'ઇન્ડસ્ટ્રી વાળા પાર્ટીમાં બોલાવી ટ્રે પર ડ્રગ્સ ઓફર કરે છે'- શર્લિન ચોપરાએ બોલિવૂડ પાર્ટી પર કર્યો મોટો ખુલાસો

શર્લિન ચોપરા, એક્ટ્રેસ

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રજાપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યાં બાદથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જાણે હલચલ મચી ગઇ છે. આ મામલે NCBની ટીમે રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લીધી છે. તો આ બાદ મીડિયા રિપોર્ટ્સમાં એવાં સમાચાર આવી રહ્યાં છે કે, પૂછપરછ દરમિયાન રિયાએ બોલિવૂડની ઘણી હસ્તીઓનાં નામ લીધા છે. ઘણાંનાં નામ પણ સામે આવવા લાગ્યા છે. આ વચ્ચે જાણીતી એક્ટ્રેસ શર્લિન ચોપરા (Sherlyn Chopra)એ બોલિવૂડ પાર્ટીઝ (Bollywood Parties)માં ડ્રગ્સનાં ઉપયોગ અંગે ચોકાવનારો ખુલાસો કર્યો છે.

  શર્લિન ચોપરાએ તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શેર કર્યો છે. વીડિોયમાં સર્લિન તેની ફિટનેસનો રહસ્ય જણાવતી દેખાય છે. અને કહે છે કે, તે યોગ, ન્યૂટ્રિશન અને અનુશાસન દ્વારા પોતાને ફિટ રાખે છે. તેણે આ વીડિયોનાં કેપ્શનમાં કંઇક એવું કહી દીધુ છે કે જેને કારણે તે ભારે ચર્ચામાં આવી ગઇ છે.

  અહીં જુઓ શર્લિન ચોપરાનો વીડિયો
  આ વીડિયો કેપ્શનમાં શર્લિન લખે છે કે, 'હું ચેન સ્મોકર હતી, ઓક્ટોબર 2017માં મે સ્મોકિંગ છોડી દીધી હતી. હું સોશિયલ ડ્રિંકર હતી.' તે વધુમાં લખે છે કે,- 'ડ્રગ્સથી મે હમેશાં દૂરી બનાવી રાખી છે. ઇન્ડસ્ટ્રીવાળા પાર્ટીમાં બોલાવીને ટ્રે પર ડ્રગ્સ ઓફર કરે છે. પણ લેવાનું નહીં.' આ કેપ્શન દ્વારા શર્લિને બોલિવૂડ પાર્ટીઝમાં ડ્ર્ગ્સનો ઉપયોગ પર કમેન્ટ કરતાં તે જણાવ્યું હતું કે, આ પાર્ટીઝમાં કેટલું સામાન્ય છે.

  આ પણ વાંચો- સામનામાં બોલિવૂડ પર સાધ્યું નિશાન, મુંબઈનાં અપમાન પર અક્ષય જેવાં કલાકાર પણ ન બોલ્યા

  આપને જણાવી દઇએ કે, શર્લિન ચોપરા કાસ્ટિંગ કાઉચ અંગે પણ આ પહેલાં ખુલાસા કરી ચૂકી છે. તેણે જણાવ્યું હતું કે, તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ ચૂકી છે. શર્લિને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'જ્યારે હું ફિલ્મ ઇન્ડસ્ટરીમાં પગ મુક્યો હતો. મને કોઇ ફિલ્મમેકર્સ રાતમાં 'ડિનર' પર બોલાવતા હતાં. ત્યારે મને આ સમજ નહોતી પડતી. અને હું અનુભવી પણ ન હતી.'
  Published by:Margi Pandya
  First published: