SHERLYN CAHOPRA: ના કહેવા પર પણ RAJ KUNDRA મને કરતો રહ્યો KISS

શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

રાજ કુન્દ્રા (Raj Kudnra)ની ધરપકડ બાદથી કેટલીક એક્ટ્રેસ અને મોડલ્સે રાજ કુન્દ્રા પર તેની એપ હોટશોટ્સ વિરુદ્ધ ખુલીને વાત કરી છે. જેમાંથી એક શર્લિન ચોપરા (Sherlyn Chopra) છે હવે શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોર્ન વીડિયો કેસ (Porn Video Case) માં રાજ કુન્દ્રા (Raj Kundra)ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. રાજ કુન્દ્રા હાલમાં પણ 14 દિવસની પોલીસ કસ્ટડીમાં છે. તેણે કોર્ટમાં તેનાં જામની માટે અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. રાજ કુન્‌દરાની ધરપકડ બાદ જ્યાં કેટલીક એક્ટ્રેસ અને મોડ્લ્સે રાજ કુન્દ્રા પર તેની એપ હોટશોટ્સ વિરુદ્ધ ખુલીને વાત કરી છે. જેમાંથી એક શર્લિન ચોપરા (Sherlyn Chopra) છે હવે શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

    બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ શર્લિન ચોપરા (Sherlyn Chopra)એ કથિત રીતે પોર્નોગ્રાફી કેસમાં નિવેદન દાખલ કર્યું હતું તેણે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની સંપતિ રજૂ કરી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મજુબ, આ દરમિયાન તેણે રાજ કુન્દ્રા વિરુદ્ધ યૌન શોષણ અંગે કેસ દાખલ કરી FIR નોંધાવી છે. શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટીનાં પતિ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

    તેણે ફરિયાદમાં ક્હયું છએ કે, વર્ષ 2019ની શરૂઆતમાં રાજ કુન્દ્રાનાં બિઝનેસ મેનેજરે તેની આગળ એક પ્રપોઝલ મુક્યું હતું અને તેની બોલાવી હતી. આ પ્રપોઝલની ચર્ચા માટે તે મળવાં માંગતો હતો .27, માર્ચ 2019નાં બિઝનેસ મીટિંગ બાદ શર્લિન ચોપરાએ દાવો કર્યો હતો કે, એક મેસેજ અંગે બોલવાનું થયુ હતું જેને કારણે રાજ કુન્દ્રા વગર કહ્યે ઘરે આવી ગયો હતો.

    ફરિયાદમાં શર્લિને દાવો કર્યો છે કે, રાજનાં ઘરે આવ્યાં બાદ તેનાં ના કહેવાં પર પણ તે જબરદ્તી તેને કિસ કરવાનો પ્રાયસ કરવા લાગ્યો. જેનો તેણે વિરોધ કર્યો હતો. શર્લિન ચોપરાએ કહ્યું કે, એક પરણીત પુરુષની સાથે સંબંધ તે રાખવા માંગતી ન હતી અને તો કોઇ પ્રકારનાં એન્જોયમેન્ટ માટે તે મળવાં ઇચ્છતી હતી.

    તેણે આરોપ લગાવ્યો કે, ના કરવાં છતાં જ્યારે રાજ ન રોકાયો તો તે ઘણી ડરી ગઇ હતી. થોડા સમય બાદ તે તેને દૂર કરવામાં સફળ રહી અને વોશરૂમમાં જતી રહી હતી.
    Published by:Margi Pandya
    First published: