Bigg Boss-13:પરિણીત ખેસારી લાલે શહનાઝને પત્ની બનાવી દીધી!, video viral

News18 Gujarati
Updated: November 8, 2019, 6:19 PM IST
Bigg Boss-13:પરિણીત ખેસારી લાલે શહનાઝને પત્ની બનાવી દીધી!, video viral
ખેસારી લાલ યાદવ અને શહનાઝની તસવીર

ખેસારી લાલ યાદવ ભોજપુરી સુપરસ્ટાર છે. તેમના ગીતો ખુબ જ પ્રસિદ્ધ છે. ખેસારી આ ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી બનીને આવ્યા છે. જ્યારે શહનાઝ શરુઆતથી જ ઘરમાં છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બિગ બૉસ- 13 (Bigg Boss 13)ના ઘરમાં શહનાઝના (Shehnaaz Gill) તેવર બદલાયેલા દેખાય છે. શરુઆતથી જ સિદ્ધાર્થ શુક્લાની (Sidharth Shukla) એકદમ નજીક રહેતી શહનાઝ હવે દૂર થતી દેખાઈ રહી છે. એકવાર ફરીથી શહનાઝની દોસ્તી પારસ સાથે થઈ છે.

આ વચ્ચે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી ઘરમાં પહોંચેલા ભોજપુરી (Bhojpuri star) સ્ટાર ખેસારી લાલ યાદવ (khesari yadav) શહનાઝના પગ ખેંચે છે. તેની સાથે મસ્તી કરતો દેખાય છે. આમ તો ખેસારી પરિણીત છે, પરંતુ શહનાઝની વાત આવે ત્યારે ઘરમાં થોડા સમય માટે શહનાઝનો પતિ બનેલો દેખાયો હતો. શહનાઝ અને ખેસારીનો આ વીડિયો ખુબ જ વાયરલ (Video viral) થયો છે.

આ પણ વાંચોઃ-માત્ર 5 મિનિટ આ 5 એક્સરસાઇઝ કરો, ફટાફટ ઓગળી જશે શરીરની ચરબી

કલર્સ ચેનલે તાજેતરમાં એક વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) ઉપર શૅર કર્યો છે. આ વીડિયોમાં ખેસારી, શહનાઝની મજાક ઉડાડે છે. વીડિયોમાં ખેસારી કહે છે કે, 'આને એવો પતિ જોઈએ છે કે એનું સાંભળે નહીં.... અરે આ માણસ કેટલા વખાણ કરશે.... એમ બોલો બાબૂ બેબી શૉપિંગ જવું છે. તો એ બોગે સાંભળ કાલે કે હું કેટલી શાકભાજી લાવ્યો હતો' ત્યારબાદ ખેસારી ઉઠે છે અને શહનાઝને કહે છે કે ચાલ થોડીવાર માટે હું તારો પતિ. ત્યારબાદ શહનાઝ અને ખેસારી પતિ-પત્ની તરીકે એક્ટિંગ કરે છે.

આ પણ વાંચોઃ-OMG! કેસરી રંગથી રંગાયેલું શૌચાલય, લોકોએ મંદિર સમજી એક વર્ષ સુધી પૂજા કરી

આ પણ વાંચોઃ-શું તમારી કાર વધારે ફ્યુઅલ ખાય છે? અપનાવો આ Tips અને એવરેજ વધારો
Loading...

ઉલ્લેખનીય છે કે, ખેસારી લાલ યાદવ ભોજપુરી સુપરસ્ટાર છે. તેમના ગીતો ખુબ જ પ્રસિદ્ધ છે. ખેસારી આ ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી બનીને આવ્યા છે. જ્યારે શહનાઝ શરુઆતથી જ ઘરમાં છે. જે પોતાને પંજાબની કૈટરીના કૈફ કહે છે.
First published: November 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...