'સિદ્ધાર્થ મેરા બચ્ચા..' બોલી ધ્રુસકે ધ્રુસકે રડી શહનાઝ ગિલ, સંભાવના સેઠે જણાવ્યો હાલ

Photo- @realsidharthshukla

બિગ બોસ (Bigg Boss)ની પૂર્વ પ્રતિોયગી સંભાવના સેઠ (Sambhavna Seth) પણ શુક્રવારનાં ઓશિવારા શ્મશાનમાં સિદ્ધાર્થ (Sidharth Shukla)નો અંતિમ સંસ્કારમાં શામિલ થવા પહોંચી હતી. હવે તેણે શહનાઝ ગિલ (Shehnaaz Gill)નો હાલ જણાવ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નાં કસમયે મોત બાદતી તેનાં પેન્સ અને નીકટનાં શહનાઝ ગિલ (Shehnaaz Gill) અંગે ચિંતિત છે. બિગ બોસ 13 દરમિયાન સિદ્ધાર્થ અને શહનાઝની મિત્રતા થઇ હતી. જે એક્ટરે મરતા દમ સુધી કાયમ રાખી, શોમાં બંનેની જોડી ફેન્સને એ હદે પસંદ આવી કે ફેન્સે તેમને સિડનાઝ નામ આપી દીધુ અને તેમને આ જ નામથી બોલાવતા રહ્યાં. સિદ્ધાર્થ શહનાઝ (Sidharth Shehnaaz)નાં નિકટ હતાં અને શહનાઝ હમેશાં દિવંગત એક્ટરનાં પરિવાર સાથે સમય વિતાવતી હતી.

  આ પણ વાંચો-સિદ્ધાર્થની માતા અને શહનાઝ રડી રડીને થઇ અડધી, ઠાઠડી બાંધવાંમાં થઇ મુશ્કેલી જુઓ PHOTOS

  આ પણ વાંચો-PHOTOS: સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ દર્શન માટે આવી શહનાઝ ગીલ, તેને જોઇ ફેન્સ રડી પડ્યાં

  બિગ બોસની સ્પર્ધક સંભાવના સેઠે શુક્રવારે ઓશિવારા શ્મશાન ગૃહમાં સિદ્ધાર્થનાં અંતિમ સંસ્કારમાં શામેલ થવા પહોંચી હતી. પિકંવિલા સાથે વાતચીત કરતાં શહનાઝ ગિલે તેનો હાલ જણાવ્યો હતો. સંભાવનાએ જણાવ્યું કે, જ્યારે સિદ્ધાર્થ શુક્લાને અગ્નિ આપવામાં આવી ત્યારે શહનાઝ તુટી ગઇ હતી અને અંતિમ સંસ્કારની રસ્મ અદા કરતાં તે 'સિદ્ધાર્થ મેરા બચ્ચા' કહેતી હતી..

  આ પણ વાંચો-શ્મશાન ભૂમિમાં સિદ્ધાર્થ-સિદ્ધાર્થની બૂમો પાડતી નજર આવી શહનાઝ, VIDEO જોઇ તુટી ગયું ફેન્સનું દિલ

  તેણે જણાવ્યું કે, 'આ પહેલાં શરીરને પંચતત્વમાં વિલિન કરવામાં આવે તેને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. આ દરમિાયન શહનાઝ સતત સિદ્ધાર્થનાં પગ પાસે બેસી રહી હતી અને તેણે તમામ વિધિમાં ભાગ લીધો હતો. '

  આ પણ વાંચો-સિદ્ધાર્થની માતાએ ધ્રુજતા હાથે, હૈયા ફાટ રુદન સાથે દીકરાને આપી મુખાગ્નિ, હાજર સૌ કોઇની આંખો હતી ભીની

  સંભાવના સેઠે સિદ્ધાર્થ શુક્લાની માતા રીતા શુક્લા અંગે વાત કરતાં જણાવ્યું કે, 'આન્ટી (સિદ્ધાર્થની માતા) ભાવૂક હતી. પણ મજબૂત બનવાનો પ્રયાસ કરી રહી હતી. તેમને આ દુખમાંથી ઉભરતાં સમય લાગશે. એટલું સરળ નહીં હોય.' આ વચ્ચે બોલિવૂડ લાઇફની રિપોર્ટ મજુબ સિદ્ધાર્થ અને શહનાઝ ગિલ કથિત રીતે ડિસેમ્બર 2021માં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યાંહ તા.ં આ દરમિયાન બંનેનાં પરિવારને માલૂમ હતી અને તેઓએ લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી.
  Published by:Margi Pandya
  First published: