Home /News /entertainment /'તેણે મારી ગરદનને જીભ વડે ચાંટી અને લોકો...' પોતાની સાથે થયેલી ગંદી હરકત પર એક્ટ્રેસનો ગુસ્સો ફાટ્યો
'તેણે મારી ગરદનને જીભ વડે ચાંટી અને લોકો...' પોતાની સાથે થયેલી ગંદી હરકત પર એક્ટ્રેસનો ગુસ્સો ફાટ્યો
Photo- @thesherylleeralph
Sheryl Lee Ralph એ પોતાની સાથે બનેલી ઘટનાનો ખૂબ જ શરમજનક ઘટનાનો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે જણાવ્યું કે કેવી રીતે એક પ્રખ્યાત ન્યાયાધિશે તેની સાથે જાતિય સતામણી કરી હતી
નવી દિલ્હીઃ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઈન્ડસ્ટ્રીનું એક કડવું સત્ય છે. પછી ભલે વાત બોલિવૂડની હોય કે હોલિવૂડની. અત્યાર સુધી ઘણી એવી એક્ટ્રેસે તેને લઈને ખુલીને પોતાનો અવાજ ઉઠાવ્યો છે. વળી, હવે આ લિસ્ટમાં હોલિવૂડ એક્ટ્રેસ શેરિલ લી રાલ્ફનું નામ પણ સામેલ થઈ ગયું છે. શેરિલ લી એ હાલમાં જ પોતાની સાથે ઘટેલી એક એવી ઘટનાનો ખુલાસો કર્યો છે જેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા છે.
શું છે સંપૂર્ણ વિગત?
હકીકતમાં, એક્ટ્રેસ હાલમાં જ એક પોડકાસ્ટ પ્રોગ્રામનો ભાગ બનવા પહોંચી હતી. અહીં તેણીએ ખુલાસો કર્યો કરતાં જણાવ્યુ કે કેવી રીતે એક પ્રખ્યાત ટીવી જજે તેની સાથે જાતીય સતામણી કરી. એક્ટ્રેસે કહ્યુ, 'નેટવર્કના એગ્ઝીક્યૂટિવને પણ આ વિશે જાણકારી આપી હતી, પરંતુ તે ચુપ રહ્યા. ત્યાં સુધી કે કોઈ જ કશું ના બોલ્યું બસ એટલે કેમકે ખોટી ઈમેજ ના બને.'
રાલ્ફે જણાવ્યું, 'હું એક પબ્લિક પ્લેસ પર હતી. અહીં એક ટેલિવિઝન શોનું શૂટ કરી રહી હતી. ત્યારે તે પ્રખ્યાત જજ મારી સામે ચાલીને આવ્યો અને મને ગળાની પાછળથી પકડી લીધી. મેં ગભરાઈને પાછળ જોયું તો તેની પોતાની ગંદી જીભ મારી ગરદન પર હતી. અમે બંને એક જ નેટવર્ક માટે કામ કરી રહ્યા હતાં. ત્યાં તમામ લોકો મારી સાથે એવું થતા જોઈ રહ્યા પરંતુ કોઈ કશું બોલ્યુ નહીં. બધા ઉભા-ઉભા તમાશો જોતા રહ્યા.'
રાલ્ફે કહ્યુ, 'હું તે સમયે ચુપ રહી કારણકે ત્યારે મારા અંદર એટલી હિંમત નહતી. આજે જ્યારે હું આ જગ્યાએ પહોંચી છું તો હું તેને લઈને વાત કરી રહી છું.' જોકે, એક્ટ્રેસે તેની સાથે આ પ્રકારની હરકત કરનારનું નામ લેવાની ના પાડી દીધી હતી.
શેરિલ લી રાલ્ફે કહ્યુ, 'આજે આ વાત જણાવવાનું મારુ એક કારણ છે, મારી ભૂલ થઈ છે કે મેં ત્યારે આ કશું ના કહ્યુ અને આજે કહી રહી છું. જો કોઈની પણ સાથે આવી ગંદી હરકત કરવામાં આવે તો ચુપ ના રહો. તેમણે આગળ આવીને બોલવું જોઈએ. ખાસ કરીને તે લોકો જેની સાથે આવું ખોટું થઈ રહ્યુ છે. કારણકે, ઘણીવાર તમારી ચુપ્પી એવું કરનારની હિંમત બની જાય છે. તેમની હિંમત વધશે તો તે આગળ ચાલીને કોઈ અન્ય સાથે પણ આવું કરશે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર