Home /News /entertainment /સુશાંત સિંહ રાજપૂત અંગે વાત કરતાં જ LIVE CHATમાં રડી પડી શહેનાઝ ગિલ
સુશાંત સિંહ રાજપૂત અંગે વાત કરતાં જ LIVE CHATમાં રડી પડી શહેનાઝ ગિલ
બિગ બોસ (Bigg Boss 13) માં નજર આવેલી શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ને આ વાત પર વિશ્વાસ નથી થઇ રહ્યો કે, સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) હવે આ દુનિયામાં નથી.
બિગ બોસ (Bigg Boss 13) માં નજર આવેલી શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ને આ વાત પર વિશ્વાસ નથી થઇ રહ્યો કે, સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) હવે આ દુનિયામાં નથી.
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધનથી સમગ્ર બોલિવૂડ આધાતમાં છે. ટીવી ઇન્ડસ્ટ્રી પણ શોકમાં છે. સુશાંતનાં જવાનું દુખ સૌને છે. કારણ કે સુશાંતનું મોત ઘણાં સવાલ કરી રહ્યું છે. જેનાં જવાબ તેનાં ફેન્સ તેની ફેમિલી અને તેનાં મિત્રોને જોઇએ છે. હાલમાં આ કેસની તપાસ પોલીસ કરી રહી છે. ત્યારે હવે સુશાંતનાં નિધનથી તેની વધુ એક ફેન દુખી છે. આ ફેન અન્ય કોઇ નહીં બિગ બોસ-13ની ચુલબુલી હસતી રમતી શહેનાઝ ગીલ છે. શહેનાઝ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક લાઇવ ચેટ કરી હતી જેમાં સુશાંત અંગે વાત નીકળતા જ તે રડી પડી હતી.
શહેનાઝે કહ્યું કે, તેણે આમ નહોતું કરવાનું. એક કલાકારની જીંદગી ઘણી જ મુશ્કેલ હોય છે. તેણે તેમ પણ કહ્યું કે આપણે આ રીતે જાતે જ આવું પગલું ન લેવું જોઇએ. જ્યારે સમય આવશે ત્યારે સોઉ કોઇ જવાનાં છે. જેટલું જીવન ભગવાને આપ્યું છે તે જીવી લેવું જોઇએ.
હાલમાં જ બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાએ પણ સુશાંત સિંહ રાજપૂતની સાથેતેની બોન્ડિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તે અને સુશાંત એક બીજાને સારી રીતે ઓળખતા હતાં. જ્યાં તેઓ મળતાં તેમનાં વચ્ચે સારી બોન્ડિંગ હોતી. પણ અમે ક્યારેય વધુ નિકટ નથી આવ્યાં અમારા વચ્ચે કોઇ સંબંધ ન હતાં. ન તો અમે ક્યારેય એકબીજાને ફોન કર્યો છે કે ન મેસેજ મોકલ્યો છે. પણ જ્યારે મળીએ ત્યારે સારી રીતે મળતા હતાં. સિદ્ધાર્થ શુક્લા સુશાંતની આત્મહત્યા અંગે વાત કરતાં કહે છે કે હું સ્તબ્ધ છું. જેણે પોાતનાં જીવનમાં આટલું બધુ મેળવ્યું છે તે યુવક આવું કેવી રીતે કરી શકે છે. હું તેનાં આત્મહત્યાથી ધણો નિરાશ થયો છુ.
સુશાંતે બોલિવૂડમાં એન્ટ્રી કરતાં પહેલાં ઝીટીવીમાં શો પવિત્ર રિશ્તામાં કામ કર્યું હતું. તેનાં પાત્ર માનવથી તે ઘર ઘરમાં ફેમસ હતો. સુશાંતે ફિલ્મ કાય પો છેથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગની શરૂઆત કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર