Home /News /entertainment /શર્લિન ચોપડાએ શેર કરી રાજ કુન્દ્રા સાથે પ્રથમ શૂટની તસવીર, કહ્યું- મારા માટે નવો અનુભવ હતો

શર્લિન ચોપડાએ શેર કરી રાજ કુન્દ્રા સાથે પ્રથમ શૂટની તસવીર, કહ્યું- મારા માટે નવો અનુભવ હતો

શર્લિન ચોપડાએ શેર કરી રાજ કુન્દ્રા સાથે પ્રથમ શૂટની તસવીર (ફોટો સાભાર- @SherlynChopra/Instagram)

Raj Kundra Pornography Case- શર્લિન ચોપડાએ (Sherlyn Chopra) રાજ કુન્દ્રા સાથે ‘ધ શર્લિન ચોપડા એપ’(The Sherlyn Chopra App)’ના પ્રથમ શૂટની તસવીર શેર કરી

મુંબઈ : શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty)પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં (Raj Kundra Pornography Case)શર્લિન ચોપડાનું (Sherlyn Chopra)નિવેદન પોલીસે નોંધી લીધું છે. રાજ કુન્દ્રા ન્યાયિક હિરાસતમાં છે. શર્લિને હાલમાં જ રાજ કુન્દ્રા પર બળજબરીથી કિસ (KISS)કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. હવે શર્લિને એક ટ્વિટ કર્યું છે જેના દ્વારા અભિનેત્રીએ ફરી લોકોને ચકિત કરી દીધા છે. તેણે રાજ કુન્દ્રા સાથે ‘ધ શર્લિન ચોપડા એપ’(The Sherlyn Chopra App)’ના પ્રથમ શૂટની તસવીર શેર કરી છે.

શર્લિન ચોપડાએ એક તસવીર સાથે ટ્વિટ કર્યું છે. શર્લિન આ તસવીરમાં રાજ કુન્દ્રા અને અન્ય એક વ્યક્તિ સાથે જોવા મળે છે. તેણે દાવો કર્યો છે કે આ તસવીર ‘ધ શર્લિન ચોપડા’ એપના પ્રથમ શૂટના સમયની છે.

તેણે તસવીર સાથે લખ્યું કે 29 માર્ચ 2019નો દિવસ હતો. આર્મ્સપ્રાઇમ દ્વારા આયોજિત ધ શર્લિન ચોપડા એપનો પ્રથમ કોન્ટ્રાક્ટ શૂટ થવા જઈ રહ્યો હતો. મારા માટે આ એક નવો અનુભવ હતો. કારણ કે આ પહેલા ક્યારેક કોઈ એપ સાથે હું જોડાયેલી ન હતી. આશા અને જોશનો માહોલ હતો.

આ પણ વાંચો - શમિતા શેટ્ટીની કમાણી જાણીને ચોંકી જશો, ફિલ્મોથી દૂર રહીને પણ લાખો કમાય છે

શર્લિને એક ટ્વિટ કર્યું છે જેના દ્વારા અભિનેત્રીએ ફરી લોકોને ચકિત કરી દીધા (ફોટો સાભાર- @SherlynChopra/Instagram)


શર્લિનના આ ટ્વિટ પર હવે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સામે પોતાનું નિવેદન નોંધાવ્યા પછી શર્લિન ચોપડાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાજ કુન્દ્રાએ તેને એ કહીને ગુમરાહ કર્યા હતા કે શિલ્પા શેટ્ટીને તેમના વીડિયો અને તસવીર પસંદ આવે છે. અભિનેત્રીએ આગળ કહ્યું કે રાજ મારા મેન્ટોર હતા. તેમણે મને એ કહીને ગુમરાહ કર્યા કે હું જે પણ શૂટ કરીશ તે ગ્લેમર માટે છે.
" isDesktop="true" id="1123323" >

શર્લિને રાજ કુન્દ્રા પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે મને વિશ્વાસ અપાવ્યો હતો કે સેમી ન્યૂડ અને પોર્ન કૈજુઅલ છે. દરેક કરે છે તો મારે પણ કરવું જોઈએ. તેમણે આ વાતચીતમાં આગળ કહ્યું કે મને આ વિશે કોઇ જાણકારી ન હતી. હું જાણતી ન હતી કે ક્યાંથી શરૂ કરવાનું છે અને શું કરવાનું છે. અભિનેત્રીએ આગળ કહ્યું કે એ ક્યારેય વિચાર્યું ન હતું કે આવું કર્યા પછી હું સ્કેન્ડલમાં ફસાઇ જઇશ અને મારે ક્રાઇમ બ્રાન્ચ સામે સ્ટેટમેન્ટ આપવું પડશે.
First published:

Tags: Raj Kundra, Sherlyn chopra, Shilpa Shetty