Home /News /entertainment /'ઘરમાં ઘુસીને ટુકડા કરી નાંખીશું,' શહેનાઝ ગિલના પિતાને મળી જાનથી મારી નાંખવાની ધમકી
'ઘરમાં ઘુસીને ટુકડા કરી નાંખીશું,' શહેનાઝ ગિલના પિતાને મળી જાનથી મારી નાંખવાની ધમકી
શહેનાઝના પિતાને ધમકી
Shehnaaz Gill Father Threat : શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. તેમના પર આશરે એક વર્ષ પહેલા પણ હુમલો થઇ ચુક્યો છે. તે સમયે અજાણ્યા શખ્સોએ તેમના પર ગોળીઓ ચલાવી હતી અને આ હુમલામાં તેઓ માંડ બચ્યા હતા.
Shehnaaz Gill : ફેમસ એક્ટ્રેસ અને પંજાબી સિંગર તેમજ બિગ બૉસ 13ની ફાઇનલિસ્ટ શહેનાઝ ગિલના પિતા સંતોખ ગિલને શુક્રવારે મોડી રાતે અજાણ્યા મોબાઇલ નંબર પરથી જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ફોન કરનાર આરોપીએ તેને ધમકાવતા દિવાળી પહેલા હત્યા કરવાની ધમકી આપી છે. જેની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે. તેની પહેલા પણ જંડિયાલા ગુરુ ક્ષેત્રમાં બાઇક સવાર બે યુવકોએ સંતોખ સિંહની કાર પર ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કર્યો છે.
સંતોખ ગિલે જણાવ્યું કે શુક્રવારે તેઓ કોઇ કામના સિલસિલામાં પોતાની કારથી તરનતારન તરફ જઇ રહ્યાં હતાં. આ વચ્ચે જ તેમના મોબાઇલ પર કોઇ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. કૉલ કરનારે તેને ધમકાવતા કહ્યું કે તે સંતોખ સિંહને દિવાળી પહેલા જાનથી મારી નાંખશે. કૉલ કરનારે ધમકાવતા કહ્યું કે, તેને ગોળી મારીને નહીં પરંતુ ટુકડા-ટુકડા કરીને મોતને ઘાટ ઉતારશે.
તેવામાં બીજી તરફ એસએસપી દેહાત સ્વપન શર્માએ જણાવ્યું કે આ મામલે સંબંધિત પુરાવા એકઠા કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છ. તેમણે જણાવ્યું કે શહેનાઝ ગિલના પિતાને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
આ પહેલા પણ ગત વર્ષે 25 ડિસેમ્બરની રાતે બાઇક સવાર બે યુવકોએ તેમની કાર પર ફાયરિંગ કર્યુ હતું. તેમાં પોલીસે અજાણ્યા બાઇક સવાર યુવકો પર કેસ નોંધી ઘટનાસ્થળની આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ લઇને તપાસ હાથ ધરી. પરંતુ હુમલાખોરો વિશે કોઇ પુરાવા હાથ ન લાગ્યા. જણાવી દઇએ કે સંતોષ સિંહ ડિસેમ્બર 2021માં ભાજપમાં જોડાયા હતા. તેઓ અગાઉ પણ વિધાનસભા તથા લોકસભાની ચૂંટણી લડી ચુક્યા છે. હવે તેઓ ભાજપમાં સામેલ થઇને શ્રી ખડૂર સાહિબ વિધાનસભા હલકાથી ચૂંટણી લડવા માગે છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે આ ઇચ્છા વ્યક્ત કરી હતી.
રિપોર્ટ્સ અનુસાર, શહેનાઝ ગિલ સાથે તેના પિતાના સંબંધો સારા નથી રહ્યાં. જણાવવામાં આવી રહ્યું છે કે સંતોખ સિંહ ઘણીવાર શહેનાઝ વિરુદ્ધ બોલી ચુક્યા છે. તેમણે એકવાર એવો દાવો કર્યો હતો કે, તેમની દીકરી ચંદીગઢ શૂટિંગ કરવા આવી હતી, પરંતુ 2 કલાકના અંતરે ઘર હોવા છતાં તે મળવા ન આવી. તેણે ચંદીગઢમાં શૂટ હોવા વિશે પણ પિતાને જાણ કરી ન હતી. તેમને ન્યૂઝ દ્વારા આ જાણકારી મળી હતી. જો કે શહેનાઝ 'બિગ બોસ 13'માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી, ત્યારે તેના પિતાએ જ તેનો સપોર્ટ કર્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શહેનાઝ સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'કિસી કા ભાઇ, કિસી કી જાન'માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 30 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર