Home /News /entertainment /Happy Birthday Shilpa Shetty: શિલ્પાના ઓલ ટાઇમ બેસ્ટ ગીતો આજે પણ ચાહકોનું મોહે છે મન
Happy Birthday Shilpa Shetty: શિલ્પાના ઓલ ટાઇમ બેસ્ટ ગીતો આજે પણ ચાહકોનું મોહે છે મન
શિલ્પાના ઓલ ટાઇમ બેસ્ટ ગીતો આજે પણ ચાહકોનું મોહે છે મન, આ રહ્યું લિસ્ટ
Shilpa Shetty એ 1993માં આવેલી ફિલ્મ બાઝીગર(bazigar)થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 1994માં તેણે અક્ષય કુમાર સાથે ફિલ્મ મૈં ખિલાડી તૂ અનાડીમાં કામ કર્યું હતું, જે સુપરહિટ (SUPERHIT) રહી હતી. એક્ટિંગની સાથે સાથે તેણે પોતાની ફિટનેસ, હેલ્થ અને યોગા માટે પણ દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી છે.
Shilpa Shetty Birthday: બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને લાખો દિલોની ધડકન શિલ્પા શેટ્ટીનો આજે જન્મદિવસ (SHILPA SHETTY BIRTHDAY) છે. તેનો જન્મ 1975માં આજના દિવસે થયો હતો. 47 વર્ષની થઇ ચૂકેલી શિલ્પા શેટ્ટીએ શોબિઝમાં લિમ્કાની કમર્શિયલ જાહેરાતથી કારકિર્દી (SHILPA SHETTY CAREER)ની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેણે 1993માં આવેલી ફિલ્મ બાઝીગર(bazigar)થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 1994માં તેણે અક્ષય કુમાર સાથે ફિલ્મ મૈં ખિલાડી તૂ અનાડીમાં કામ કર્યું હતું, જે સુપરહિટ (SUPERHIT) રહી હતી. એક્ટિંગની સાથે સાથે તેણે પોતાની ફિટનેસ, હેલ્થ અને યોગા માટે પણ દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી છે. તે તેના ડાન્સ માટે પણ ખૂબ ખ્યાતનામ છે. આજે અહીં શિલ્પાના કેટલાક સુપર હિટ ગીતો અંગે જાણકારી આપવામાં આવી છે.
કરણ જોહરની દોસ્તાના ફિલ્મના ઓપનિંગ ક્રેડિટના આ ગીતમાં શિલ્પાનો ડાન્સ યાદગાર બની ગયો હતો. ઓપનિંગ ક્રેડિટમાં હોવા છતાં તેણે સ્પોટલાઇટ થોડી પણ ઝાંખી થવા દીધી ન હતી. શિલ્પાની હોટનેસ અને ફિટનેસ જોઈને ચાહકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેનો મોહક દેખાવ અને આકર્ષક ચાલ હજી લોકોને આકર્ષે છે.
મૈં આયી હૂં યુપી બિહાર લૂટને (શૂલ) - 1999
આ ગીત ભારતમાં કોઈ વ્યક્તિએ ન સાંભળ્યું હોય તે માનવું ખૂબ જ મુશ્કેલ છે. અનેક લોકોને આજે પણ આ ગીત ખૂબ ગમે છે. ફૂટટેપીંગ સંગીત આ ગીતની વિશેષતા હતી, પરંતુ શિલ્પાએ તેના ડાન્સથી લોકોને મોહી લીધા હતા. શિલ્પા શેટ્ટીના ચાહક ન હોય તેને પણ વર્ષો પહેલાનું આ ગીત ગમે છે.
આઈલા રે લડકી મસ્ત મસ્ત (જંગ) - 2000
શિલ્પા શેટ્ટીએ આ ગીતમાં પોતાના દમદાર ચાર્મ પાથર્યો હતો, જેના કારણે સુપર-ગ્લેમરસ સોંગ ખૂબ લોકપ્રિય બન્યું હતું અને ક્લબની જાન હતું. આ ગીતમાં શિલ્પાની સાથે અભિનેતા સંજય દત્ત જોવા મળ્યો હતો. તેમની કેમિસ્ટ્રીએ દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું અને તેના આકર્ષક લિરિકસે ગીતની લોકપ્રિયતામાં વધારો કર્યો હતો.
બરસ જા (ફરેબ) - 2005
શિલ્પા શેટ્ટીએ આ ગીતમાં પહેલીવાર તેની નાની બહેન શમિતા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ કમાલ દેખાડી શકી નહોતી, પરંતુ બહેનોની જોડીએ પોતાના ડાન્સ મૂવ્સ અને ગ્લેમરસ અવતારથી સ્ક્રીન પર આગ લગાવી દીધી હતી.
શિલ્પા શેટ્ટીના આ ગીતની ભરપૂર વખાણ થયા હતા. શિલ્પા અને અક્ષયની જોડીએ ચાહકોના દિલ જીતી લીધા હતા. ગીતમાં શિલ્પાએ જીવ રેડી દીધો હતો તેમ કહી શકાય. બંનેના હૂક સ્ટેપ્સ અને તેમની કેમેસ્ટ્રીએ ગીતને હિટ બનાવ્યું હતું. આ ગીત બહોળા પ્રમાણમાં લોકપ્રિય બન્યું હતું.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર