શિલ્પાએ પાડોશણને કોરોના થયો હોવાની જાણ કર્યા બાદ પતિ રાજ કુન્દ્રાના થયા આવા હાલ!

રાજ કુન્દ્રા, શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)નો એક ટિકટોક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 • Share this:
  મુંબઈ : કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને આજકાલ આખા દેશમાં લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. લૉકડાઉન દરમિયાન અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ખૂબ ચર્ચામાં છે. શિલ્પા સોશિયલ મીડિયા (Social Media)માં ખૂબ જ સક્રિય છે. તેણી અવારનવાર પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) સાથે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી રહે છે. શિલ્પા શેટ્ટીના ટિકટોક વીડિયો ખૂબ જ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. કારણ કે શિલ્પાને વીડિયો ધમાકેદાર હોય છે. તાજેતરમાં શિલ્પાએ આવો જ એક વીડિયો શેર કર્યો છે.

  હકીકતમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રાને કોરોના વાયરસ અંગે જાણકારી આપી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શિલ્પા શેટ્ટી કોઈ સાથે ફોન પર વાત કરી રહી છે. આ દરમિયાન તેણી તેના પતિ રાજ કુન્દ્રાને કહે છે કે આપણી પાડોશનને કોરોના થઈ ગયો છે. શિલ્પા કહે છે, "સાંભળો, તમને ખબર છે કે આપણી પડોશણને કોરોના થઈ ગયો છે." આ વાત સાંભળીને રાજ કુન્દ્રાની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તે તાત્કાલિક દોડીને વૉશરૂમમાં જઈને હાથ ધોવા લાગે છે અને મોઢું સાફ કરવા લાગે છે.

  આ પણ વાંચો : આંખથી શરીરમાં પ્રવેશી રહ્યો છે કોરોના, સાર્સથી 100 ગણો વધારે ચેપી

  શિલ્પા અને રાજનો આ અનોખો અંદાજ લોકોને ખૂબ પસંદ પડ્યો છે. આ જ કારણ છે કે શિલ્પા અને રાજ કુન્દ્રાનો આ ટિકટોક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગત દિવસોમાં શિલ્પાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે આલુ પરોઠા અંગે ફરિયાદ કરવા પર પતિનો જોરદાર ક્લાક લે છે.


  નોંધનીય છે કે શિલ્પા શેટ્ટી અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ રમૂજી ટિકટોક વીડિયો શેર કરતી રહે છે. શિલ્પાનો મોર્ડન મહાભારતવાળો વીડિયો પણ લોકોને ખૂબ પસંદ પડ્યો હતો. આ વીડિયોમાં શિલ્પા પતિ સાથે યુદ્ધ કરતી નજરે પડે છે. શિલ્પાને ટિકટોક વીડિયોમાં તેનો દીકરો પણ અનેક વખત નજરે પડે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: