Home /News /entertainment /શિલ્પા શેટ્ટી અને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર, ડાન્સ જોઈ ફેન્સે કહ્યું- 'એક ફ્રેમ બે ક્વીન'
શિલ્પા શેટ્ટી અને જેકલીન ફર્નાન્ડીઝ વચ્ચે થઈ જબરદસ્ત ટક્કર, ડાન્સ જોઈ ફેન્સે કહ્યું- 'એક ફ્રેમ બે ક્વીન'
શિલ્પા શેટ્ટી જેકલિન ફર્નાન્ડીઝ ડાન્સ વીડિયો
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) ના વીડિયોના ફેન્સ વખાણ કરી રહ્યા છે. કોઈને જેકલીનનો તો કોઈને શિલ્પાનો ડાન્સ ગમ્યો અને કોમેન્ટ્સ કરી.
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને જેકલીન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) ત્યારથી ચર્ચામાં છે, જ્યારથી શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર શેર કરેલ બા બા બેન ડાન્સ ચેલેન્જમાં ભાગ લઈ પોતાનો અને જેકલીન ફર્નાન્ડીઝનો એક વીડિયો શેર કર્યો છે. તેણે વીડિયો ત્યારે રેકોર્ડ કર્યો હતો, જ્યારે જેકલીન તેના નવા ટોક શો 'શેપ ઓફ યુ'માં શિલ્પા સાથે ગેસ્ટ તરીકે જોડાઈ. આ શો ટૂંક સમયમાં 'ફિલ્મી મિર્ચી' ની યુટ્યુબ ચેનલ પર શરૂ થશે.
શિલ્પાએ જેકલીન સાથે શૂટ થયેલો એક BTS વીડિયો શેર કર્યો છે, જેમાં તે 'બા બા બેન' ગીત પર ડાન્સ ચેલેન્જ આપવાનો પ્રયાસ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ રીલમાં, શિલ્પાએ વિવિધરંગી ડેનિમ જમ્પસૂટ અને કાળા સેન્ડલ પહેર્યા છે, જ્યારે જેકલીને વાદળી ડ્રેસ પહેર્યો છે.
જેક્લિને ઈન્સ્ટાગ્રામ પર પણ વીડિયો શેર કર્યો છે
શિલ્પાએ પોસ્ટને કેપ્શન આપ્યું, 'મજાક' કરી રહ્યા છીએ. આ વીડિયો જેકલીને પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફીડ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, આને સ્કર્ટ પહેરી કરવાનું ખુબ મુશ્કેલ હતુ. શિલ્પા અને જેકલીનના વીડિયોના ફેન્સ વખાણ કરી રહ્યા છે. સિંગર બાદશાહ પણ તેના વખાણ કરી રહ્યા છે. સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ અમિત ઠાકુરે મજાકમાં કહ્યું, 'મોન્કી.'
શિલ્પાના વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી, 'ખૂબ જ સુંદર.' અન્ય યુઝરે લખ્યું, 'એક ફ્રેમમાં બે રાણીઓ.' કોઈને જેકલીનનો ડાન્સ ગમ્યો તો કોઈને શિલ્પાનો. શિલ્પાના નવો પ્રોગ્રામ વેલનેસ થીમ પર આધારિત ચેટ શો છે, જેમાં સેલિબ્રિટીઓ તેમના માનસિક અને શારીરિક ફેરફારો વિશે ખુલીને વાત કરશે. જેકલીન સિવાય બાદશાહ, શહનાઝ ગિલ, મસાબા ગુપ્તા અને જોન અબ્રાહમ પણ આ શોમાં દેખાઈ શકે છે.
શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ડેબ્યુ ટોક શો વિશે માહિતી આપી હતી. તેણે પોતાની એક ટૂંકી ક્લિપ પોસ્ટ કરીને જીવનમાં ફિટનેસના મહત્વ પર પોતાના વિચારો શેર કર્યા. તેણે લખ્યું, 'હું માનું છું કે દરેક દિવસ ઉજવણી માટે ઘણા કારણો લઈને આવે છે. ત્યાં એક વસ્તુ છે જે આ ઉજવણીને પૂરક બનાવે છે - આરોગ્ય અને સુખાકારીની ભેટ...”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર