શેહનાઝ ગિલ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કમાય છે લાખો રૂપિયા, જાણો એક્ટ્રેસની કારકિર્દીની સ્ટોરી

શેહનાઝ ગિલ લાઇફસ્ટાઇલ

લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી' (Lovely Professional University) માંથી અભ્યાસ (Study) પૂરો કર્યા બાદ શેહનાઝ કૌર ગિલે પંજાબી (Punjabi) વીડિયોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 2015માં શેહનાઝ કૌર ગિલે તેનો પ્રથમ વિડિઓ રિલીઝ કર્યો હતો

  • Share this:
    મુંબઈ : શેહનાઝ કૌર ગિલ (Shehnaaz Gill) બાળપણથી જ મોડલિંગ (Modeling) કરતી હતી, પરંતુ 21 વર્ષની ઉંમરથી શેહનાઝે મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો.'લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી' (Lovely Professional University) માંથી અભ્યાસ (Study) પૂરો કર્યા બાદ શેહનાઝ કૌર ગિલે પંજાબી (Punjabi) વીડિયોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 2015માં શેહનાઝ કૌર ગિલે તેનો પ્રથમ વિડિઓ રિલીઝ કર્યો હતો. જેમાં તેણીએ પોતે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

    પંજાબી ગીતનું નામ હતું 'શિવ દી કિતાબ' જે દર્શકોને પસંદ આવ્યું હતું.આ ગીત 'ગુરવિંદર બરારે' ગાયું હતું. પંજાબ ઈન્ડસ્ટ્રીમાં શેહનાઝ કૌર ગિલની સફર તેના પહેલા વિડિયો 'શિવ દી કિતાબ'માં કામ કર્યા બાદ શરૂ થઈ હતી. જે પછી શેહનાઝે ક્યારેય પાછું વળીને જોયું નથી. અભિનય ઉપરાંત શેહનાઝ કૌર તેણે ગાયેલા ગીતો માટે પણ જાણીતી છે.

    'શિવ દી કિતાબ' ગીતમાં અભિનય કર્યા પછી, શેહનાઝ અન્ય કેટલાક મોટા ગીતોમાં પણ જોવા મળી હતી. 'ગેરી સિંધુ'નું 'યા બેબી' ગીત જે પંજાબ, દિલ્હી, હરિયાણા ઉપરાંત અન્ય ઘણા શહેરોમાં હિટ થયું હતું આ ગીતમાં શેહનાઝે ડાન્સ કર્યો હતો. શહેનાઝ કૌર ગિલે રવિજીત સિંહના ગીત 'લખ લહંતા' અને ગુરીના ગીત 'યારી'માં પણ અભિનય કર્યો છે. આ પછી આવ્યું વધુ એક ગીત જેમાં શેહનાઝે ફરી એકવાર પોતાના અભિનયના જોરે સૌના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું. ગીતનું નામ 'માઝે દી જટ્ટ' હતું અને આ ગીત 'કંવર ચહલે' ગાયું હતું.

    આ ગીત પણ લાંબા સમય સુધી સાંભળવામાં આવ્યું હતું અને આ ગીતમાં શેહનાઝના અભિનયની પ્રશંસા પણ થઈ હતી. 2019માં જ શહેનાઝ કૌર ગીલે પંજાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની પ્રથમ ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મનું નામ છે 'કાલા શહ કાલા' અને 'સરગુન મહેતા' અને 'બિન્નુ ધિલ્લોન' ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2019ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે લગભગ 19 કરોડની કમાણી કરી હતી.

    આ ફિલ્મમાં શેહનાઝ કૌર ગિલ 'તારો'નું પાત્ર ભજવતી જોવા મળી હતી. શેહનાઝના ગીત 'સરપંચ' અને 'બરબર્રી' પણ લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. શેહનાઝ માટે એમ કહી શકાય કે મોડલિંગ હોય, અભિનય હોય કે સિંગિંગ, ત્રણેયમાં તેણે પોતાની જાતને સાબિત કરી છે અને લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. શેહનાઝે થોડા સમય પહેલા એક વિવાદને કારણે પણ ખુબ જ હેડલાઈન્સમાં રહી હતી. પંજાબી સિંગર હિમાંશી ખુરાનાએ ગયેલું ગીત 'આઈ લાઈક ઈટ'ને શેહનાઝે પોતાનું સૌથી નાપસંદ ગીત કહ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં જયારે શેહનાઝને પૂછવામાં આવ્યું કે, તેનું સૌથી નાપસંદ ગીત ક્યુ છે તો શેહનાઝે સીધું કહી દીધું હતું કે, હિમાંશીએ ગાયેલું ગીત.

    શેહનાઝે કહ્યું, મને 'આઈ લાઈક ઈટ' ગીત બિલકુલ ગમતું નથી. તે પછી હિમાંશીએ શેહનાઝ વિષે ખરું - ખોટું કહ્યું. આ રીતે બંને વચ્ચેના ઝઘડાએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. શેહનાઝ કોઈ તસવીર શેર કરે છે તો ગણતરીના સમયમાં ટ્રેન્ડ થઇ જાય છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણા બધા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.પણ શું તમે જાણો છો કે શહેનાઝ ઈન્સ્ટાગ્રામ પરની એક પોસ્ટથી કેટલી કમાણી કરે છે.

    ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે શેહનાઝ જે ફી લે છે તે ઘણા ફિલ્મ અને ટીવી સ્ટાર્સ કરતા વધુ છે. સ્પોટબોયના એક રિપોર્ટ અનુસાર, સામાન્ય રીતે શેહનાઝ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ માટે રૂ. 5 લાખ લેતી હતી, પરંતુ હવે તે એક પોસ્ટ માટે 8 લાખ રૂપિયા લે છે. તે મુજબ, મોટી બ્રાન્ડ્સમાંથી તેની કમાણી લગભગ 10 લાખ સુધી પહોંચી ગઈ છે.

    આ પણ વાંચોઅજાણી વાત: દેશી ગર્લ Priyanka Chopra વિશે ફ્લાઈટ એટેન્ડન્ટે કર્યો આ ખુલાસો, જાણો કહાણી

    શેહનાઝ ગિલની આ ફી ઘણી ભારતીય સેલિબ્રિટીઓ કરતાં ઘણી વધારે છે. શહનાઝ ગિલ સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ પર પણ ખૂબ જ સક્રિય છે અને તે મુજબ શેહનાઝ ગિલની કમાણી આશ્ચર્યજનક નથી. બાય ધ વે, શેહનાઝ ગીલના ફેન્સનો પણ આમાં મોટો હાથ છે, જેઓ શહનાઝ જ્યારે પણ કંઈપણ શેર કરે છે ત્યારે ઝડપથી ટ્રેન્ડમાં આવી જાય છે. ઉલ્લેખનીય છે કે, ચાહકોને બિગબોસ શોમાં શેહનાઝની સિદ્ધાર્થ શુક્લા સાથે બનેલી જોડી ખુબ પસંદ આવી હતી. બંનેનું નામ 'સિડનાઝ' રાખવામાં આવ્યું હતું. પરંતુ કહી શકાય કે, સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શેહનાઝ એકલતા અનુભવી રહી છે.
    Published by:kiran mehta
    First published: