દિલીપ કુમાર (Dilip Kumar) 7 જુલાઇનાં 98 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ગયા. ફિલ્મ જગતથી લઇ તેમનાં ચાહનારા તમામ હજુ પણ આઘાતમાં છે. સોશિયલ મીડિયાનાં દરેક પ્લેટફર્મ પર લોકો તેને યાદ કરતાં શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હિન્દી સિનેજગતનાં મહાન કલાકાર દિલીપ કુમાર (Dilip Kumar)નું વ્યક્તિત્વને સૌ કોઇ યાદ કરી રહ્યાં છે. તેમની સાથે કામ કરનારા કલાકાર શોક જતાવી રહ્યાં છે. હિન્દુસ્તાન જ નહીં પાકિસ્તાનમાં પણ દિલીપ કુમારનાં ચાહનારા દુખી છે. કેટલાંક કલાકાર એવાં છે જેઓને માટે સરહદ બાધ્ય નથી. એવાં જ છે દિલીપ કુમાર. તેમનાં નિધનથી ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અપૂર્ણનીય ક્ષતિ જણાવી છે. દિલીપ કુમારની ડેડબોડીની પાસે ધરમેન્દ્ર (Dharmendra) તેમને પકડીને થોડો સમય બેસી જ રહ્યાં. દિગ્ગજ એક્ટર ઘણાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. જોકે તેમને ભારત રત્ન જ નથી આપવામાં આવ્યો. એક્ટર અને પોલિટિશયન શત્રુઘ્ન સિન્હાએ તેનાં પર આશ્ચર્ય જતાવ્યું છે.
દિલીપ કુમાર ફક્ત અભિનયનાં બેતાજ બાદશાહ નહોતા. પણ એક શાનદાર વ્યક્તિત્વનાં પણ માલિક હતાં. આજ કારણે સૌ કોઇ તેમનાં ચાહક થઇ ગયા છે. જેમણે તેમની સાથે કામ કર્યું તો તે લોકોનાં મુરીદ થઇ ગયા છે પણ જે લોકોએ એક વખત મુલાકાત થઇ તેઓ તેમનાં ફેન થઇ જાય છે. ઘણાં એખ્ટર્સ તો દિલીપ કુમારને કામ કરતાં જોઇ તેમનાંથી અભિનય શીખ્યા છે. સૌથી પ્રેમથી મળનારા દિલીપ કુમારની સાથે શત્રુઘ્ન સિન્હાએ તેમની સાથે ફિલ્મ 'ક્રાંતિ'માં કામ કર્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, ઘણાં લોકો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાં-ગયા. પણ દિલીપ કુમાર જેવાં નાયાબ દુર્લભ એક્ટર કોઇ નથી. શત્રુઘ્ન સિન્હાનું કહેવું છે કે, હું તેમની સરખામણી કોઇની સાથે નથી કરતો પણ એટલું જરૂર કહીશ કે, દિલીપ કુમાર ભારત રત્નને કાબેલ હતાં. તેમને હજુ સુધી કેમ આ પદક નથી મળ્યું તે આશ્ચર્યની વાત છે.
આપને જણાવી દઇએ કે, ફિલ્મ ફેરનો પહેલો એવોર્ડ દિલીપ કુમારને મળ્યો હતો. 1991માં તેમને પદ્મ વિભૂષણ અને 2015માં તેમને દેશનું બીજુ સૌથી મોટું સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. દેશનાં સર્વોચ્ચ સન્માન ભારત રત્ન તેમને મળ્યો નથી. પાકિસ્તાનમાં પણ દિલીપ કુમારને સૌથી મોટા નાગરિકનું સન્માન નિશાન-એ-પાકિસ્તાનથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર