સિદ્ધાર્થનાં અંતિમ સંસ્કાર પહેલાં શહનાઝ ગિલે કરી વિશેષ પૂજા, ફેન્સ થયા ભાવુક 'આમ ઓફિશિયલ નહોતું થવું'

શહનાઝ ગીલે અદા કરી ખાસ પૂજા

RIP Sidharth Shukla: મીડિયા અહેવાલ અને ત્યાં હાજર સેલિબ્રિટીઝની માનીયે તો, સિદ્ધાર્થ શુક્લાની ગર્લફ્રેન્ડ શહનાઝ ગિલે (Shehnaaz Gill) એક્ટરનાં અંતિમ સંસ્કારમાં વિશેષ 'પૂજા' કરી હતી. સિદ્ધાર્થની માતાએ તેને પરવાનગી આપી હતી અને આ પૂજા સમયે સિદ્ધાર્થની (Cremation Ceremony) બહેન શહનાઝની બાજુમાં બેઠેલી નજર આવી હતી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લાની અણધારી વિદાયથી તેનો પરિવાર તો આઘાતમાં છે જ પણ ફેન્સની (RIP Sidharth Shukla) હાલત પણ ગમગીન છે. હાલમાં સૌને શહનાઝનું હવે શું થશે તે કેવી રીતે જીવશે તેની ચિંતા છે. ત્યારે સિદ્ધાર્થની કહેવાતી ગર્લફ્રેન્ડ શહનાઝ ગિલને (Shehnaaz Gill) સિદ્ધાર્થનાં પરિવારે ખાસ પૂજા માટે પરવાનગી આપી હતી તે વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, શહનાઝ ગિલે સિદ્ધાર્થનાં અંતિમ સંસ્કાર (Sidharth Shukla Last Rites) પહેલાં એક વિશેષ પૂજા કરી હતી. . સિદ્ધાર્થની માતાએ તેને પરવાનગી આપી હતી અને આ પૂજા સમયે સિદ્ધાર્થની (Cremation Ceremony) બહેન શહનાઝની બાજુમાં બેઠેલી નજર આવી હતી.

  આ પણ વાંચો-સિદ્ધાર્થની માતા અને શહનાઝ રડી રડીને થઇ અડધી, ઠાઠડી બાંધવાંમાં થઇ મુશ્કેલી જુઓ PHOTOS

  મીડિયા રિપોર્ટની માનીયે તેમજ સંભાવના શેઠ જે સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ દર્શન માટે શ્મશાન ઘાટ પહોંચી હતી. તે તમામે આ વાતની પુષ્ટિ કરી છે કે, સિદ્ધાર્થનાં અંતિમ સંસ્કાર પહેલાં શહનાઝે સિદ્ધાર્થ માટે ખાસ પૂજા કરી હતી.

  આ મામલે સિદ્ધાર્થ અને શહનાઝનાં એક ફેનપેજ દ્વારા ટ્વિટ પણ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, સિદ્ધાર્થની માતા શહનાઝ સાથે એક મજબૂત બોન્ડિંગ ધરાવે છે. તેમનાં સંબંધો પણ ઘણાં ગાઢ છે તેથી જ સિદ્ધાર્થની માતાએ શહનાજને સ્માશનગૃહમાં પૂજા કરવાની મંજૂરી આપી હતી.  ટ્વીટનાં કેપ્શનમાં લખ્યું છે, "સિદ્ધરથ.... યાર ... તુમકો સારી દુનિયા કે સામને હક સે સ્ટેજ પે જાકર બોલના  થા.... તૂ મેરી હૈ.... મેરી હી રહેગી ... એસે ઓફિશિયલ નહીં હોના થા .."

  આ પણ વાંચો-PHOTOS: સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ દર્શન માટે આવી શહનાઝ ગીલ, તેને જોઇ ફેન્સ રડી પડ્યાં

  શહનાઝને નજરે જોનારાનું કહેવું છે કે, શહનાઝની સ્થિતિ ઘણી જ ખરાબ છે. તેનો હસતો રમતો ચહેરો તદ્દન પીળો પડી ગયો છે. તે તેનું ભાન ભૂલાવી ચૂકી છે..... તો સ્મશાનભૂમિ પર શહનાઝ ઢળી પડી હતી અને સિદ્ધાર્થ... સિદ્ધાર્થ.... નાં નામની બૂમો પાડી રહી હતી. આ દ્રશ્ય જોનારા માટે પણ ઘણું જ કષ્ટદાયક હતું. સૌ કોઇ શહનાઝની સ્થિતિ જોઇને દુખી છે.

  ભગવાન આ દુખની ઘડીમાં સિદ્ધાર્થ શુક્લાના પરિવાર અને શહેનાઝ ગિલને શક્તિ આપે. અને સિદ્ધાર્થની આત્માને શાંતિ મળે.
  Published by:Margi Pandya
  First published: