Home /News /entertainment /Video: શહેનાઝ ગિલે સારા અલી ખાન સાથે જાહેરમાં કર્યુ લિપ લોક! નજારો જોઇને મોઢામાં આંગળા નાંખી ગયા ફેન્સ

Video: શહેનાઝ ગિલે સારા અલી ખાન સાથે જાહેરમાં કર્યુ લિપ લોક! નજારો જોઇને મોઢામાં આંગળા નાંખી ગયા ફેન્સ

સારા અલી ખાન શહેનાઝના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે

શહેનાઝ ગિલ અને સારા અલી ખાને તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોલેબ વીડિયો શેર કર્યો છે. આ 'દેશી વાઇબ્સ વિથ શહેનાઝ ગિલ'ના આગામી એપિસોડનો પ્રોમો છે, જેમાં સારા તેની આગામી ફિલ્મ 'ગેસલાઇટ'નું પ્રમોશન કરતી જોવા મળશે. જોકે, ક્લિપમાં દેખાતો નજારો જોઈને દરેક લોકો દંગ રહી ગયાં છે.

વધુ જુઓ ...
શહેનાઝ ગિલની ફેન ફોલોઈંગ ખૂબ જ તગડી છે. સોશિયલ મીડિયા પર ખૂબસૂરત તસવીરો અને વીડિયો શેર કરવા ઉપરાંત, એક્ટ્રેસ તેના ચેટ શો 'દેશી વાઇબ્સ વિથ શહેનાઝ ગિલ' માટે પણ ચર્ચામાં રહી છે. શોમાં મનોરંજનની દુનિયાના સ્ટાર્સ હાજરી આપે છે, અને તેઓ સના સાથે તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે મસાલેદાર ખુલાસા કરતા જોવા મળે છે.

તે જ સમયે, સારા અલી ખાન તેના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે, જેનો પ્રોમો વીડિયો સામે આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. શહેનાઝ ગિલ અને સારા અલી ખાને તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોલેબ વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો:  ઓ બાપ રે! કંગના રનૌત પર આ એક્ટરે લગાવ્યો કાળા જાદુનો આરોપ, કહ્યું- રૂમમાં લઇ જઇને....

આ 'દેશી વાઇબ્સ વિથ શહેનાઝ ગિલ'ના આગામી એપિસોડનો પ્રોમો છે, જેમાં સારા તેની આગામી ફિલ્મ 'ગેસલાઇટ'નું પ્રમોશન કરતી જોવા મળશે. જોકે, ક્લિપમાં દેખાતો નજારો જોઈને દરેક લોકો દંગ રહી ગયાં છે.




પ્રોમો વીડિયો શહેનાઝ ગિલથી શરૂ થાય છે, જે સ્ક્રીન પર 'નોક-નોક' કરતી જોવા મળે છે. ટૂંક સમયમાં, સારા અલી ખાન પડદા પાછળથી બહાર આવે છે, અને ચિત્રાંગદા સિંહનું સુપરહિટ સોન્ગ 'કુંડી મત ખડકાઓ રાજા, સીધા અંદર આઓ રાજા' ગાવાનું શરૂ કરે છે. આ સાંભળીને સના પડદો બંધ કરી દે છે અને બંને પડદા પાછળ હરકતો કરવા લાગે છે. મજા ત્યારે વધુ આવે છે જ્યારે શહેનાઝ બહાર આવે છે અને કહે છે કે મારી બધી લિપસ્ટિક પૂરી થઈ ગઈ છે.

આ પણ વાંચો:  નિક્કી તંબોલી માટે હદથી વધારે ટાઇટ ડ્રેસ બન્યો માથાનો દુખાવો, સરખો કરવાના ચક્કરમાં ન દેખાવાનું બધું દેખાવા લાગ્યું

શહેનાઝ ગિલ અને સારા અલી ખાનની આ શોર્ટ ક્લિપ જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે, સાથે જ આગામી એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકોને ખાતરી છે કે સારા અને શહેનાઝની ચેટિંગ ખૂબ જ મસાલેદાર હશે. એક યુઝરે જવાબમાં લખ્યું, 'નોક નોક... અઢળક પ્રેમ...આ એપિસોડની રાહ જોઈ રહ્યા છીએ. ઓહ! ખુબ ઉત્સાહીત છું. તે જ સમયે, સારાની ફઇ સબા પટૌડીએ પણ રેડ હાર્ટ ઇમોજી સાથે રિએક્શન આપ્યું છે.



જણાવી દઈએ કે શહેનાઝ ગિલના ચેટ શો 'દેશી વાઇબ્સ વિથ શહેનાઝ ગિલ'ને દર્શકો તરફથી ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. સારા અલી ખાન પહેલા શાહિદ કપૂર, સુનીલ શેટ્ટી, આયુષ્માન ખુરાના અને કપિલ શર્મા સહિતના ઘણા સ્ટાર્સ કાઉચ પર બેસીને ફની ગૉસિપ કરતા જોવા મળ્યા છે.
First published:

Tags: Bollywood actress, Bollywood Gossip, Sara ali khan, Shehnaz Gill