સ્મશાન ભૂમિમાં સિદ્ધાર્થ-સિદ્ધાર્થની બૂમો પાડતી નજર આવી શહનાઝ, VIDEO જોઇ તુટી ગયું ફેન્સનું દિલ

સિદ્ધાર્થનાં નિધનથી તૂટી ગઇ શહનાઝ

શહનાઝ ગિલ (Shehnaaz Gill)નો એક વીડિયો સામે આવ્યો ચે જેને જોઇને કોઇની પણ આંખો ભરાઇ આવે. આ વીડિયોમાં શહનાઝ તેનાં ભાઇ શહબાજની સાથે નજર આવે છે. અને સ્મશાનમાં સિદ્ધાર્થ (Sidharth Shukla)નાં નામની બૂમો પાડતી નજર આવી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગુરુવારે એટલે કે 2 સ્પટેમ્બરનાં ટીવી એક્ટર અને બિગ બોસ 13નાં વિજેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નું નિધન થઇ ગયું છે. જે બાદ શુક્રવારે તેનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. સિદ્ધાર્થની અંતિમ યાત્રામાં શેમેલ થયેલાં સ્ટાર્સની સાથે તેનાં ફેન્સ પણ સ્મશાન ભૂમિ પર ઉમટી પડ્યાં હતાં. જે બાદ ભીડને કાબૂમાં કરવાં દિવંગત એક્ટરનાં ઘરની બહાર, કૂપર હોસ્પિટલની બહાર અને ઓશીવારામાં સ્મશાનની બહાર ભારે પોલીસ તૈનાત કરવામાં આવી હતી. એક્ટરનાં નિધન (Sidharth Shukla Death)થી તેનાં પરિવાર અને નિકટનાં સહિત તેની મોટી ફેન ફોલોઇંગ સૌ કોઇ શોકમાં છે. સિદ્ધાર્થનાં જવાથી તેની મિત્રની શહનાઝ ગિલ (Shehnaaz Gill) હાલત ખુબજ ખરાબ છે.

    આ પણ વાંચો-સિદ્ધાર્થની માતા અને શહનાઝ રડી રડીને થઇ અડધી, ઠાઠડી બાંધવાંમાં થઇ મુશ્કેલી જુઓ PHOTOS

    શહનાઝ ગિલ માટે સિદ્ધાર્થનાં જવું જાણે તેની આખી દુનિયા નષ્ટ થઇ જવા જેવું છે. શહનાઝ ઘણી વખત સિદ્ધાર્થ શુક્લા માટે તેનો પ્રેમ જાહેર કરતી નજર આવી. પછી ભલે તે કોઇ શો હોય કે મીડિયા તેની વાત કહેવામાં શહનાઝ ક્યારેય પાછળ નથી હટી. હવે જ્યારે સિદ્ધાર્થ આ દુનિયામાં નથી તો શહનાઝને આ વાત પર વિશ્વાસ નથી થઇ રહ્યો. સિદ્ધાર્થ હવે તેની સાથે નથી. શુક્રવારનાં જ્યારે શહનાઝ, સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કારમાં શામેલ થવાં પહોંચી તો તેની હાલત જોઇ કોઇની પણ આંખો ભરાઇ આવે.



    શહનાઝ ગિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે જોયા બાદ તેનાં ફેન્સનું દિલ તુટી ગયુ છે આંખો ભીની થઇ ગઇ છે. તેનાં ભાઇ સાથે તે નજર આવી રહી છે. શહનાઝ જેમ સ્મશાનઘાટનાં ગેટ પર પહોંચે છે. સિદ્ધાર્થનાં નામની બૂમો પાડતા એમ્બ્યુલન્સ તરફ ભાગતી નજર આવે છે. જે એમ્બ્યુલન્સમાં તેનો પાર્થિવ દેહ રાખ્યો હતો.

    આ પણ વાંચો-PHOTOS: સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ દર્શન માટે આવી શહનાઝ ગીલ, તેને જોઇ ફેન્સ રડી પડ્યાં

    શહનાઝનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે. જે જોયા બાદ યૂઝર્સ કમેન્ટ કરતાં શહનાઝની હાલત પર દુખ જાહેર કરી રહ્યાં છે. બીજી તરફ એક્ટરનાં ફેન્સ પણ વિશ્વાસ નથી કરી શકતા કે તે દુનિયામાં નથી. સોશિયલ મીડિયા પર પણ સિદ્ધાર્થનાં ફેન તેનાં માટે પોસ્ટ શેર કરી રહ્યાં છે અને એક્ટરને યાદ કરી રહ્યાં છે.
    Published by:Margi Pandya
    First published: