Home /News /entertainment /રાજ કુન્દ્રાને બચાવવાં શિલ્પાનાં બોડીગાર્ડે કારની આગળ દોડીને ભીડ ભેગી થતી અટકાવી, VIDEO જોઇ લોકોએ કરી સલામ
રાજ કુન્દ્રાને બચાવવાં શિલ્પાનાં બોડીગાર્ડે કારની આગળ દોડીને ભીડ ભેગી થતી અટકાવી, VIDEO જોઇ લોકોએ કરી સલામ
રાજ કુન્દ્ર અને શિલ્પાનો બોડીગાર્ડ ચર્ચામાં
રાજ કુંદ્રા જેલમાંથી (Raj Kundra Bail)બહાર આવતા જ તેને જોવા માટે તેનાં ફોટા અને વીડિયો લેવા માટે જનતા અને મીડિયાવાળાની ભીડ ઊમટી પડી હતી. ભાયખલા જેલથી રાજ કુંદ્રા (Raj Kundra Latest News)બહાર આવ્યો ત્યારે માથે તિલક તથા સફેદ દાઢીમાં જોવા મળ્યો હતો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રાજ કુંદ્રાનો પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra Pornography Case) બે મહિના બાદ 21 સપ્ટેમ્બરના રોજ જામીન પર ઘરે પરત ફર્યો હતો. રાજ કુંદ્રા જેલમાંથી (Raj Kundra Bail)બહાર આવતા જ તેને જોવા માટે તેનાં ફોટા અને વીડિયો લેવા માટે જનતા અને મીડિયાવાળાની ભીડ ઊમટી પડી હતી. ભાયખલા જેલથી રાજ કુંદ્રા (Raj Kundra Latest News)બહાર આવ્યો ત્યારે માથે તિલક તથા સફેદ દાઢીમાં જોવા મળ્યો હતો.
રાજ કુંદ્રા પોતાની મર્સિડીઝ કારમાં ઘરે આવ્યો હતો. જ્યારે જુહુ સ્થિત બંગલાની નજીક કાર આવી ત્યારે બૉડીગાર્ડ રવિ કારની આગળ દોડતો જોવા મળ્યો હતો. રાજ કુંદ્રા બે મહિને જેલમાંથી આવ્યો હોવાથી રાજની કારનો પીછો મીડિયા તથા અન્ય લોકો કરતા હતા. રવિ રસ્તો ક્લિયર કરાવવા માટે કારની આગળ દોડ્યો હતો. બૉડીગાર્ડનો કાર આગળ દોડતો અને ભીડ ભેગી ન થાય તે માટે રસ્તો ક્લિઅર કરતો હતો. આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સ બોડીગાર્ડ રવિનાં વખાણ કરી રહ્યાં છે. એક યુઝરે કહ્યું હતું, 'આ વફાદારી છે. આ જ સચ્ચાઈ છે. આવા લોકો માંડ માંડ મળે છે.' અન્ય એકે કહ્યું હતું, 'આવી વફાદારી મળવી મુશ્કેલ છે. આને સંભાળીને રાખો.' અનેક યુઝર્સ રવિની વફાદારી તથા લગન જોઈને ખુશ થઇ ગયા હતાં. એક યુઝરે કહ્યું હતું, 'આ વીડિયો જોઈને ઇમોશનલ થઈ ગયો. આ બતાવે છે કે પોતાના કામને પૈસા કરતાં વધારે માન આપો.'
તો આ વીડિયો પર કેટલીક ફની કમેન્ટ્સ પણ હતી.. એક યુઝરે લખ્યું હતું કે, અરે મને લાગ્યું કે, રાજ કુન્દ્રા જ દોડીને આવી રહ્યો છે. તો અન્ય એકે લખ્યું છે કે, માલિક ઘરે આવે છે તો કામનું ડેડિકેશન બતાવવું પડશે ને.. તો જ તો પ્રમોશન અને બોનસ મળશે.
શિલ્પાના પિતાનું અવસાન થતાં રવિ રડી પડ્યો હતો- રવિનો એક જુનો વીડિયો અને ફોટો પણ વાયરલ થયો હતો. જે વર્ષ 2016નો હતો. જ્યારે શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટીનું અવસાન થતું ત્યારે રવિની આંખો ભીંજાઈ ગઈ હતી. એ સમયે રવિ એક્ટ્રેસ શિલ્પાની માતા સુનંદા સાથે જોવા મળ્યો હતો.