Home /News /entertainment /Raj Kundra Case: શર્લિન ચોપરાની થઇ પૂછપરછ, બોલી- 'મહિલા પીડિતો માટે ન્યાય ઈચ્છું છું'

Raj Kundra Case: શર્લિન ચોપરાની થઇ પૂછપરછ, બોલી- 'મહિલા પીડિતો માટે ન્યાય ઈચ્છું છું'

શર્લિને સ્પષ્ટતા કરી કે આ કેસ કોઈ પણ રીતે બદલો લેવાની રમત નથી

શર્લિન ચોપરાએ (Sherlyn Chopra) જણાવ્યું હતું કે, "થોડા દિવસો પહેલા, પ્રોપર્ટી સેલના તપાસ અધિકારીએ 160 CRPC કલમ હેઠળ મને સમન્સ બજાવ્યું હતું. હું આજે અધિકારીઓ સમક્ષ હાજર થઇ અને તેઓએ મને તમામ માહિતી શેર કરવા કહ્યું. આર્મ્સપ્રાઇમ મીડિયા (Armsprime media) અને રાજ કુન્દ્રા (Raj Kundra) સાથે સંબંધિત બધું જ જે હું જાણતી હતી મે તેમને કહી દીધુ છે."

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલે શુક્રવારે અભિનેત્રી શર્લિન ચોપરાની (Sherlyn Chopra) ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સાથે સંકળાયેલા પોર્નોગ્રાફી કેસમાં (Raj kundra Pornography Case) પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. લગભગ 8 કલાકની પૂછપરછ બાદ, શર્લિન પોલીસ સ્ટેશનની બહાર નીકળતા સમયે જોવા મળી હતી. પૂછપરછના અંગે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા શર્લિન ચોપરાએ (Sherlyn Chopra) જણાવ્યું હતું કે, "થોડા દિવસો પહેલા, પ્રોપર્ટી સેલના તપાસ અધિકારીએ 160 CRPC કલમ હેઠળ મને સમન્સ બજાવ્યું હતું. હું આજે અધિકારીઓ સમક્ષ હાજર થઇ અને તેઓએ મને તમામ માહિતી શેર કરવા કહ્યું. આર્મ્સપ્રાઇમ મીડિયા (Armsprime media) અને રાજ કુન્દ્રા (Raj Kundra) સાથે સંબંધિત બધું જ જે હું જાણતી હતી મે તેમને કહી દીધુ છે."

આ પણ વાંચો-Drug Case: Deepika Padukone ની મેનેજર કરિશ્માની વધી મુશ્કેલી, કોર્ટે જામીન અરજી ફગાવી

આ પણ વાંચો- TARAK MEHTA: બાઘાએ રૂ. 61 હજારની હુડી પહેરી તો સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઇ ગઇ

''હું આજે સવારે લગભગ 11: 30 વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ત્યારથી મારી પૂછપરછ ચાલી રહી હતી. તેઓએ મને આર્મ્સપ્રાઇમ સાથેના મારા કરાર અને કરારના નિયમો અને શરતો વિશે પૂછ્યું હતું. તેમણે એમ પણ પૂછ્યું કે મેં તેમની સાથે કેટલા વીડિયો શૂટ કર્યા છે અને કોણ બધા કન્ટેન્ટ પ્રોડક્શનનો ભાગ છે''

શર્લિન ચોપરાએ ટાઇમ્સ સાથેની વાતચીતમાં વધુમાં કહ્યું કે, રાજ કુંદ્રા સાથે તેની સંડોવણી અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી, જે છેલ્લા એક અઠવાડિયાથી કસ્ટડીમાં છે. પોલીસે એમ પણ પૂછ્યું કે, 'રાજ કુન્દ્રા કે સાથ મેરે કૈસે સંબધ થે' અને તેમની માલિકીની અન્ય કંપનીઓ વિશે મને શું ખબર છે, મારી પાસે તેના વિશે કોઈ માહિતી છે? આખો દિવસ માહિતી શેર કરવામાં વિતાવ્યો હતો. મેં પણ પૂછ્યું કે આપનાં હજુ પણ વધુ પ્રશ્નો હોય તો, કૃપા કરીને પૂછો કારણ કે હું આ અશ્લીલતા રેકેટનો ભોગ બનેલી તમામ મહિલાઓ, કલાકારો માટે ન્યાય ઈચ્છું છું."

આ પણ વાંચો-Raj Kundra Case: વધુ એક પીડિતા આવી સામે, તેની સંમતિ વગર પ્રાઇવેટ પાર્ટ્સ બતાવવામાં આવ્યા

શર્લિને નિવેદનમાં રાખી સાવંતનાં (Rakhi Sawant) નામનો પણ ઉલ્લેખ કર્યો અને તેની આ કેસ પર 'સામાન્ય વાત' ટિપ્પણીનો સખત વિરોધ કર્યો હતો. તેણે કહ્યું કે, "રાખી સાવંત જેવા લોકો, જે આગળ આવે છે અને કહે છે કે રાજ કુન્દ્રા આ છે, શિલ્પા શેટ્ટી એ છે અને તેમનો 'જય જય કાર કરે છે', તેઓએ સમજવું જોઈએ કે તેઓએ તથ્યોની તપાસ કર્યા વિના કોઈપણ નિવેદન ન કરવું જોઈએ."

આ પણ વાંચો-TARAK MEHTA: બબતીજીથી સુંદરવીરા સુધી.. શોમાં હોવા છતાય કેમ નથી જોવા મળી રહ્યાં આ પાત્રો?

શર્લિને એમ પણ સ્પષ્ટતા કરી કે આ કેસ કોઈ પણ રીતે બદલો લેવાની રમત નથી, પરંતુ પોર્નોગ્રાફી રેકેટનો પર્દાફાશ કરવાનો પ્રયાસ છે. તેણીએ કહ્યું, "પ્રોપર્ટી સેલના અધિકારીઓએ મને કહ્યું કે આ કોઈ વ્યક્તિ સામે બદલો નથી પરંતુ અમે આ પોર્નોગ્રાફી રેકેટનો પર્દાફાશ કરવા માંગીએ છીએ. તેથી, હું તમારા માધ્યમ (મીડિયા/સમાચાર) દ્વારા દરેકને વિનંતી કરવા માંગુ છું કે જો કોઈને આ સંબંધિત કંઈપણ માહિતી હોય તો તેઓ કૃપા કરીને આગળ આવો અને પોલીસ સાથે માહિતી શેર કરો. "

આ પણ વાંચો- YO YO Honey Singh: પત્નિનો આરોપ- નશાની હાલતમાં રૂમમાં ઘૂસી આવ્યા હતા સસરા, છાતી પર હાથ ફેરવ્યો હતો

શર્લિન ચોપરા જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે તેનાં હાથમાં દસ્તાવેજો હતાં. આ મામલે તેણે વધુ કહ્યું કે, "મેં તેમને તારીખો અને સમય સહિત મારી સાથે શું થયું તે કહ્યું. વોટ્સએપમાં તારીખો અને સમય સાથે દરેક વસ્તુનો ઉલ્લેખ છે. મેં તેમને બતાવ્યું વોટ્સએપ ચેટ, કરાર, નિવેદનોની નકલો જે મેં મહારાષ્ટ્ર સાયબર સેલમાં રજૂ કરી હતી. મેં રાજ કુન્દ્રા વિરુદ્ધ એપ્રિલ 2021 માં જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, તેઓએ ફરિયાદ પાછળનું કારણ પૂછ્યું હતું. મેં આ બધી માહિતી તેમની સાથે પણ શેર કરી છે."

આ પણ વાંચો- Nia Sharma: શેર કરી બોલ્ડ તસવીરો તો સોશિયલ મીડિયા પર ફિમેલ ફેને લખ્યું 'Too Sexy'

આ પહેલા ગુરુવારે આર્મ્સપ્રાઈમ મીડિયા પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સૌરભ કુશવાહાને મુંબઈ ક્રાઈમ બ્રાંચના પ્રોપર્ટી સેલ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. જે દરમિયાન, મુંબઈ સેશન્સ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે તેઓ ઉદ્યોગપતિ અને અભિનેતા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અને તેના સહયોગી રિયાન થોર્પેની જામીન અરજીઓ પર 10 ઓગસ્ટે સુનાવણી કરશે.
First published:

Tags: Raj kundra case, Raj kundra pornography case, Sherlyn chopra, Shilpa Shetty

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો