટૂંક સમયમાં હંગામા 2 અને નિકમ્મામાં નજર આવશે.
  Published by:Margi Pandya
  First published: