Home /News /entertainment /Shehzada: કાર્તિક-ક્રિતીની ફિલ્મ 'શેહઝાદા'ની શાનદાર ઓપનિંગ, જાણો પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

Shehzada: કાર્તિક-ક્રિતીની ફિલ્મ 'શેહઝાદા'ની શાનદાર ઓપનિંગ, જાણો પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

શેહઝાદા ભારતમાં 3000થી વધુ સ્ક્રીનમાં રીલીઝ થઈ છે.

શેહઝાદા ભારતમાં 3000થી વધુ સ્ક્રીનમાં રીલીઝ થઈ છે. અત્યાર સુધીમાં કુલ 22,000 ટિકિટોનું વેચાણ કર્યું છે. આ ફિલ્મ આજે રિલીઝ કરવામાં આવી છે. ગુરુવારે બપોરે 1 વાગ્યા સુધીમાં ફિલ્મે પ્રથમ દિવસ માટે ત્રણ નેશનલ ચેઇન્સ- પીવીઆર, આઇનોક્સ અને સિનેપોલિસમાં માત્ર 12,000 ટિકિટોનું વેચાણ કર્યું હતું.

વધુ જુઓ ...
    કાર્તિક આર્યન અને ક્રિતી સનન અભિનીત ફિલ્મ શહેઝાદા (Kartik Aryan & Kriti Senon's Film Shehzada) આખરે આજે રીલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મની રીલીઝ ડેટ અગાઉ એક વખત કેન્સલ કરવામાં આવી હતી. જોકે, આ ફિલ્મ અત્યારે થોડા એડવાન્સ બુકિંગ (Advance Booking)ના કારણે શરૂઆતના દિવસે સ્પોટ બુકિંગથી વધુ લાભ (Shehzada Film Box Office Collection) મેળવી રહી છે. ભૂલ ભુલૈયા 2 (Bhul Bhoolaiya 2) જબરદસ્ત સફળ રહી હતી. તે પછી કાર્તિકની આ બીજી ફિલ્મ છે.

    ફિલ્મ શહેઝાદા બોક્સ ઓફિસ કલેક્શન

    ટ્રેડ વેબસાઇટ Sacnikના અહેવાલ મુજબ શેહઝાદા ભારતમાં 3000થી વધુ સ્ક્રીનમાં રીલીઝ થઈ છે. અત્યાર સુધીમાં કુલ 22,000 ટિકિટોનું વેચાણ કર્યું છે. આ ફિલ્મ આજે રિલીઝ કરવામાં આવી છે. ગુરુવારે બપોરે 1 વાગ્યા સુધીમાં ફિલ્મે પ્રથમ દિવસ માટે ત્રણ નેશનલ ચેઇન્સ- પીવીઆર, આઇનોક્સ અને સિનેપોલિસમાં માત્ર 12,000 ટિકિટોનું વેચાણ કર્યું હતું.

    આ પણ વાંચો :  સ્વરા ભાસ્કરના લગ્ન પર આ શું બોલી ગઇ કંગના રનૌત! સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઇ એક્ટ્રેસની ટ્વીટ

    કોવિડ પછીના સમયમાં કોઈ પણ અગ્રણી બોલિવૂડ અભિનેતા માટે આ સૌથી નીચું એડવાન્સ બુકિંગ છે. એટલું જ નહીં, પરંતુ ભૂલ ભુલૈયા 2 એ ગયા વર્ષે જે કર્યું હતું તેના અડધાની નજીક પણ નથી.

    અનીસ બઝમી દિગ્દર્શિત ભૂલ ભુલૈયા 2 ફિલ્મે શરૂઆતના દિવસે એડવાન્સ વેચાણમાં આશરે 6.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જેના પરિણામે 14.11 કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ થઈ હતી. તે સમયે કોવિડ પછીના સમયમાં કોઈ પણ બોલિવૂડ ફિલ્મ માટે બીજા ક્રમનો સૌથી મોટો ઓપનિંગ ડે રેકોર્ડ હતો. જો કે, શેહઝાદાએ જે એડવાન્સ વેચાણ નોંધાવ્યું છે, તેનાથી લાગે છે કે ફિલ્મ તેના શરૂઆતના દિવસે 5-7 કરોડ રૂપિયા અને 7 રૂપિયા ની વચ્ચે કલેક્શન કરી શકે છે.


    બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સાથે ટક્કર


    રજાઓનું ફેક્ટર શેહઝાદાને સ્કેલ કરવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને નોર્થમાં મહાશિવરાત્રીની રજા છે. બીજી તરફ માર્વેલ સ્ટુડિયોની એન્ટ-મેન 3ને કારણે કાર્તિકની ફિલ્મના કલેક્શન સામે પડકાર આવી શકે છે, આ ફિલ્મ પણ તે જ દિવસે સ્ક્રીન પર આવી રહી છે અને માર્વેલની અન્ય ઘણી ફિલ્મોની જેમ ભારતમાં પણ સારું એડવાન્સ બુકિંગ નોંધાવ્યું છે.
    First published:

    Tags: Bollywood Latest News, Box office Collection, Kartik Aryan, Kriti sanon