Home /News /entertainment /

Shehnaaz Gill: શહનાઝ ગિલના પિતા પર હુમલો, બાઇક પર આવેલા 2 લોકોએ ગોળી ચલાવી

Shehnaaz Gill: શહનાઝ ગિલના પિતા પર હુમલો, બાઇક પર આવેલા 2 લોકોએ ગોળી ચલાવી

શહેનાઝ ગીલના પિતા સંતોખ સિંહ સુખ પર હુમલો

બે અજાણ્યા લોકોએ શહેનાઝ ગિલ (Shehnaaz Gill)ના પિતાને મારવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને સંતોખ સિંહ સુખ (santokh singh sukh) પર ગોળીબાર કર્યો હતો

    નવી દિલ્હીઃ બે અજાણ્યા લોકોએ શહેનાઝ ગિલ (Shehnaaz Gill)ના પિતાને મારવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને સંતોખ સિંહ સુખ પર ગોળીબાર કર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, અભિનેત્રીના પિતા સંતોખ સિંહ સુખ (Shehnaaz Gill Father santokh singh sukh) એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમૃતસરથી બિયાસ માટે રવાના થયા હતા. તે સમયે તે જંડિયાલા ગુરુ પાસેના ઢાબા પર રોકાયા હતા.

    ETimes માં પ્રકાશિત એક સમાચાર અનુસાર, શહનાઝના પિતા પર શનિવારે રાત્રે લગભગ 8 વાગ્યે બે બાઇક સવારોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના અંગે સંતોખ સિંહ સુખે પોલીસને જાણ કરી છે. અભિનેત્રીના પિતાનું કહેવું છે કે, જ્યારે તેણે ટોયલેટ જવા માટે કાર રોકી ત્યારે બે બાઇક સવારોએ તેના પર ફાયરિંગ કર્યું.

    સંતોખ સિંહની કારને ચાર ગોળીઓ વાગી હતી

    આ હુમલામાં 4 ગોળીઓ સંતોખ સિંહની કારને વાગી હતી. અભિનેત્રીના પિતાના રક્ષકો તેમને બચાવવા આગળ વધ્યા ત્યારે બાઇક સવારોએ ભાગવું પડ્યું હતું. ઘટના બાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી ચાર રાઉન્ડ ગોળીઓ એકત્ર કરી છે. પોલીસ તેની તપાસમાં લાગેલી છે.

    શહનાઝના પિતા રાજકારણમાં સક્રિય છે

    પોલીસની શંકાના દાયરામાં ઘણા લોકો છે. સંતોખ સિંહ પર પહેલાથી જ ઘણા ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. જેના કારણે તેની સુરક્ષા દૂર કરવામાં આવી હતી. પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે, શહનાઝ ગિલના પિતા થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા.

    ઉલ્લેખનીય છે કે, આસિમ રિયાઝે લેટેસ્ટ ટ્વીટ કરીને શહેનાઝ ગિલ પર કટાક્ષ કર્યો હોવાની વાતો સોશિયલ મીડિયા પર થઇ રહી છે. જે બાદ શહનાઝ અને સિદ્ધાર્થનાં ચાહકોએ તેને આડે હાથે લીધો છે. ચાહકોએ બિગ બોસ 13ના રનર-અપ પર આક્રોશ ઠાલવ્યો, આસિમ રિયાઝ પર શરમ કર..ની ટ્વિટ્સ થઇ રહી છે. ગત રાત્રે સોશિયલ મીડિયા પર એક નવો જ વિવાદ છંછેડાઇ ગયો છે. આ વિવાદ રાત્રે એક નવો વિવાદ છેડાઈ ગયો છે. શહેનાઝ ગિલે હાલમાં તેનાં મેનેજરનાં લગ્નમાં હાજરી આપી હતી. આ સમયે તે લાંબા સમય બાદ ખુબજ ખુશ જોવા મળી. તેણે તેની મેનેજરની સગાઇમાં મનમુકીને ડાન્સ કર્યો હતો. સિદ્ધાર્થ શુક્લાના અવસાન પછી શહેનાઝ ગિલે કામ શરૂ કરી દીધુ હતું પણ તે હજુ સ્વસ્થ થઇ નથી. તે તેનાં દરેક વીડિયોમાં નજર આવે છે. તેણે તેની ફિલ્મ 'હોંસલા રાખ' માટે પણ મર્યાદિત પ્રમોશન કર્યું હતું. આ મુશ્કેલ સમયમાં યુવતીને તેના પરિવાર, સિદ્ધાર્થ શુક્લાના પરિવાર અને ચાહકો તરફથી ભાવનાત્મક ટેકો મળ્યો છે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરી રહી હતી કે તેણીને આગળ વધવાની શક્તિ મળે, અને તેણીનું ખોવાયેલું સ્મિત અને ઉત્સાહ પાછો મળે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Shehnaaz gill

    આગામી સમાચાર