સલમાનના લોકપ્રિય ગીતની કોપી કરી સોશિયલ મીડિયામાં છવાયો આ ભરવાડ

News18 Gujarati
Updated: October 5, 2019, 11:25 AM IST
સલમાનના લોકપ્રિય ગીતની કોપી કરી સોશિયલ મીડિયામાં છવાયો આ ભરવાડ
ભરવાડ યુવક

જ્યારે ભરવાડ યુવકે ગાયું "યે મૌસમ કા જાદુ હૈ મિતવા"

  • Share this:
તમને સલમાન ખાન અને માધુરી દિક્ષિતની ફિલ્મ "હમ આપકે હૈ કૌન?" યાદ છે? એક સમય હતો જ્યારે આ ફિલ્મના તમામ ગીતો સુપર હિટ રહ્યા હતા. અને નાના-મોટા તમામ આ ગીતને ગાતા નજરે પડતા હતા. જો કે હજી પણ આ ફિલ્મને લોકો ભૂલ્યા નથી. અને આજે પણ આ ગીતો વાગતા જ આપણા મનમાં તે જૂની યાદો તરી આવે છે. ત્યારે ટ્વિટર પર હમણાં આ જ ફિલ્મનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક ભરવાડ યુવક આ ગીતના શબ્દોનું લીપ-સિંગ કરતો નજરે પડે છે. અને તેની પાછળ રંગબેરંગી બકરીઓ અને ઘેટાનું એક ટોળું પણ નજરે પડે છે.

આ વાયરલ વીડિયોમાં ભરવાડ યુવક સલમાન ખાનની સ્ટાઇલમાં જ હમ આપકે હૈ કૌન ફિલ્મનું લોકપ્રિય ગીત ગાતો દેખાય છે. "યે મૌસમ કા જાદુ હૈ મિતવા...". આ ગીત જે અંદાજમાં આ ભરવાડ યુવક ગાઇ રહ્યો છે જે જોઇને લોકોને સોશિયલ મીડિયામાં ખૂબ જ મજા પડી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સલમાન ખાન, માધુરી દિક્ષીત માટે આ ગીત ગાતો નજરે પડે છે. 1994નું આ ગીત તે વખતે પણ સુપરહિટ રહ્યું હતું. અને આજે પણ એટલું જ લોકપ્રિય છે.

 ટ્વિટર પર આ વીડિયો પ્રત્યૂષા રથ નામની યુવતીએ મૂક્યો છે. જે બાદ ટ્વટિરાત્રી આ વીડિયોને ભારે પસંદ કરી રહ્યા છે. અનેક લોકોનું કહેવું છે કે આ ગીત, તેની પાછળનું બ્રેકગ્રાઉન્ડ એકબીજા સાથે પરફેક્ટ મેચ થાય છે. 15 સેકન્ડના આ વીડિયોને 1600 લાઇક્સ અને 350 રિટ્વિટ્સ મળી ચૂક્યા છે. વળી કેટલાકે આ પ્રસંગે સલમાન ખાન પર તંજ કસવાનો મોકો પણ નથી છોડ્યો. એક યુઝર્સે તો ત્યાં સુધી કહ્યું કે "આ ભાઇ સલમાન ખાન કરતા સારા એક્ટર છે.!"
First published: October 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading