Bigg Boss Fame Shehnaaz Gill: બિગ બોસ 13 ફેઇમ શહનાઝ ગિલનું પણ આ સમાચાર બાદ દિલ તૂટી ગયું છે. શહનાઝ ગિલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'કોઇનો પણ જુવાનજોધ દીકરો ચાલ્યો જાય.. તેનાંથી મોટું દુખ કોઇ નથી હોઇ શકતું આ દુનિયામાં... વાહેગુરુ તેમનાં પર કૃપા કરશો..'
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 29 મેનાં રોજ મનોરંજન ઇન્ડસ્ટ્રીનાં સૌથી ખરાબ સમાચાર સામે આવ્યાં છે. રવિવારની સાંજે આવેલાં સમાચાર મુજબ પંજાબી સિંગર અને રેપર સિદ્ધુ મૂસેવાલા નથી રહ્યાં. સિદ્ધુ મૂસેવાલા જેનું અસલી નામ શુભદીપ સિંહ સિદ્ધુ છે તેની મનસા જિલામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. સિદ્ધુ એક કારમાં જઇ રહ્યો હતો. ત્યારે જ ત્રણ ચાર બંધુકધારીઓએ આવીને તેને ગોળી મારી હત્યા કરી નાંખી હતી.
તેને તુરંત જ માનસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ તેને દમ તોડી દીધો. તેની ઉંમર માત્ર 28 વર્ષ હતી. સિદ્ધૂનાં જવાંથી આખી ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ થઇ ગયા તેનાં મોતનાં સમાચારથી ઘણાં લોકો આઘાતમાં સરી ગયા છે.
બિગ બોસ 13 ફેઇમ શહનાઝ ગિલનું પણ આ સમાચાર બાદ દિલ તૂટી ગયું છે. શહનાઝ ગિલે ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'કોઇનો પણ જુવાનજોધ દીકરો ચાલ્યો જાય.. તેનાંથી મોટું દુખ કોઇ નથી હોઇ શકતું આ દુનિયામાં... વાહેગુરુ તેમનાં પર કૃપા કરશો..'
Kise da jawaan dhee ya putt es duniya toh chala jaave, es toh vadda dukh koi nhi ho sakda duniya te. Waheguruji mehar kareyo🙏🏻 #sidhumoosewala
કપિલ શર્માએ પણ ટ્વિટ કરીને સિદ્ધુ મુસેવાલાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કપિલ શર્માએ લખ્યું છે, 'સતનામ શ્રી વાહેગુરુ.. આ ઘણાં જઆધાતજનક અને દુખદ સમાચાર છે. એક સારો આર્ટિસ્ટ અને સારો માણસ. ભગવાન તેનાં પરિવારને શક્તિ આપે.. '
Satnam shri waheguru 🙏 very shocking n very sad, a great artist n a wonderful human being, may god give the strengths to his family 🙏 #sidhumoosewalapic.twitter.com/hfMDxxxBRt
ઉલ્લેખનીય છે કે, મૂસેવાલાને ગેંગસ્ટર્સથી ધમકી મળી રહી હતી. જોકે, પોલીસે હજુ સુધી આ મામલે કોઇ સ્પષ્ટીકરણ કર્યું નથી. પણ લોરેન્સ વિશ્નોઇ ગેંગનું નામ આ મામલે ચર્ચામાં છે. મુસેવાલા પાસે આ પહેલાં 8થી 10 ગનમેન હતા. જેને હટાવીને પહેલાં ચાર કરવામાં આવ્યાં. શનિવારે સરકારે તેની પાસે બે જ ગનમેન છોડી દીધા હતાં. હત્યાનાં સમયે આ બંને પણ તેની સાથે ન હતાં.
જન્મ દિવસનાં 12 દિવસ પહેલાં થયું મૂસેવાલાનું મર્ડર 28 વર્ષનાં મૂસેવાલાનો 11 જૂનનાં 29મો જન્મ દિવસ આવતો હતો. તેનાં જન્મ દિવસનાં 12 દિવસ પહેલાં જ તેનું મર્ડર થઇ ગયું. સિદ્ધૂ મૂસેવાલા પર 30 ગોળીઓ ચલાવી તેની હત્યા કરી દેવામાં આવી હતી. પંજાબમાં જેનાં સૂરનો જાદુ માથે ચઢીને બોલતો હતો, તે સંગીત ક્ષેત્રનાં યુવા સિંગર પંજાબમાં જ નહીં દુનિયાભરમાં તેનાં અવાજ માટે જાણીતો હતો. જે હવે કાયમ માટે શાંત થઇ ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર