મિલિંદ સોમન (Milind Soman)ની ફોટો પર બોલિવૂડ એક્ટર શેખર સુમન (Shekhar Suman)એ પ્રતિક્રિયા આપી છે. શેખર સુમને આ ફોટો પર કમેન્ટ કરતાં ખુબજ મજેદાર ટ્વિટ કરી છે. અને આખી કોન્ટ્રોવર્સી પર હળવી મજાક કરી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં જ બોલિવૂડ એક્ટર અને મોડલ મિલિંદ સોમન (Milind Soman)નાં 55માં જન્મ દિવસ પર તેને એક ફોટો શેર કરી હતી. જેમાં એક્ટર ગોવાનાં બીચ પર સંપૂર્ણ નગ્ન થઇ દોડતો નજર આવે છે. મિલિંદ સોમનની આ ફોટોને કારણે તેનાં પર ગોવામાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ ફોટોમાં મિલિંદ સોમન 'ન્યૂડ' થઇ બિચ પર દોડતો દેકાયો હતો. જેને કારણે હવે તેની ફોટો વિવાદમાં ઘેરાઇ ગઇ છે. જેનાં પર બોલિવૂડ એક્ટર શેખર સુમન (Shekhar Suman)એ પણ પ્રતિક્રિયા આપી છે.
શેખર સુમને મિલિંદ સોમનની આ ફોટો પર કમેન્ટ કરતાં ખુબજ મજેદાર ટ્વિટ કરી છે અને આ સંપૂર્ણ વિવાદ પર મજાક કરતાં શેખર સુમને ટ્વિટ કરી છે. જેમાં લખ્યું છે કે, 'મિલિંદ સોમન.. ઉંમર પચપન કી.. ઔર હરકતે.. બચપન કી..' આ સાથે જ તેણે એક સ્માઇલી પણ પોસ્ટ કરી છે. શેખર સુમનની આ પોસ્ટ પર હવે ફેન્સ પણ ખુબજ મજેદાર રિએક્શન આપી રહ્યાં છે.
એક યૂઝરે શેખર સુમનની ફોટો પર કમેન્ટ કરતાં એક યૂઝર લખે છે કે, -'ઉંમર તો ફક્ત એક નંબર છે સર, દિલ જવાન હોવું જોઇએ.' તો અન્ય એકે લખ્યું કે, 'મિલિંદ નાનપણમાં જેવો હતો, એવો જ દેખાવવાં ઇચ્છે છે.' આ સાથે જ એક યૂઝરે મિલિંદ સોમનની ધરપકડ પર પણ સવાલ ઉભા કર્યા છે તેણે લખ્યું છે કે, 'તેની હજુ સુધી ધરપકડ કેમ થઇ નથી. '
ખરેખરમાં મિલિંદ સોમનની આ ફોટો પર ઘણો વિવાદ થયો, જે બાદ ગોવામાં મિલિંદ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. તેનાં વિરુદ્ધ IPCની કલમ 294 અને IT ટેક્નોલોજીનાં અન્ય સેક્શન હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.