Home /News /entertainment /સિદ્ધાર્થ પર ફક્ત શહનાઝનો જ હતો હક, જાહેરમાં કહ્યું હતું કે, 'તુ મારો છે અને મારો જ રહીશ'

સિદ્ધાર્થ પર ફક્ત શહનાઝનો જ હતો હક, જાહેરમાં કહ્યું હતું કે, 'તુ મારો છે અને મારો જ રહીશ'

બિગ બોસ 13થી નજીક આવ્યાં સિદ્ધાર્થ અને શહનાઝ

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) આપણી વચ્ચે નથી. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ રહ્યો છે. પણ સત્ય આ જ છે કે, હવે શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની સાથે સિદ્ધાર્થની જોડી તુટી ગઇ છે. સોશિયલ મીડિયા (Social Media) પર હવે સિડનાઝનાં સુંદર પલ વાયરલ થઇ રહ્યાં છે. જે જોઇને ફેન્સની આંખોમાં આંસુ રોકાઇ નથી રહ્યાં.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની જોડી બિગ બોસ 13 (Bigg Boss 13)માં બની. બંનેની જોડીને લોકોએ ખુબજ પંસદ કરી છે. તેમને 'સિડનાઝ' નામ આપ્યું છે. પણ લોકોએ ક્યારેય નહોતું વિચાર્યું કે, આ બંનેની ખાસ મિત્રતાનો આ રીતે અંત આવશે. શહનાઝ, સિદ્ધાર્થનેખુબજ પંસદ કરે છે. અને આ વાતનો ખુલાસો તે ઘણી વખત 'બિગ બોસ 13'માં કરી ચુકી છે. સિદ્ધાર્થના નિધન બાદ હવે શહનાઝ ગમગીન છે. સિડનાં અંતિમ સંસ્કાર પર શહનાઝનું દર્દ જોયા બાદ સોશિયલ મીડિયા પર તેમનાં જુનાં વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. જે જોઇ ફેન્સ ભાવુક થઇ રહ્યાં છે.

આ પણ વાંચો-સિદ્ધાર્થની ટીમે જાહેર કર્યું સત્ય, શું ખરેખર ડોક્ટર્સે હેવી વર્કઆઉટ ઓછુ કરવા આપી હતી સલાહ

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) આપણી વચ્ચે નથી. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પણ સત્ય એ છે કે, નિયતિેન જે મંજૂર હોય છે તે જ થાય છે અને આ સત્ય છે કે, શહનાઝ ગિલ (Shehnaaz Gill) અને સિદ્ધાર્થ શુક્લાની જોડી તુટી ગઇ છે. સોશિયલ મીડિયા (Social Media) પર હવે 'સિડનાઝ'નાં સુંદર વીડિયો વાયરલ થઇ રહ્યાં છે જે જોઇને ફેન્સની આંખોમાં પણ આંસુ રોકાઇ નથી રહ્યાં.




'બિગ બોસ 13'માં જાહેરમાં શહનાઝે તેનાં દિલની વાત સિદ્ધાર્થ શુક્લાને કહી હતી. તેણે દાવો કર્યો હતો કે, સિદ્ધાર્થ, 'તુ મેરા હૈ.. ઔર મેરા હી રહેગા.. મુઝે ગેમ નહીં જીતને.. મુજે તુજે જીતના હૈ.. મે ચાહતી હું તૂ જીતે યે ગેમ..' આ દરમિયાન તેણે તેનાં પ્રેમનો ઇઝહાર કર્યો હતો અને ક્યું હતું કે, હું તને પ્રેમ કરુ છું.



આ પણ વાંચો-સિદ્ધાર્થની માતા અને શહનાઝ રડી રડીને થઇ અડધી, ઠાઠડી બાંધવાંમાં થઇ મુશ્કેલી જુઓ PHOTOS


સિડનાઝની જોડી હાલમાં જ 'બિગ બોસ ઓટીટી'નાં મચ પર પહોંચી હતી. ત્યારે શહનાઝે કરન જોહરની સામે કહ્યું હતું કે, સિદ્ધાર્થની સાથે તેનો સંબંધ ઘણો જ ખાસ છે. કરણે જ્યારે પુછ્યું હતું કે, સિદ્ધાર્થ આપની ફેમિલી છે, બોયફ્રેન્ડ નહીં? તો, પંજાબની કેટરીનાએ કહ્યું હતું કે, બોયફ્રેન્ડનાં સંબંધથી જરૂરીછે ઇમોસનલ સંબંધ, બોયફ્રેન્ડ તો છોડીને જતાં રહે છે. પણ જે સંબંધ આનો મારી સાથે છએ તે ક્યારેય નહીં તુટે'.

આ પણ વાંચો-PHOTOS: સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ દર્શન માટે આવી શહનાઝ ગીલ, તેને જોઇ ફેન્સ રડી પડ્યાં

સિદ્ધાર્થ શુક્લાનાં નિધન બાદ શહનાઝની સાથે તેનાં વીડિયો ખુબજ વાયરલ થઇ રહ્યાં છે. જેને લોકો પસંદ કરી રહ્યાં છે અને તેને જોતા જોતા તેમની આંખમાં આંસુ આવી રહ્યાં છે. તેઓ એક જ વાત કરે છે કે, આટલી નાની ઉંમરે સિદ્ધાર્થને બોલાવી ભગવાને સારુ નથી કર્યું.
First published:

Tags: Shehnaaz gill, Sidharth shukla, Sidnaaz

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો