Home /News /entertainment /સિદ્ધાર્થનાં ગયા બાદ શહનાઝ ગિલ ગ્લુકોઝ પર છે? લોકોએ પુછ્યાં સવાલ તો ડ્રેસ ડિઝાઇનરે જણાવ્યું સત્ય
સિદ્ધાર્થનાં ગયા બાદ શહનાઝ ગિલ ગ્લુકોઝ પર છે? લોકોએ પુછ્યાં સવાલ તો ડ્રેસ ડિઝાઇનરે જણાવ્યું સત્ય
સિદ્ધાર્થનાં નિધન બાદ શહનાઝની સ્થિતિ કેવી છે લોકોને છે તેની ચિંતા
સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નાં નિધન બાદ સોશિયલ મીડિયા (Social Media) પર શહનાજ ગિલ (Shehnaaz Gill) અંગે જાત જાતની ખબર આવી રહી છે. ખબર છે કે, તે ગ્લૂકોઝ પર સર્વાઇવ કરી રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા જ આ મોટું અપડેટ સામે આવ્યું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નાં અંતિમ સંસ્કાર દરમિયાન જે તસવીરો સામે આવી છે તતે તવસીર જોયા બાદ લોકોનું કાળજુ કપાઇ રહ્યું છે. અંતિમ સંસ્કારની પ્રક્રિયા સુધી રડતી શહનાઝ ગિલ (Shehnaaz Gill) તેનાં ખાસ મિત્રનાં નામની બૂમો પાડતી નજર આવી રહી હતી. શહનાઝની પરિસ્થિતિ જોઇને કોઇની પણ આંખો ભરાઇ આવે છે. શહનાઝ ગિલ અંગે લોકો ચિંતિત છે. તેઓ જાણવાં ઇચ્છે છે કે, આખરે તેની સ્થિતિ હવે કેવી છે. શું હવે તે કોઇની સાથે વાત કરે છે કે, હજુ પણ તે ગુમસુમ રહી ફક્ત સિદ્ધાર્થને યાદ કરે છે. સોશિયલ મીડિયા (Social Media) પર તે અંગે જાત ભાતની ખબર આવી રહી છે. ખબર છે કે, તે ગ્લૂકોઝ પર સર્વાઇવ કરી રહી છે. હાલમાં સોશિયલ મીડિયા દ્વારા એક મોટી અપડેટ સામે આવી છે.
શહનાઝ ગિલ (Shehnaaz Gill)ની તસવીર જોયા બાદ સિડનાઝનાં ફન્સને તેની ચિંતા થઇ રહી છે. આ દરમિયાન એવી ખબર સામે આવી હતી કે, સિદ્ધાર્થનાં ગયા બાદ શહનાઝે ખાવા પીવાનું છોડી દીધુ છે. તે કોઇની સાથે વાત નથી કરી રહી. પણ હવે સોશિયલ મીડિયા પર જ તેનાં એક ફેન પેજે તેનાં ડિઝાઇનર કેન ફર્ન્સને ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. જેમાં તેણે શહનાજ અંગે વાત કરી છે.
શહનાઝનાં એક ફેને કેનને પુછ્યું હતું કે, 'લોકો કહે છે કે તે ગ્લુકોઝ પર છે, શું આ સત્ય છે?' તેનાં જવાબમાં કહે છે કે, 'મને માલૂમ છે, આપ તેનું સારી રીતે ધ્યાન રાખી રહ્યાં છે પણ છતાં કહીશ કે, સનાનું ધ્યાન રાખજે, જો સનાનું સ્વાસ્થ્ય ઠીક છે તો, મેસેજનું રિએક્ટ કરજો'
તેનાં પર કેને શહનાઝ ગિલને ગ્લૂકોઝનાં બોટલ્સ ચડી રહ્યાં હોવાનો ઇનકાર કર્યો છે. જોકે, તેનાં પર એક સોશિયલ મીડિયા યૂઝરે કમેન્ટ કરી છે. જ્યા શરૂનાં બે દિવસ શહનાઝે ખાવા પીવાનું છોડી દીધુ હતું ત્યારે તેને ગ્લૂકોઝનાં બોટલ ચડાવવામાં આવ્યાં હતાં પણ હવે એવું નથી. આપને જણાવી દઇએ કે, શહનાઝનાં ભાઇ શહબાઝની પસ્ટ પર પણ લોકો શહનાઝ અંગે સવાલ કરી રહ્યાં છે. લોકોને તેનાં સ્વાસ્થ્યની ચિંતા થઇ રહી છે.