Home /News /entertainment /Shehzada Film Review: ફુલ એન્ટરટેઇનમેન્ટનો ડોઝ છે ફિલ્મ 'શહેજાદા', કાર્તિક આર્યનના ધાંસૂ એક્શન સીન્સ પર તમે પણ મારશો સીટી

Shehzada Film Review: ફુલ એન્ટરટેઇનમેન્ટનો ડોઝ છે ફિલ્મ 'શહેજાદા', કાર્તિક આર્યનના ધાંસૂ એક્શન સીન્સ પર તમે પણ મારશો સીટી

કાર્તિક આર્યન એક ટિપિકલ મસાલા ફિલ્મ સાથે તેની એક્ટિંગ એક્સપ્લોર કરી રહ્યો છે.

સાઉથ-હિન્દી ફિલ્મોના ક્રોસ કલ્ચરથી તો આપણે વાકેફ છીએ. દ્રશ્યમની સીરીઝની વાત હોય કે કબીર સિંહ કે જર્સી, હવે આ જ કડીમાં અલ્લુ અર્જૂનની સુપરહિટ ફિલ્મ અલા વૈકુંઠપુરામલ્લૂ (Ala Vaikunthapurramuloo) ની હિન્દી રીમેક શહેજાદા જોડાઇ ગઇ છે. આ ફિલ્મ દ્વારા, કાર્તિક આર્યન એક ટિપિકલ મસાલા ફિલ્મ સાથે તેની એક્ટિંગ એક્સપ્લોર કરી રહ્યો છે.

વધુ જુઓ ...
એક પરફેક્ટ ફિલ્મની વ્યાખ્યા શું છે? એ જ કે તેમાં ડાન્સ હોય, હીરો વિલનની જોરદાર ધોલાઈ કરે, રોમાન્સ કરે, મ્યુઝિક ઓન ટોપ હોય અને હા, ઈમોશનની સાથે સાથે કોમેડી પણ હોવી જોઈએ. કાર્તિક આર્યન તેના ફેન્સ માટે આ જ ફોર્મ્યુલા સાથે 'શહેજાદા'ના રૂપમાં ફુલ ટુ મસાલા ફિલ્મ લઈને આવ્યો છે. હવે બોક્સ ઓફિસ જ બતાવશે કે તેના ફેન્સને કાર્તિકનો આ નવો એક્શન અવતાર કેટલો પસંદ આવે છે. તે પહેલાં આ રિવ્યૂ વાંચો...


સ્ટોરી


જિંદલ એન્ટરપ્રાઇઝના માલિક રણદીપ જિંદલ (રોનિત રોય) અને તેની કંપનીમાં કામ કરતા સ્ટાફ બાલ્મિકી (પરેશ રાવલ)ના ઘરે એક પુત્રનો જન્મ થાય છે. કોઈ કારણસર બાલ્મીકિએ બંને બાળકોની અદલાબદલી કરી દે છે. આવી સ્થિતિમાં, જિંદલ કંપનીનો એકમાત્ર શહેજાદા બંટુ (કાર્તિક આર્યન) એક મામૂલી ક્લર્કનો દીકરો બનીને રહી જાય છે અને ક્લર્કનો દીકરો રાજ (રાઠી) જિંદલના રાજવી પરિવારમાં ઠાઠ સાથે રહે છે. તેની ફૂટેલી કિસ્મતને કારણે બંટુને હંમેશા સેકન્ડ હેન્ડ વસ્તુઓ સાથે કામ ચલાવવુ પડે છે.



આ પણ વાંચો :  ઉર્ફી જાવેદે ફરી લગાવ્યો બોલ્ડનેસનો તડકો, એક જ દોરી પર ટકેલો ડીપનેક ડ્રેસ જોતા રહી જશો

નોકરીની શોધમાં બંટુ સમારા (કૃતિ સેનન)ને મળે છે. બોસ તરીકે મળેલી સમારાને જોઈને, બંટુ તેના પ્રેમમાં પડે છે. આ દરમિયાન, તેને પણ બાલ્મીકિની આ ઘૃણાસ્પદ હકીકતની ખબર પડી. હવે સ્ટોરીમાં અહીંથી નવો ટ્વિસ્ટ આવે છે. શું બંટુ જિંદલ પરિવારને પોતાની હકીકત જણાવી શકશે? શું પરિવાર બંટૂને દત્તક લેવા તૈયાર છે? સમારા અને બંટુની લવ સ્ટોરીનું શું થાય છે? આ બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.


ડાયેરેક્શન


રોહિત ધવન દેસી બોયઝ, ઢીશૂમ જેવી ફિલ્મો બાદ શહેજાદાને લઈને આવ્યો છે. શહેજાદા સાઉથની એવી ફિલ્મની રિમેક છે, જે 80ના દાયકાની બોલિવૂડની મસાલા ફિલ્મની યાદ અપાવે છે. રોહિતે આજના કંટ્રેપ્રરી યુગમાં 80ના દાયકાની એ ફ્લેવરને ફિટ કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. રોહિતની ફિલ્મમાં એન્ટરટેઇનમેન્ટનો ડોઝ યોગ્ય માત્રામાં છે. કંઇ વધારે પડતુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી કે ન તો કોઈ વસ્તુને ઓછી રાખવામાં આવી છે. આ ફિલ્મ બેશક રિમેક છે પણ તેમાં રોહિતનો ટચ પણ સ્પષ્ટ દેખાય છે. તેણે હિન્દીમાં બનાવતી વખતે સાઉથના ઘણા સીન ક્રિસ્પ કર્યા છે. ઉદાહરણ તરીકે, અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની કેમિસ્ટ્રીને જે રીતે ફર્સ્ટ હાફમાં લાંબી ટાઇમ ફ્રેમ આપવામાં આવી છે, જ્યારે હિન્દીમાં, લવ સ્ટોરીને ઓછા સમયમાં એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. હા, મહત્વની વાત એ છે કે જો તમે ફિલ્મની પહેલી 15-20 મિનિટ ચૂકી જશો તો તમને સ્ટોરી સમજવામાં મુશ્કેલી પડી શકે છે.

આ પણ વાંચો :  Video : ફીમેલ ફેને પાર કરી હદ, જબદસ્તી 'પપ્પી' કરવા માટે આ હેન્ડસમ હીરો પર તૂટી પડી અને...

ફર્સ્ટ હાફની વાત કરીએ તો, ફિલ્મ થોડી લાંબી લાગે છે અને કેટલાક સીન કોઈ કારણ વગર જ નાંખવામાં આવ્યા હોય તેવુ લાગે છે, જે એડિટકની બેદરકારી દર્શાવે છે. અને સેકન્ડ હાફમાં ફિલ્મે સ્પીડ પકડી. ખાસ કરીને ફિલ્મમાં વન લાઇનર્સ અને કોમિક પંચ તેના સેકેન્ડ હાફને ઇન્ટરેસ્ટીંગ બનાવે છે. મોનોલોગ માટે ફેમસ કાર્તિક આર્યનનું નેપોટિઝમ પરનો સીન ખરેખર વ્યક્તિને સીટી મારવા માટે મજબૂર કરે છે. ક્લાઇમેક્સ એક અલગ પોઇન્ટ પર સમાપ્ત કરવામાં આવ્યો છે. હા, જ્યારે ફિલ્મનો ફર્સ્ટ હાફ કાર્તિક અને કૃતિના રોમાંસ પર ફોકસ કરે છે, તે અંત સુધીમાં ફિલ્મ એકદમ ફેમિલી ડ્રામા બની જાય છે. કૃતિ સેનન છેલ્લી 30 મિનિટમાં ગાયબ રહે છે, જેને જોઈને કૃતિના ફેન્સ ચોક્કસ નિરાશ થશે. જો તમે ફિલ્મનું ઓરિજિનલ વર્ઝન જોયું નથી, તો દાવો છે કે આ ફિલ્મ તમને નિરાશ નહીં કરે.


ટેક્નિકલ અને મ્યુઝિક


ફિલ્મનું મ્યુઝિક હજુ સાઉથ વર્ઝનની જેમ જીભ પર ચડ્યુ નથી. રિલીઝના થોડા દિવસો પહેલા કાર્તિકે 'કેરેક્ટર ઢીલા' રિલીઝ કર્યું છે. જો તે થોડું વહેલું રિલીઝ થયું હોત તો કદાચ સોન્ગને વધુ સારી સ્પેસ મળી હોત. સિનેમેટિકલી ફિલ્મ ખૂબ જ સુંદર લાગે છે. સ્ક્રીન પરની ભવ્યતાનું પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. જો એડિટિંગ પર થોડું ધ્યાન આપવામાં આવ્યું હોત તો 2 કલાક 46 મિનિટની આ ફિલ્મ થોડી વધુ ક્રિસ્પ બની શકી હોત. ફિલ્મમાં એક્શનના વખાણ કરવા પડે. કાર્તિકની સ્ટાઇલિંગ અને તેની એક્શન બંને ટોપ ક્લાસ રહી છે. ચશ્મા ઉડાવતો, બીડી પીતો અને સ્વેગમાં સ્કૂટર ચલાવતો કાર્તિક સ્ક્રીનની દરેક ફ્રેમમાં દમદાર લાગે છે.


એક્ટિંગ


ફિલ્મની પૂરી કાસ્ટિંગ તેનો પ્લસ પોઈન્ટ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન પોતાને એક એન્ટરટેઈનર તરીકે એક્સપ્લોર કરી રહ્યો છે. એક્શન, રોમાન્સ, કોમેડી અને થોડા ઇમોશન, કાર્તિકે સ્ક્રીન પર દરેક એસેન્સને ખૂબ જ સારી રીતે જાળવી રાખ્યો છે. તે ક્યાંય વધુ કે ઓછા જોવા મળ્યા નથી. તે જ સમયે, વકીલ તરીકે કૃતિ સેનનનું કામ પણ ડિસેંટ રહ્યું છે. જો કે, ફર્સ્ટ હાફની તુલનામાં, કૃતિ સેકેન્ડ હાફમાં એટલો પ્રભાવ છોડી શકતી નથી. કાર્તિક સાથે બાલ્મિકી તરીકે પરેશ રાવલની જોડી એકદમ પરફેક્ટ રહી છે. મનીષા કોઈરાલા અને રોનિત રોય પોતાના કેરેક્ટરમાં સહજ લાગ્યા. આ ઉપરાંત રાજપાલ યાદવ ભલે કેટલાંક જ સીન્સમાં જોવા મળ્યો પરંતુ તેની કોમિક ટાઇમિંગ કમાલની છે.


શા કારણે જોશો ફિલ્મ


એક એન્ટરટેનર ફિલ્મ હોવાની સાથે સાથે આ ફિલ્મ તમને પરિવારના વેલ્યૂ પણ સમજાવે છે. કાર્તિક આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતો જોવા મળે છે. આ ફિલ્મમાં તે તમામ ક્વોલિટી છે, જે એક સિનેમા લવર જોવા માગે છે. ફિલ્મમાં વધારે લોજિક શોધશો તો નિરાશા હાથ લાગશે પરંતુ પ્યોર એન્ટરટેનમેંટ માટે આ ફિલ્મ જોશો તો મજા આવશે.
First published:

Tags: Bollywood Latest News, Kartik Aryan, Kriti sanon, Movie Review