Home /News /entertainment /Shershaah : વિક્રમ બત્રા અને ડિંપલ ચીમાની લવ સ્ટોરી કરી દેશે તમને ભાવુક, શહીદ કેપ્ટનની કહાની છે સાચા પ્રેમની મિસાલ
Shershaah : વિક્રમ બત્રા અને ડિંપલ ચીમાની લવ સ્ટોરી કરી દેશે તમને ભાવુક, શહીદ કેપ્ટનની કહાની છે સાચા પ્રેમની મિસાલ
'શેરશાહ' વિક્રમ બત્રા અને ડિંપલ ચીમાની લવ સ્ટોરી કરી દેશે તમને ભાવુક
Shershaah Film- "શેરશાહ" ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કારગિલ યુદ્ધના નાયકની ભૂમિકામાં નજર આવી રહ્યા છે. તો કિયારા અડવાણી વિક્રમ બત્રાની મંગેતર ડિંપલ ચીમા (Dimple Cheema)ના પાત્રમાં નજરે આવી રહી છે
મુંબઈ : પરમવીર ચક્રથી સન્માનિત શહીદ કેપ્ટન વિક્રમ બત્રા (Virkam Batra)ના જીવન પર આધારિત સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી(Kiara Advani) સ્ટારર ફિલ્મ "શેરશાહ" (Shershaah) રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા કારગિલ યુદ્ધના નાયકની ભૂમિકામાં નજર આવી રહ્યા છે. તો કિયારા અડવાણી વિક્રમ બત્રાની મંગેતર ડિંપલ ચીમા (Dimple Cheema)ના પાત્રમાં નજરે આવી રહી છે. જેમણે શહીદ કેપ્ટનના જીવનમાં એક મહત્વની ભૂમિકા નિભાવી હતી. શહીદ કેપ્ટન બત્રા અને ડિંપલ ચીમાની લવ સ્ટોરી માત્ર ભાવુક જ નહીં, પરંતુ સાચા પ્રેમ પર વિશ્વાસ અપાવનારી છે. જેની ઝાંખી શેરશાહ ફિલ્મમાં જોવા મળશે.
કિયારા અડવાણીએ ડિંપલ ચીનાને લઇને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ડિંપલ ચીમા મારા માટે એક નાયિકા છે. જેણા પોતાના પ્રેમ માટેની લડાઇ પણ લડી અને જીવનમાં આવનાર દરેક પડકારોનો સામનો કર્યો.’ હવે બધા વિચારી રહ્યા છે કે આખરે તે કયું કારણ છે કે કિયારાએ શહીદ કેપ્ટનની પ્રેમિકા માટે આટલી મોટી વાત કરી દીધી. હકીકતમાં ડિંપલ ચીમાએ કેપ્ટન વિક્રમ બત્રાની કારગિલ યુદ્ધમાં શહીદી વહોર્યા બાદ પણ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને આજે પણ તે પોતાના નિર્ણય પર કાયમ છે.
વિક્રમ બત્રા કારગિલ યુદ્ધમાં શહીદ થયા બાદ ડિંપલ ચીમાએ સાબિક કર્યુ કે કોઇ પણ શરત વગર પ્રેમ કોને કહેવાય અને કઈ રીતે કોઈ પણ મદદ અને સાથ વગર તેને નિભાવી શકાય છે. લોકો માટે આજે વિક્રમ બત્રા અને ડિંપલ ચીમાની લવ સ્ટોરી એક ઉદાહરણ બની ચૂકી છે. આપને જણાવી દઈએ કે શૂટિંગ શરૂ કર્યા પહેલા કિયારા અડવાણીએ ડિંપલ ચીમા સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે તેમની અને કેપ્ટન બત્રાની લવ સ્ટોરી વિશે વાત કરી હતી.
કિયારા અડવાણીએ ડિંપલ ચીમાનું પાત્ર નિભાવવા અંગે કહ્યું કે, “જ્યારે હું તેમને સાંભળી રહી હતી, તો મને લાગ્યું કે, આજથી નહીં હું ખૂબ પહેલાથી તેમને ઓળખું છું. તેમની કહાની સાંભળીને મને લાગ્યું કે ફિલ્મના માધ્યમથી હું તેમના જીવનના સફરનો એક ભાગ છું.” સાથે જ કિયારાએ તેમ પણ જણાવ્યું કે ડાયરેક્ટર વિષ્ણુ વર્ધને તેમને સ્પષ્ટતા કરી હતી કે તેને ડિંપલ ચીમાની નકલ નથી કરવાની. કારણ કે તેનું માનવું છે કે જો તમે કોઇની નકલ કરો છો તો તમે તેમની સાથે ન્યાય નથી કરી શકતા. તમારે માત્ર કહાનીના ઇમોશન્સ સાથે કનેક્શન કરવાનું હોય છે, જે તમને સાચી દિશામાં લઇ જાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર