Home /News /entertainment /Kisi Ka Bhai Kisi Ka Jaan : ટીઝરમાં સલમાન સાથે શહેનાઝ ગિલની ઝલક, ફેન્સને પસંદ આવ્યો 'પંજાબની કેટરિના'નો લુક
Kisi Ka Bhai Kisi Ka Jaan : ટીઝરમાં સલમાન સાથે શહેનાઝ ગિલની ઝલક, ફેન્સને પસંદ આવ્યો 'પંજાબની કેટરિના'નો લુક
શહેનાઝના ફેન્સ ખુશખુશાલ
Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser: ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'થી શહેનાઝ ગિલ (Shehnaaz Gill) બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મના ટીઝરમાં સલમાન ખાન (Salmann Khan) સાથે પંજાબની કેટરિના કૈફને જોઇને ફેન્સ એકદમ એક્સાઇટેડ થઇ ગયા છે.
શાહરૂખ ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ પઠાણ (Pathaan) કલેક્શનના મામલે ધડાકો કરી રહી છે. ફિલ્મ સાથે સરપ્રાઇઝ એલિમેંટ તરીકે સલમાન ખાન (Salman Khan) હતો. સલમાન ખાનને ફિલ્મમાં જોઇને થિયેટર્સ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યા હતા. સાથે જ તેની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'નું ટીઝર પણ ફિલ્મ સાથે રીલિઝ કરવામાં આવ્યું હતુ.
ટીઝરમાં ભાઇજાનનો અંદાજ જોઇને ફેન્સ ક્રેઝી થઇ રહ્યા છે. આ ઉપરાંત એક એક્ટ્રેસ છે જેના માટે લોકોનું દિલ ધડકી રહ્યું છે. ટીઝરમાં સૌની લાડલી શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ની ઝલક જોઇને તેના ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.
ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં લીડ એક્ટ્રેસ તો પૂજા હેગડે છે. પરંતુ ફિલ્મમાં શહેનાઝનો પણ મહત્વનો રોલ છે. આ શહેનાઝની ડેબ્યુ બોલિવૂડ ફિલ્મ છે.ટીઝરમાં શહેનાઝની માત્ર એક ઝલક જોવા મળે છે, પરંતુ તે તેના ફેન્સ માટે એક ટ્રીટ સમાન છે. શહેનાઝે તેના સોશિયલ એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર શેર કરતાની સાથે જ ફેન્સે પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું હતું.
ફિલ્મના ટીઝરમાં શહેનાઝ ગિલ સાઉથ ઇન્ડિયન લુકમાં જોવા મળી રહી છે. તે સાડી અને ગજરા લગાવેલી જોવા મળે છે. તેની સાથે સલમાન ખાન જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજે જ્યારે શહેનાઝે 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું ટીઝર શેર કર્યું ત્યારે ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા. શહેનાઝના ઈન્સ્ટાગ્રામ પર આ ટીઝરને 4 લાખથી વધુ લાઈક્સ મળી છે.
જ્યારે શહેનાઝની વાત આવે અને સિદ્ધાર્થનું નામ ન આવે ત્યારે એવું ન થઈ શકે. ટીઝર જોયા પછી એક ફેને કહ્યું કે તે તને ફિલ્મોમાં જોઈને ચોક્કસ ખુશ થશે. એક યુઝરે કહ્યું, 'હું ફિલ્મમાં બ્યૂટીફૂલ ક્વીનને જોઈને ખૂબ જ ખુશ છું.'જ્યારે, એક ફેને કહ્યું, 'તને ફિલ્મમાં જોઈને મને ખૂબ જ ગર્વ અને ખુશી થઈ રહી છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર